Viral Video : આ વ્યક્તિએ ચાલતી બાઈક પર કર્યો સ્ટંટ, વીડિયો વાયરલ થતા કાન પકડીને ભર્યો દંડ
હાલમાં આવા જ એક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થયો છે. પણ પછી જે થાય છે તેને જોઈને તમે હસીહસીને લોટપોટ થઈ જશો.
Funny Video : માણસ જેવા પણ કર્મ કરે છે, તેને તેના તેવા જ ફળ મળે છે. સારા કામના સારા ફળ અને ખરાબ કામના ખરાબ કામ. દેશના યુવાનોમાં હાલ સ્ટંટનો ભારે ચસ્કો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર ટ્રેન, કાર, બાઈક પર કરેલા જોખમી સ્ટંટના અલગ અલગ વીડિયો ભૂતકાળમાં વાયરલ થયા છે. હાલમાં આવા જ એક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થયો છે. પણ પછી જે થાય છે તેને જોઈને તમે હસીહસીને લોટપોટ થઈ જશો.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે , એક બાઈકચાલક ખોટી રીતે બેસીને રસ્તા પર બાઈક ચલાવી રહ્યો છે. તે બાઈક પર પાછળ જે સ્ટાઈલ માં મહિલાઓ બેસતી હોય છે તે સ્ટાઈલમાં બેસીને બાઈક ચલાવી રહ્યો છે. તે એક હાથે જ બાઈકને નિયંત્રિત કરી રહ્યો છે. તે એક જાતનો સ્ટંટ કરી રહ્યો છે, જે તેના માટે અને બીજા માટે જોખમકારક છે. ખાડાવાળા રસ્તા પર પણ તે આ સ્ટંટ કરી રહ્યો છે. ટૂંકમાં તે લોકોનું ધ્યાન ખેંચવા આવા વિચિત્ર કામ કરી રહ્યો છે. તેનો આ વીડિયો વાયરલ થતા. પોલીસ એકશન મોડમાં આવી અને ટ્રાફિક નિયમો તોડવા બદલ તેને પકડીને દંડ ફટકાર્યો. સાથે સાથે ભૂલ બદલ કાન પણ પકડાવ્યા.
આ રહ્યો એ વાયરલ વીડિયો
▪️स्टंटबाज, मोडिफाइड साइलेंसर, रैश ड्राइविंग करने वालों के विरुद्ध लगातार दुर्ग पुलिस के द्वारा कार्यवाही की जा रही है।
▪️ कृपया यातायात के नियमों का पालन करें।
▪️यातायात पुलिस व्हाट्सएप हेल्पलाइन नंबर 94791-92029।@SadakSuraksha#trafficpolicedurg #Durgpolice pic.twitter.com/5KBTs0ED2R
— Durg Police (@PoliceDurg) September 24, 2022
આ વાયરલ વીડિયો છતીસગઢના દુર્ગ જીલ્લાનો છે. આ વાયરલ વીડિયો તે જીલ્લાના પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, સ્ટંટબાજ, મોડિફાઈડ સાયલેન્સર, ખરાબ ડ્રાઈવિંગ કરનાર વિરુધ દુર્ગ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કૃપા કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. તે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, જેવા કર્મ તેવું તેનુ ફળ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, હજુ આધુનિક ભારતમાં આવા અનેક નમૂના છે. પકડો બધાને. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, પોલીસની પ્રશંસનીય કામગીરી, બધી દાદાગીરી પોલીસે નીકાળી દીધી.