Twitter video : ક્રોધિત હાથીએ રોડ પર ઉભેલી બાઈક સાથે કર્યું કંઈક એવુ તે જોઈને તમે પણ દંગ રહી જશો
વીડિયો શેર કરતી વખતે DCP ટ્રાફિકે એક સંદેશ આપ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'વાહનને ક્યારેય પણ મેઈન રોડ પર પાર્ક ન કરવી જોઈએ.' આ વીડિયોમાં કેટલાક લોકો વાહન સાથે રોડ પર ઉભા જોવા મળી રહ્યા છે. ત્યારે સામે એક ક્રોધિત હાથી આવે છે.

ઘણીવાર આપણને સોશિયલ મીડિયા પર કેટલાક ક્રિએટિવ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. અત્યારના સમયમાં લોકોમા જાગૃતી માટે કેટલાક રાજ્યોની પોલીસ દ્વારા ઘણા પ્રકારના ટ્વીટ અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રસ્તા પર વાહનો પાર્ક ન કરવાની સલાહ આપવામાં આવી છે.
આ વાયરલ વીડિયો બેંગલુરુમાં DCP ટ્રાફિક કલા કૃષ્ણસ્વામીએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં ગુસ્સે ભરાયેલો હાથી રોડ કિનારે પાર્ક કરેલી બાઇકને ઉપાડીને ફેંકી દેતો જોવા મળે છે. હાથી એક વિશાળ અને શક્તિશાળી પ્રાણી છે. જે પોતાની શક્તિથી કોઈપણ વાહનને નુકસાન પહોંચાડી શકે છે.જેથી આપણે આપણા વાહનો યોગ્ય પાર્કિંગમા મુકવા જોઈએ.
આ પણ વાંચો : Viral Video: નહીં જોઈ હોય આવી ‘ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી’, ચીકીના વિચિત્ર ફૂડ કોમ્બિનેશનનો વીડિયો થયો વાયરલ
હાથીએ સ્કૂટી ઉપાડી અને ફેંકી દીધી
વીડિયો શેર કરતી વખતે DCP ટ્રાફિકે એક સંદેશ આપ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘વાહનને ક્યારેય પણ મેઈન રોડ પર પાર્ક ન કરવી જોઈએ.’ આ વીડિયોમાં કેટલાક લોકો વાહન સાથે રોડ પર ઉભા જોવા મળી રહ્યા છે. ત્યારે સામે એક ક્રોધિત હાથી આવે છે. જેને જોઈને દરેક પોતાનો જીવ બચાવીને ભાગવા લાગે છે. જ્યારે હાથી બાઇક પર પોતાનો ગુસ્સો શાંત કરતો જોવા મળે છે.
” Don’t park on main road ” pic.twitter.com/Z8OYGBZmDR
— Kala Krishnaswamy, IPS DCP Traffic East (@DCPTrEastBCP) January 3, 2023
વીડિયોને 5 લાખ વ્યૂઝ મળ્યા છે
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને અત્યાર સુધી લગભગ 5 લાખ વ્યૂઝ અને 14 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયોએ યુઝર્સનું ઘણું ધ્યાન ખેંચ્યું છે. વીડિયો જોઈને યૂઝર્સ સતત પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. વીડિયો પર કોમેન્ટ કરતી વખતે એક યુઝરે હાથીને ‘કોર્પોરેશનનો મેયર’ ગણાવ્યો છે.