AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ઘોડી પર નહીં પણ ડોલીમાં લગ્ન કરવા પહોંચ્યો વરરાજા, તમે પણ જોવો આ ખાસ એન્ટ્રીનો વીડિયો

વાયરલ થઈ રહેલા આ અનોખા વીડિયોમાં વરરાજા ડોલીમાં બેસીને લગ્ન સમારોહમાં જતો જોવા મળે છે, જે સાવ અલગ બાબત છે. આપણે જોઈએ છીએ કે વરરાજા ઘોડી લઈને લગ્ન કરવા જાય છે. પણ આ કંઈક અલગ છે.

Viral Video: ઘોડી પર નહીં પણ ડોલીમાં લગ્ન કરવા પહોંચ્યો વરરાજા, તમે પણ જોવો આ ખાસ એન્ટ્રીનો વીડિયો
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 2:04 PM
Share

આજકાલ કેટલાક લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કેટલીક વિચિત્ર રીતો અપનાવતા જોવા મળે છે. આવા જ એક મામલામાં ઉત્તર પ્રદેશના બારાબંકીના સિરૌલીગૌસપુર તહસીલ વિસ્તારના ખોખરપુર ગામમાં એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઘણા દાયકાઓ પછી વરરાજા પાલખીમાં બેસીને લગ્ન કરવા જતો જોવા મળ્યો છે. વરરાજાએ તેના લગ્નમાં તે પરંપરાને પુનર્જીવિત કરવાનું વિચાર્યું, જેના મુજબ વરરાજા પાલખીમાં બેસીને લગ્ન કરવા તેના સાસરે જાય છે.

આ પણ વાચો: Viral Video : આ જ અસલી હેવી ડ્રાઈવર છે બે પૈડાં પર આ રીતે ચલાવ્યું ટ્રેક્ટર, લોકોએ કહ્યું  Great Indian Jugaad

દરેક વ્યક્તિ જાણે છે કે ડોલી લગ્નનું ગૌરવ હતું. પહેલાના લગ્નોમાં વરરાજા ડોલીમાં બેસીને સાસરે જતો અને એ જ ડોલીમાં તેની કન્યાને પરણાવીને ઘરે પરત ફરતો. તમે ફિલ્મોમાં પણ આવા ઘણા દ્રશ્યો જોયા હશે, જ્યાં લગ્નમાં કન્યાની વિદાય ડોલીમાં બતાવવામાં આવે છે.

હવે તો શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ ડોલીની પરંપરા લગભગ ખતમ થઈ ગઈ છે, પરંતુ આ દરમિયાન બારાબંકીમાં યોજાયેલા લગ્નમાં આ લુપ્ત થતી પરંપરા ફરી જીવંત થતી જોવા મળી છે અને તેથી આ લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યા છે. આ લગ્નમાં વરરાજા દુલ્હનને લેવા તેના સાસરે ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા દ્વારા સામે આવ્યો છે.

ડોલી બારાત સાથે સાસરે પહોંચ્યા વરરાજા

જણાવવામાં આવી રહ્યું છે કે, ડોલીની પરંપરાને અનુસરીને વરરાજા લગ્ન કરવા માટે 5 કિલોમીટર દૂર પાલખીમાં બેસીને તેના સાસરે પહોંચ્યો હતો. આ ડોલી જે પણ રસ્તેથી પસાર થઈ, લોકોની નજર તેના પર ટકેલી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, લગ્ન બાદ દુલ્હન પણ આ ડોલી પર બેસીને તેના સાસરે પહોંચી હતી, જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

વીડિયો જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ

લોકો ડોલીમાં બેઠલા દુલ્હા સાથે ફોટા પડાવવા લાગ્યા હતા. મોબાઇલમાં વીડિયો પણ ઉતારતા હતા. વડિલોએ પણ ખૂબ વર્ષો પછી ડોલી જોઈ હતી. ૪૦થી ૫૦ વર્ષ પછી આસપાસના લોકોએ લગ્નમાં ડોલી જોઇ હતી. પાલખીમાં બેઠેલા દુલ્હા અને દુલ્હનનો વીડિયો જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. લગ્નને અનોખા અને યાદગાર બનાવવા માટેનો આ આઇડિયા સફળ રહયો હતો. જોત જોતામાં ડોલી વિદાય ચર્ચાનો વિષય બની હતી.

g clip-path="url(#clip0_868_265)">