Strawberry Supermoon 2021: 24 Juneએ જોવા મળશે વર્ષનું છેલ્લું સુપરમૂન, આ બે ગ્રહોની પણ જોવા મળશે ઝલક

|

Jun 23, 2021 | 8:22 PM

Strawberry Supermoon 2021: આ સપ્તાહે આકાશમાં એક સુંદર નજારો જોવા મળવાનો છે. આ વર્ષનું છેલ્લું સુપર મૂન (Last Supermoon 2021) 24 Juneએ જોવા મળશે. Farmers's Alamanac મુજબ આને સ્ટ્રોબેરી મૂન (Strawberry Moon) નામ આપવામાં આવ્યું છે.

Strawberry Supermoon 2021: 24 Juneએ જોવા મળશે વર્ષનું છેલ્લું સુપરમૂન, આ બે ગ્રહોની પણ જોવા મળશે ઝલક
Strawberry Supermoon 2021

Follow us on

Strawberry Supermoon 2021: આ સપ્તાહે આકાશમાં એક સુંદર નજારો જોવા મળવાનો છે. આ વર્ષનું છેલ્લું સુપર મૂન (Last Supermoon 2021) 24 Juneએ જોવા મળશે. Farmers’s Alamanac મુજબ આને સ્ટ્રોબેરી મૂન (Strawberry Moon) નામ આપવામાં આવ્યું છે.

 

કારણ કે આ સમયે ઉત્તર અમેરીકામાં સ્ટ્રોબેરી લણવાનો સમય ચાલી રહ્યો છે. અમેરિકન સ્પેસ એજેન્સી NASA અનુસાર બુધવારથી જ સુપર મૂન નજર આવવા માંડશે, પરંતુ બીજા દિવસે એટલે કે 24 June 2021 ગુરુવારે વધુ ઊંચાઈ પર અને સુંદર રીતે જોવા મળશે.

ભારતીય ક્રિકેટર ચહલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ RJ મહવિશ છે રૂપ સુંદરી, જુઓ Photos
Wife on Rent : ભારતમાં અહીં ભાડે મળે છે પત્ની, વિશ્વાસ ન થતો હોય તો જોઈ લો
કેનેડામાં જલ્દી મળી જશે PR કરવું પડશે આ એક કામ ! જાણો
ઘરમાં આ જગ્યાઓ પર હોય છે મા લક્ષ્મીનો વાસ, ભર્યા રહે છે ધનના ભંડાર
કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?
જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર, જુઓ ફોટો

 

આ સમયગાળા દરમ્યાન ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંતર ઘણું નજીક હોય છે. જેથી સામાન્ય પૂર્ણ ચંદ્ર (પુનમ) કરતાં વધુ નજીક અને વધુ રોશની ફેંકતો દેખાય છે. આ સ્ટ્રોબેરી મૂન (Strawberry Supermoon)ને બીજા અન્ય નામો જેમ કે બ્લૂમિંગ મૂન, ગ્રીન કોર્ન મૂન, હોયર મૂન,બર્થ મૂન, હેચિંગ મૂન, હાનિ મૂન, અને મિડ મૂન પણ કહે છે. આ સમય દરમ્યાન વધુ લગ્નો થતાં હોવાથી ‘હની મૂન’ નામ આપવામાં આવ્યું છે.

 

ચંદ્રની સાથે આ બે ગ્રહો પણ જોવા મળશે

સ્ટ્રોબેરી મૂન ગુરુવારે ગુલાબી રંગની જગ્યાએ સોનેરી રંગનો દેખાશે. આ સમય દરમિયાન ચંદ્રની સાથે શુક્ર અને મંગળ પણ આકાશમાં દેખાશે. વર્ષ 1930માં મેન ફાર્મર અલમેન કે ચંદ્રના નામ છાપવાનું શરૂ કર્યું હતું. આ મુજબ, એપ્રિલના પૂર્ણ ચંદ્રને પિંક મૂન કહેવામાં આવે છે. પિંક મૂનનું નામ અમેરિકામાં જોવા મળતાં એક છોડ ઉપરથી રાખવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો : Ahmedabad Vaccination: હવે AMTS અને BRTSનાં પ્રવાસીઓને પણ પુછી શકાય છે, કોરોનાની રસી લીધી? જાણો કોર્પોરેશનનો પ્લાન

Next Article