Viral Video: લગ્નમાં મોંઘી ભેટ જોઈ વરરાજા થયા ગુસ્સે, ગિફ્ટ લેવાની ના પાડી દેતા વીડિયો થયો વાયરલ
વરરાજાનો આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.5 મિલિયન વખત જોવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એવા વીડિયો પણ જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આજકાલ આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક લગ્ન સાથે સંબંધિત છે, જેમાં વરરાજા મોંઘી ગિફ્ટ જોઈને સ્પષ્ટ શબ્દોમાં લેવાની ના પાડી દે છે.
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે લગ્નમાં વિવિધ પ્રકારની ગિફ્ટ જોઈને વર કે મહેમાનો ખૂબ ખુશ થઈ જાય છે. જો તે ગિફ્ટ મોંઘી હોય તો ચહેરા પર એક અલગ જ ચમક આવી જાય છે, પરંતુ આ વીડિયોમાં મોંઘી ગિફ્ટ જોઈને વરરાજા થોડા ગુસ્સે થઈ જાય છે અને તેને લેવાની ના પાડી દે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.
View this post on Instagram
વરરાજાનો વીડિયો વાયરલ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર-કન્યા મંડપમાં બેઠા છે અને આ દરમિયાન વરરાજા પાછળ ફરીને એક મહિલા સાથે વાત કરી રહ્યો છે. વાસ્તવમાં તે મહિલા વરરાજાને કંઈક ગિફ્ટ કરી રહી છે, જે ખૂબ જ મોંઘી છે, આવી સ્થિતિમાં વરરાજા તેને લેવાની ના પાડી દે છે. તે કહે છે કે ‘બહેન, મારે આ ભેટ નથી લેવી’.
તમે સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના વીડિયો જોયા જ હશે, જેમાં સામાન્ય રીતે વરરાજા ભેટમાં ખૂબ જ ખુશ હોય છે, પરંતુ આ વીડિયોમાં દેખાતો વર ખરેખર એક સજ્જન છે. તેને ભેટનો કોઈ લોભ નથી, તેથી જ તેણે તે લેવાની ના પાડી, જ્યારે મહિલા તેને બળપૂર્વક આપવા માંગતી હતી. વરની આ વાત ખરેખર હૃદય સ્પર્શી છે.
આ શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર classypeepsofpakistan નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.5 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 96 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.
વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
વીડિયો જોયા પછી, લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘વરરાજા ખરેખર ખુબ સારો છે તેમજ કોઈ કહી રહ્યું છે કે બીજા લોકોએ પણ આ વરરાજા પાસેથી કઈક શીખ લેવી જોઈએ અને મોંઘી ગિફ્ટની કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ. તેમને ખુશ થવું જોઈએ કે તેના માતા-પિતાએ તેમને તેમની સૌથી મોંઘી ગિફ્ટ તેમની દિકરી આપી છે અને તેની સરખામણી અન્ય કોઈ ગિફ્ટ સાથે ન થઈ શકે. અન્ય એક યુઝરે લખ્યું કે આવા છોકરા લાખોમાં એક હોય છે.