Surendranagar : સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના પાણીમાં ફસાઇ, જીવના જોખમે બાળકોનું રેસ્ક્યૂ, જુઓ Video
ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. અનેક જિલ્લામાં મેઘરાજાએ તેનું રૌદ્ર સ્વરુપ બતાવ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. સુરેન્દ્રનગર વસ્તડી ગામે વરસાદ બાદ નદીમાં ઘોડાપૂર આવતા એક સ્કૂલ બસ ફસાઇ જવાની ઘટના સામે આવી છે.

સુરેન્દ્રનગરના વસ્તડી ગામે ડાયવર્ઝન ધોવાઈ જતાં સ્કૂલ બસ ફસાઈ ગઇ હતી.ભોગાવો નદીના પાણી ફરી વળતા ડાયવર્ઝન અને તમામ રસ્તા ધોવાયા હતા. પુલ ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા માત્ર કાચું ડાયવર્ઝન જ બનાવાયું હતુ. જો કે આ ડાયવર્ઝન ધોવાઈ જતાં સ્કૂલ બસ ફસાઈ ગઇ હતી. જો કે સ્થાનિકોની સત્વરે મદદ મળતાં મોટી દુર્ઘટના ટળી છે.
સ્થાનિકો દ્વારા બાળકોને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા. ભોગાવો નદી પરનો પુલ એક વર્ષ પહેલાં ધરાશાયી થયો હતો. 20 થી 25 ગામને જોડતો આ મુખ્ય રસ્તો ધોવાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વસ્તડી ગામના બાળકો, સ્થાનિકો જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર બન્યા છે.