જૂઠ બોલે કૌઆ કાટે’….સંસદની બાહર રાઘવ ચઢ્ઢાના માથે ચાંચ મારી ઉડી ગયો કાગડો, Photos થયા Viral
આમ આદમી પાર્ટીના અન્ય સાંસદ તેનું નામ રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સભ્ય છે. રાઘવ ચઢ્ઢા પણ સંસદ સત્રમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે ગૃહની અંદર પણ અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. જો કે, રાઘવ ચઢ્ઢા સાથે સંસદ સંકુલમાં એક રમુજી ઘટના બની. જેના ફોટો હવે ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સંસદ પરિસરમાં એક મજેદાર ઘટના બની હતી. રાઘવ જ્યારે સંસદમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે કાગડાએ તેમના પર હુમલો કર્યો હતો અને ચાચ મારીને ઉડી ગયો હતો. રાઘવ આ સમયે ફોન પર વાત કરી રહ્યા હતા અને અચાનક ઉડીને આવેલા કાગડાએ રાઘવના માથે જોરથી ચાચ મારી અને તરત ઉડી ગયો હતો. જેના ફોટા હવે વાયરલ થઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને સોશિયલ મીડિયા યુઝર્સ પણ જૂની કહેવત મુજબ ‘જૂઠ બોલે કૌઆ કાટે’ સાથે જોડીને આનંદ માણી રહ્યા છે.
રાઘવ ચઢ્ઢા સાથે સંસદ પરિસરમાં બની રમુજી ઘટના
આમ આદમી પાર્ટીના અન્ય સાંસદ તેનું નામ રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સભ્ય છે. રાઘવ ચઢ્ઢા પણ સંસદ સત્રમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે ગૃહની અંદર પણ અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. જો કે, રાઘવ ચઢ્ઢા સાથે સંસદ સંકુલમાં એક રમુજી ઘટના બની. જેના ફોટો હવે ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.
AAP MP @raghav_chadha was attacked by a crow in the Parliament complex, this is the level of #AAPtards even Crows are not sparing them 😅🤣😂 pic.twitter.com/u5lGzBT7Bx
— Aalok Pradhan (@Aalok_Pradhan) July 26, 2023
V
કાગડો ચાચ મારીને ઉડી ગયો
બન્યું એવું કે રાઘવ ચઢ્ઢા સંસદ ભવનના પરિસરમાં ફરતા સમયે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. ફોન પર વાત કરતી વખતે એક કાગડો આવ્યો અને તેના માથા પર અથડાયો અને ચાલ્યો ગયો. આ સમગ્ર ઘટના સંસદ પરિસરમાં જ પોસ્ટ કરાયેલ પીટીઆઈના ફોટો જર્નાલિસ્ટ શાહબાઝ ખાનના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
રાઘવ ચઢ્ઢા પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા
झूठ बोले कौवा काटे 👇
आज तक सिर्फ सुना था, आज देख भी लिया कौवे ने झूठे को काटा ! pic.twitter.com/W5pPc3Ouab
— BJP Delhi (@BJP4Delhi) July 26, 2023
રાઘવ ચઢ્ઢા પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા છે. તેઓ રાજ્યસભાના સૌથી યુવા સાંસદ પણ છે. રાઘવ ચઢ્ઢાએ અણ્ણા આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. નેતાની સાથે રાઘવ ચઢ્ઢા પણ સીએ છે. 22 વર્ષની ઉંમરે, તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરવાનું લાઇસન્સ મેળવ્યું.
સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. મણિપુરમાં હિંસાને લઈને સમગ્ર વિપક્ષ કેન્દ્ર સરકાર અને ભાજપ પર હુમલાખોર તરીકે જોવામાં આવે છે. મણિપુર મામલે ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ખુલાસો માંગવામાં આવી રહ્યો છે. આ માંગને લઈને હંગામો મચાવનાર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સમગ્ર સત્ર માટે હાંકી કાઢવામાં આવ્યા હતા. આ પછી સંજય સિંહ સંસદ પરિસરમાં જ ધરણા પર બેસી ગયા છે. અન્ય પક્ષોના નેતાઓએ પણ AAP સાંસદ સંજય સિંહના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો.