Amreli: રાજુલાના કોટડી ગામમાં રાત્રિના સમયે સિંહે કર્યા આંટાફેરા, દૃશ્યો CCTVમાં થયા કેદ- Video

સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારોમા આવી ચડે છે. ક્યારેક શિકારની શોધમાં સિંહો ચાલતા ચાલતા રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. ગીર જંગલ વિસ્તારની આસપાસ પશુપાલકોની વસ્તી વધુ હોવાથી સિંહો શિકાર માટે અહીં આવે ચડે છે. ત્યારે રાજુલાના કોટડી ગામે આવી ચડેલા સિંહોના સીસીટીવી સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2024 | 1:48 PM

અમરેલી અને રાજુલાના વિસ્તારોમાં અવારનવાર સિંહની અવરજવર જોવા મળે છે. ત્યારે રાજુલાના કોટડી ગામે રાત્રિના સમયે સિંહ આવી ચડ્યા. સીસીટીવીમાં સિંહના આંટાફેરા જોઈ શકાય છે. જો કે ગામમાં સિંહની અવરજવરના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

બીજી તરફ નેશનલ હાઈવે પર સિંહ આવી ચડ્યા હોય તેવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગઈ કાલ બાદ આજે પણ આવાં જ દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રિના સમયે 2 સિંહ જોવા મળ્યા.  રસ્તો ક્રોસ કરતાં સિંહના આ દ્રશ્યો કાગવદર ગામ નજીકના છે. જો કે વાહનો તે સમયે અટકી ગયા હોવાથી અકસ્માતની ઘટના ટળી હતી. પરંતુ હાઈવે પર સિંહના આંટાફેરાની વધતી ઘટના સિંહના જીવ પર મોટુ જોખમ ઉભુ કરે છે.

અમરેલી જિલ્લામાં અને ગીર વિસ્તારના સિંહો અવારનવાર જંગલ છોડી બહાર આવી જાય છે અને રહેણાંક વિસ્તારોમાં ખોરાકની શોધમાં આંટાફેરા કરતા જોવા મળે છે. ગીર વિસ્તારમાં માલધારીઓની વસ્તી વધુ હોવાથી પશુઓનું મારણ કરવા સિંહો ગામમાં આવી ચડે છે.

Input Credit- Jaydev Kathi- Amreli 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">