ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ ટ્વિટર પર વેચી રહ્યા છે ચંપલ! Viral Photo જોઈ લોકોએ આપી આવી પ્રતિક્રિયા
થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ક્રિકેટ એમ્પાયરનો ફોટો વાયરલ થયો હતો.જેમાં તે બૂટ-ચંપલ વેચતા દેખાય છે. કઈક આવો જ કિસ્સો ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) વકીલ સાથે બન્યો છે.
કહેવાય છે કે વ્યક્તિનો સમય બદલાતા વાર નથી લાગતી.સોશિયલ મીડિયાની મદદથી એવા અનેક લોકો વિશે જાણવા મળે છે, જેઓ એક સમયે ખુબ જ સફળ હતા અને તેમની પાસે પૈસાની પણ અછત ના હતી પણ એક સમય એવો આવે છે કે તેમને કાળી મજૂરી કરવી પડે છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ક્રિકેટ એમ્પાયરનો ફોટો વાયરલ થયો હતો. જેમાં તે બૂટ-ચંપલ વેચતા દેખાય છે. કઈક આવો જ કિસ્સો ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) વકીલ સાથે બન્યો છે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ રુડી ગિયુલિયાનીના (Rudy Giuliani) સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરાયેલ એક ટ્વીટ વાયરલ થઈ છે. તેમણે સોશિયલ મીડિયા યુઝર્સને પણ ચોંકાવી દીધા છે.
કોણ છે રુડી ગિયુલિયાની?
રૂડી ગિયુલિયાની એક સમયે ન્યૂયોર્કના ટોચના અભિયોજક (Prosecutor) અને શહેરના મેયર હતા. ડિસેમ્બર 2019માં યુક્રેન પાસેથી રાજકીય મદદ લેવા બદલ તેમના પર મહાભિયોગ કરવામાં આવ્યો, ત્યારે તે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ પણ હતા.
રુડી ગિયુલિયાનીની વાયરલ ટ્વીટ
Great products at reasonable prices. Use code Rudy for additional savings pic.twitter.com/O6EvkxHRt8
— Rudy W. Giuliani (@RudyGiuliani) July 1, 2022
ટ્વીટમાં એક વેબસાઈટ પર ડિસ્કાઉન્ટ કિંમતે ચંપલ અને સેન્ડલ વેચવામાં આવી રહ્યા છે અને યુઝર્સને ત્યાંથી ખરીદવાની વિનંતી કરવામાં આવી છે. રુડી ગિયુલિયા એ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘વાજબી કિંમતે ઉત્તમ ઉત્પાદન.’ વધારાની બચત માટે કોડ રૂડીનો ઉપયોગ કરો. તેમનું આ પ્રમોશનલ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
આ ‘પ્રમોશનલ ઑફર’ પ્રમાણે નવા સેન્ડલ $79.98ની નિયમિત કિંમતને બદલે $49.98માં ઉપલબ્ધ છે. હવે ટ્વિટર યુઝર્સ રુડી ગિયુલિયાની દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ જોઈને ચોંકી ગયા છે. રુડી ગિયુલિયાની દ્વારા આવી ટ્વિટ કેમ કરવામાં આવી, તેના વિશે જાણકારી નથી મળી શકી. પરંતુ, યુઝર્સ આ પોસ્ટને લઈને તેમનો મજાક પણ ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ‘હું માની નથી શકતો કે આ વ્યક્તિ ન્યૂયોર્કનો મેયર હતો’, જ્યારે ઘણા યુઝર્સ એ સમજવામાં અસમર્થ છે કે આ પોસ્ટ સાચે મુકવામાં આવી છે કે પછી તે કોઈ પ્રકારની મજાક છે.