ચમત્કાર ! ચાર માળની બિલ્ડિંગ થઈ ધરાશાયી, 30 કલાક બાદ કાટમાળમાંથી જીવતી નીકળી બાળકી

આ ઘટનામાં એક ચમત્કાર થયો હતો. આ ઘટના બાદ બિલ્ડિંગનો કાટમાળ હટાવતા 30 કલાક બાદ કર્મચારીઓને 4 મહિનાની બાળકી જીવતી મળી આવી હતી. તે ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

ચમત્કાર ! ચાર માળની બિલ્ડિંગ થઈ ધરાશાયી, 30 કલાક બાદ કાટમાળમાંથી જીવતી નીકળી બાળકી
Miracle Viral Video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 22, 2022 | 11:40 PM

Shocking Video : કુદરતી આફત  સામે માણસ લાચાર બની જતો હોય છે. તેને સહન કરવા અને તેનાથી બચવા સિવાય તેની પાસે બીજા વિકલ્પ નથી હોતો. હાલમાં મિડિલ ઈસ્ટના દેશ જોર્ડનની રાજધાની અમ્માનમાં એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેના કારણે તે બિલ્ડિંગમાં રહેતા અનેક લોકોના મોત થયા હતા. તેના અનેક વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર અપલોડ થયા હતા. આ ઘટનામાં એક ચમત્કાર થયો હતો. આ ઘટના બાદ બિલ્ડિંગનો કાટમાળ હટાવતા 30 કલાક બાદ કર્મચારીઓને 4 મહિનાની બાળકી જીવતી મળી આવી હતી. તે ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

રિપોર્ટ અનુસાર, જોર્ડનની રાજધાની અમ્માનના એક પોશ વિસ્તારમાં આ 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટનામાં 16થી વધારે લોકો ઘાયલ થયા હતા. તે દરમિયાન એક મહિલાએ જણાવ્યુ હતુ કે, તે આ ઘટના સમયે 4 મહિનાની એક બાળકીને છોડીને બહાર આવી ગઈ હતી. ઘટનાના 30 કલાક બાદ જ્યારે કોઈની પણ જીવતા બચવાની આશા ન હતી ત્યારે કાટમાળ હટાવતા સમયે કર્મચારીઓને એક બાળકીનો રડવાનો અવાજ આવ્યો. જેથી તરત રેસ્કયૂ અભિયાન ચાલુ કરવામાં આવ્યુ હતુ. કર્મચારીઓએ તે 4 મહિનાની બાળકીને બહાર નીકાળી તેની માતાને સોંપી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ બાળકીની માતા આ ઘટના પહેલા તે બાળકીને બિલ્ડિંગના બેસમેન્ટમાં છોડીને પોતે કોઈ વસ્તુનો ઓર્ડર ડિલીવર કરવા માટે જઈ રહી હતી. અને ત્યારે જ આ ઘટના બની અને બાળકી બેસમેન્ટમાં ફસાઈ ગઈ હતી. તે 30 કલાક માતા વગર, ભૂખી અને તરસતી રહી હતી. તેમ છતાં 30 કલાક બાદ ભારે કાટમાળ નીચે તેણે જીવનની જંગ જીતી લીધી હતી. આ ચમત્કારીક બચાવ બાદ તેને હોસ્પિટલ લઈ જઈ તેની તપાસ કરવામાં આવી હતી. આ ઘટનાના વાયરલ વીડિયો પર લોકો ખુબ પ્રતિક્રિયા આપી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati