અરે આ શું ?..ત્રણ વાળના ટુકડાના 12 લાખ ! થઈ ઓનલાઈન હરાજી, વાળ ખરીદવા લોકો ઉમટી પડ્યા
આ દિવસોમાં ત્રણ તૂટેલા વાળની હરાજી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. હરાજી કરનારનું કહેવું છે કે આ સાઉથ કોરિયન બેન્ડ આઈવીના સિંગર જુંગ વોન-યંગના વાળ છે. લોકો સત્ય જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરાવી શકે છે.
દરરોજ કોઈને કોઈ વસ્તુની ઓનલાઈન હરાજી થાય છે. પરંતુ કેટલીકવાર એવી વસ્તુઓ પણ હરાજીમાં સામેલ કરવામાં આવે છે કે જેના વિશે જાણીને કોઈ પણ ચોંકી જાય છે. રસપ્રદ વાત એ છે કે એવી વસ્તુઓને ખરીદનાર પણ મળી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તાજેતરમાં તૂટેલા વાળના ત્રણ ટુકડાની હરાજી થઈ હતી, લોકો તેના માટે બોલી લગાવવા માટે ગાંડા થઈ ગયા હતા. આ કોઈ સામાન્ય વાળ નહોતા, પરંતુ દક્ષિણ કોરિયાના પ્રખ્યાત બેન્ડ IVE ની ગાયિકા જંગ વોન-યંગના વાળ હતા.
12 લાખમાં વેચાયા વાળના ત્રણ ટુકડા !
મળતી માહિતી મુજબ, હાલમાં જ ચીનના એક પ્રશંસકે ગાયિકા જંગ વોન-યંગના ત્રણ તૂટેલા વાળની હરાજી કરી હતી. આ વ્યક્તિ દાવો કર્યો છે કે તેણે IVE ના એક કોન્સર્ટ દરમિયાન ગાયિકના તૂટેલા વાળ એકઠા કર્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે તૂટેલા વાળ માટે પ્રારંભિક બોલી 9,999 યુઆન (એટલે કે રૂ. 1.15 લાખથી વધુ) હતી.
View this post on Instagram
1200થી વધુ લોકો લાઈવ હરાજીમાં જોડાયા
હરાજી કરનારે એ પણ ખાતરી આપી કે જો જરૂર પડશે તો તે ડીએનએ ટેસ્ટ દ્વારા સાબિત કરી શકશે કે આ વાળ ગાયિકાના છે. આ અનોખી હરાજીમાં 1200 થી વધુ લોકોએ લાઈવ ભાગ લીધો હતો. 15 લોકોએ ઉત્સાહપૂર્વક બોલી લગાવી. આ પછી વાળની કિંમત સતત વધી રહી છે.
ખબર વાયરલ
અંતે, ગાયક જંગ વોન-યંગના તૂટેલા વાળ માટે 1,03,000 યુઆન (એટલે કે રૂ. 12 લાખથી વધુ)ની બોલી લગાવવામાં આવી હતી. આ હરાજી હવે ચીનની સોશિયલ સાઈટ Weibo પર ચર્ચાનો વિષય બની ગઈ છે. હરાજી પોસ્ટને 9 કરોડથી વધુ વખત જોવામાં આવી છે. લોકો દરેક પ્રકારની વાતો કરે છે.
ઘણા લોકોએ વાળની પ્રામાણિકતા અંગે ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે કેટલાક લોકોએ તેને ફ્રોડ ગણાવ્યું છે. લોકો સવાલ કરી રહ્યા છે કે પુરાવા વગર એ કેવી રીતે માની શકાય કે વાળ ગાયિકા જંગ વોન-યંગના છે. કેટલાક યુઝર્સનું એમ પણ કહેવું છે કે IVE કોન્સર્ટમાં કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે. આવી સ્થિતિમાં, ગાયિકાના વાળ એકત્રિત કરવા મુશ્કેલ છે. કેટલાક લોકોએ તો બોલી લગાવનારાઓને પાગલ પણ કહ્યા છે.
નોંધ : આ એક વાયરલ ન્યૂઝ છે જેની પુષ્ટિ TV9 ગુજરાતી કરતુ નથી. આ માત્ર રમુજી માટે છે