Shocking Video : માતા દુર્ગાને હિંદુ ધર્મમાં સૌથી મોટા ભગવાનમાં એક માનવામાં આવે છે. દુર્ગા પૂજાનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસથી આ પૂજાનો પ્રારંભ થાય છે. આ પૂજા બંગાળ સહિત આખા દેશમાં થાય છે. છેલ્લા 2 વર્ષ કોરોનાને કારણે લોકો એ ધૂમધામથી તહેવારો ન ઉજવી શકયા પણ 2022માં ખાસ ઉત્સાહ સાથે લોકો આ તહેવાર ઉજવી રહ્યા છે. બંગાળના કોલકતામાં અલગ અલગ થીમ પર માતા દુર્ગાના પંડાલ પણ બનાવવામાં આવ્યા છે પણ તે બધા વચ્ચે બંગાળનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.
વાયરલ વીડિયોમાં એક દુર્ગા પંડાલના દ્રશ્યો દેખાય રહ્યા છે. તેમાં એક બેન્ડ સંગીત વાદ્ય સાથે બેઠા છે. આ બેન્ડ અંગ્રેજીમાં કઈક ગાઈ રહ્યા છે. આ વીડિયો કુદઘાટની પૂજા સમિતિનો છે. જેમણે 25 સપ્ટેમ્બરના રોજ મહાલયા પૂજામાં અંગ્રેજીમાં ચંડીપાઠ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે કોલકાતામાં આ દુર્ગાપૂજા કલબએ વિશ્વના પ્રેક્ષકો માટે ચંડી પાઠનું સુપ્રસિદ્ધ બંગાળી વર્જનનું અનુવાદ અંગ્રેજીમાં કર્યુ. પણ આમાં આપણી ભાષા જેવી લાગણી આવી શકે ?
This #DurgaPuja club in #Kolkata translated legendary #Bengali narration of Chandipath to English for larger global audience. Outcome is hilarious. Can #English ever replace the richness of our language,do justice to the quintessential emotion that is evoked only in our language? pic.twitter.com/kfFBZrDSGh
— Tamal Saha (@Tamal0401) September 27, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Tamal0401 નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજોરો લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, એવું લાગી રહ્યુ છે કે કોઈ ચર્ચમાં આવી ગયા હોય. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આને કારણે મા ચંડી આવવા પહેલા જ ફરી પાછા જવાનું પસંદ કરશે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ લોકો આધુનિકતાના નામ પર સંસ્કૃતિને નુકશાન પહોંચાડી રહ્યા છે. આમ સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો પર પોતાનો ઉગ્ર વિરોધ નોંઘાવ્યો હતો.