સિંહ ગરૂડની અનોખી જુગલબંધીનો વીડિયો થયો વાયરલ, બે ઘડી તો તમારી આંખો પર નહીં આવે વિશ્વાસ- જુઓ Video

વનરાજા સિંહ અને પક્ષીઓના રાજા ગરૂડની જુગલબંધીનો અનોખો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બે ઘડી તો આપણી આંખો પર વિશ્વાસ ન આવે તે પ્રકારે ગરૂડ વીડિયોમાં સિંહની સાથે મસ્તી કરતુ જોઈ શકાય છે. પહેલા તો આપ વીડિયો જુઓ..

| Updated on: Oct 01, 2024 | 3:47 PM

આપણા લોકસાહિત્યમાં જંગલના રાજા સાવજ વિશે ઘણુ લખાયુ છે. પોતાની મદમસ્ત ચાલ, આગવી છટા માટે જાણીતા સાવજ માટે કહેવાય છે કે, “હાકલ દીએ હીરણ્યમાં એની રાવળ સુધી રાડય; સિંહણજાયો છેડતા વડી વમાસણ થાય… બાકર બચ્ચા લાખ, લાખે બિચારા; પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા…

ડાલામથ્થા સિંહ અને ગરૂડની અનોખી દોસ્તીનો વીડિયો વાયરલ

આ ગીરના સિંહોની પ્રકૃતિ છે. જો કે આજકાલ સોશિયલ મીડિયામાં એક અકલ્પનિય વીડિયો વાયરલ થયો છે. જેમા જંગલના રાજા સિંહ અને પક્ષીઓના રાજા ગરૂડની જુગલબંધી જોઈ શકાય છે. આ વાયરલ વીડિયોમાં ગરૂડ (Eagle) સિંહની સવારી કરતા જોઈ શકાય છે. જંગલના રાજા સિંહ અને આકાશમાં ઊંચી ઉડાન ભરતા ગરૂડનો વીડિયો સામે આવ્યો છે. સિંહ અને ગરૂડની અનેરી મિત્રતાના દર્શન આ વીડિયોમાં થાય છે. જો કે આ વીડિયોની સત્યતા અંગે હજુ સુધી પુષ્ટિ કરાઈ નથી. આ વીડિયો ક્યાંનો છે તેની પણ કોઈ પુષ્ટિ કરાઈ નથી. કેટલાક વન્યકર્મીઓના જણાવ્યા મુજબ વીડિયો ગુજરાતનો તો લાગતો નથી.

ધારી ગીરના DCF રાજદીપસિંહ વીડિયોની ખરાઈ અંગે પુષ્ટિ કરતા નથી

ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા મુજબ વીડયોને AI ટૂલના માધ્યમથી મિક્સિંગ કરીને બનાવાયો હોવાની પણ શક્યતા દેખાઈ રહી છે. ધારી ગીરના DCF રાજદીપસિંહ ઝાલાના જમાવ્યા મુજબ વીડિયો ગુજરાતનો જણાતો નથી અને તેઓ વીડિયોની ખરાઈ અંગેની પણ પુષ્ટિ કરતા નથી. જો કે હાલ સિંહની સવારી કરતા ગરૂડનો વીડિયો સોશિયલ મીડિયામાં તો હિટ થઈ રહ્યો છે અને ધૂમ મચાવી રહ્યો છે.

વીડિયોમાં ગરૂડ ક્યારેક સિંહની કેશવાળી પર બેસે છે. ક્યારેક તેના મોંઢા પાસેથી આવી તેને ગેલ કરતુ જોઈ શકાય છે અને સિંહ પણ ગરૂડની તમામ મસ્તીની મજા લેતો જોઈ શકાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">