AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Viral video : વાનરે તેના સાથી વાનરનો કર્યો મેકએપ, વીડિયો જોયા પછી લોકોએ પૂછ્યું – શું તે બ્યુટિશિયન છે?

Funny Viral video : આ ફની વીડિયોને IFS ઓફિસર ગીતાંજલિ કે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'એક નેત્ર ચિકિત્સક અથવા બ્યુટિશિયન...'. માત્ર 23 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 59 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Funny Viral video : વાનરે તેના સાથી વાનરનો કર્યો મેકએપ, વીડિયો જોયા પછી લોકોએ પૂછ્યું - શું તે બ્યુટિશિયન છે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 8:53 AM
Share

ક્યારેક સોશિયલ મીડિયા પર આવા વીડિયો જોવા મળે છે, જેને જોઈને ચહેરા પર સ્મિત આવી જાય છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમે વાંદરાઓને ખૂબ કૂદતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય વાંદરાને મેકઅપ કરતા જોયા છે? હા, આ વીડિયોમાં પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે, જેને જોઈને લોકો હસી રહ્યા છે.

આ પણ વાંચો : Monkey Attack Viral Video : બાંદાનો નસેડી વાંદરો ! બોટલ છીનવીને પીવે છે દારૂ, દાદાગીરીમાં બાળકોને પણ આપે છે મ્હાત

તમે પ્રાણીઓ સાથે જોડાયેલા ઘણા વીડિયો જોયા હશે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ થતા હોય છે. ક્યારેક સિંહોના શિકારને લગતા વીડિયો તો ક્યારેક બે વાઘ વચ્ચેની લડાઈના વીડિયો. વાંદરાઓ વચ્ચે ક્યારેક લડાઈ પણ થતી જોવા મળે છે, પરંતુ તમે ક્યારેય વાંદરાને મેક-અપ કરતા નહીં જોયા હશે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વાંદરાઓ લોકોનો સામાન છીનવીને ભાગી જાય છે, પરંતુ અહીં એક અલગ જ લેવલનો નજારો જોવા મળે છે, જે જોઈને કોઈ પણ ચોંકી જશે.

વીડિયો જુઓ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વાનર લીલા પાંદડાની મદદથી સાથી વાનરનો મેકઅપ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પછી તે તરત જ પાન બદલી નાખે છે અને લાલ રંગનું પાન લઈને વાંદરાની આંખમાં કાજલ નાખવાનું નાટક કરવા લાગે છે. આ દરમિયાન બંને વાંદરાઓની ગંભીરતા સ્પષ્ટ થાય છે. તેઓ મેક-અપ દરમિયાન ગંભીર રહે છે જાણે કે ખરેખર મેક-અપ થઈ રહ્યો હોય અને તેમાં કોઈ ભૂલને અવકાશ નથી.

આ ફની વીડિયોને IFS ઓફિસર ગીતાંજલિ કે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક નેત્ર ચિકિત્સક અથવા બ્યુટીશિયન.. છતાં ખૂબ જ કુશળ’. માત્ર 23 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 59 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક કરીને અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે આ એક શાનદાર વીડિયો છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે ‘હું અહીં કહેવા માંગુ છું કે તેમની યાદશક્તિ એક સ્વસ્થ માનવીની યાદશક્તિ જેટલી હોય છે’.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આવી રીતે શરૂ થતો હનીટ્રેપનો કાંડ, જુઓ Video
આવી રીતે શરૂ થતો હનીટ્રેપનો કાંડ, જુઓ Video
સુરતમાં દીવાલ ધરાશાયી થવાના મામલે એક્શન મોડમાં તંત્ર, જુઓ Video
સુરતમાં દીવાલ ધરાશાયી થવાના મામલે એક્શન મોડમાં તંત્ર, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">