AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખલાની આટલી ખતરનાક લડાઈ તમે ક્યારેય નહીં જોઈ હોય ! જુઓ Viral Video

હાલ આખલાઓનો એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને વચ્ચે ખતરનાક લડાઈ થઈ રહી છે, જેને જોઈને કોઈ પણ કંપી જશે. સ્થિતિ એ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આખલાની આટલી ખતરનાક લડાઈ તમે ક્યારેય નહીં જોઈ હોય ! જુઓ Viral Video
Bull Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 4:10 PM
Share

સોશિયલ મીડિયાની દુનિયા પણ ઘણી વિચિત્ર છે. અહીં તમને દરેક ક્ષણે એકથી એક ફની વીડિયો જોવા મળશે. જ્યાં કેટલાક ફની વીડિયો જોયા પછી તમે હસીને લોટપોટ થઈ જશે. તો કેટલાક વીડિયો જોઈને ચોંકી જશે. જ્યારે કેટલાક વીડિયો એવા પણ હોય છે જેને જોઈને યુઝર્સ દંગ રહી જાય છે. હાલ આખલાઓનો એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને વચ્ચે ખતરનાક લડાઈ થઈ રહી છે, જેને જોઈને કોઈ પણ કંપી જશે. સ્થિતિ એ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarati Video : બેવડી ઋતુના પગલે રાજકોટમાં વકર્યો રોગચાળો, સપ્તાહમાં તાવ, શરદી, ઝાડા ઉલટીના 500થી વધુ કેસ નોંધાયા

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ચોંકાવનારા વીડિયો પણ શેર કરવામાં આવતા રહે છે. કેટલાક વીડિયો ખુબ ક્યૂટ હોય છે જે જોઈને લોકો પોતાનું દિલ હારી જતા હોય છે. આ વાયરલ વીડિયોમાં બે આખલા વચ્ચે ખતરનાક લડાઈ ચાલી રહી છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે બે આખલા રસ્તાની વચ્ચે લડાઈ કરી રહ્યા છે.

પહેલા તો બંને વચ્ચે આમને સમામને લડાઈ થાય છે. પરંતુ, એક આખલો ખૂબ જ આક્રમક બની જાય છે અને બીજા પર હુમલો કરવાનું શરૂ કરે છે. પહેલા તે તેને દોડાવે છે, પછી તે તેને ઉપાડે છે અને ગાડી પર ફેંકી દે છે. માર મારતા તે તેને બાઇક પર લઈ જાય છે અને પછી જે થાય છે તે જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. તો જુઓ આ ખતરનાક વીડિયો.

આખલાની લડાઈનો વાયરલ વીડિયો

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ ખતરનાક વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘m.r.salmankhan_09’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે હજારો લોકોએ તેને પસંદ કર્યો છે. આ વીડિયો પર કેટલાક લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">