Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર રમુજી વિડીયો વાયરલ થતા રહે છે, ત્યારે તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને તમે ‘સુપર ફની’ (Super Funny)પણ કહી શકો છો કારણ કે તેને જોયા બાદ તમે ચોક્કસપણે હાસ્ય રોકી શકશો નહીં. આ વિડીયો એટલો રમુજી છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે અને તેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળે છે કે,એક વ્યક્તિ કારનો દરવાજો ખોલીને ઉભો છે, ત્યાં તેની પત્ની આવે છે અને આગળની સીટ પર બેસી જાય છે,પણ બાદમાં વીડિયોમાં એક ટ્વિસ્ટ (Twist)આવે છે અને પતિ દિમાગ લગાવીને તેની પત્નીને બેવકુફ બનાવે છે.આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
View this post on Instagram
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ કારની બહાર ઉભો છે, પરંતુ તેની પત્ની આવતા જ તે ગભરાઈ જાય છે. તે આવતાની સાથે જ તે કારનો દરવાજો ખોલે છે, જ્યાં સુધી પત્ની આગળની સીટ પર બેસે ત્યાં સુધી તે પાછળની સીટનો દરવાજો ખોલે છે જ્યાંથી એક છોકરી બહાર આવતી જોવા મળી રહી છે. જો કે આ ઉતાવળમાં છોકરી સેન્ડલ ભુલી જાય છે,ત્યારે તે વ્યક્તિ તેના સેન્ડલ ફેંકતો જોવા મળી રહ્યો છે.આ વિડીયોમાં આશ્ચર્યજનક બાબત એ છે કે સામે બેઠેલી પત્નીને આ ઘટનાની જાણ પણ નહોતી.
તમને જણાવી દઈએ કે,આ વિડીયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને વ્યૂઝ (Comments) મળ્યા છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે,જેમાં એક યુઝર્સ લખ્યું કે ભાઈ! જીંદગી હોય તો આવી, જ્યારે અન્ય યુઝર્સ લખ્યું કે, માણસનું ભાગ્ય અને સમય જબરદસ્ત હતો કે તે બચી ગયો.
આ પણ વાંચો: Video : નાના ભાઈ-બહેનની જોડીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ખુશ !
આ પણ વાંચો: Viral Video : એક વ્યક્તિ રેલવે ટ્રેક પર બેહોશ થઈને પડી ગયો, પછી જે થયુ એ જોઈને તમે પણ થઈ જશો આશ્વર્યચકિત !