દુનિયામાં એક કરતાં વધારે એવા કલાકાર છે, જે પોતાની કળાથી લોકોને ચોંકાવી દે છે. કાગળના પાના પર પણ વ્યક્તિનો ચોક્કસ ચહેરો બનાવવામાં કલાકારને પરસેવો વળી જાય છે, આવી સ્થિતિમાં, કલ્પના કરો કે વૃક્ષના પાંદડા પર કોઈનું ચિત્ર બનાવી શકાય. આસામમાં રહેતા એક કલાકારે કંઈક આવું જ કર્યું છે, જેના હવે આખી દુનિયાના લોકો વખાણ કરી રહ્યા છે. બિશાલ ડેકા નામના આ કલાકારે પીપળના પાન પર નાગાલેન્ડના ઉચ્ચ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી તેમજેન ઈમ્ના અલોંગની સુંદર તસવીર બનાવી છે, જેના મંત્રી ફેન બની ગયા છે.
મંત્રી તેમ્જેન ઈમ્નાએ પોતે પોતાના ટ્વિટર પર તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘આ ખૂબ જ સુંદર છે! આ સુંદર અને મનમોહક કલા માટે વિશાલ ડેકાનો આભાર! મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે, આ પેઇન્ટિંગ પીપળના પાન પર બનાવવામાં આવ્યું છે. તેની સર્જનાત્મકતાની પ્રશંસા કરવી જ જોઇએ. તસવીરો સિવાય તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે કલાકારે પીપળના ઝાડમાંથી એક પાન તોડીને તેના પર મંત્રી તેમજેન ઈમ્નાની સુંદર તસવીર બનાવી છે. આ એક એવી પેઇન્ટિંગ છે, જેને જોઈને કોઈપણ મંત્રમુગ્ધ થઈ જાય છે. મંત્રી તેમ્જેન ઇમ્ના આ પેઇન્ટિંગથી એટલા પ્રભાવિત થયા છે કે, તેમણે ટ્વિટર પર તેને પોતાનો ડીપી બનાવી દીધો છે.
As a token of love and appreciation, I will be using it as my DP! https://t.co/3ribR7LWBX pic.twitter.com/ubIkXiyJN0
— Temjen Imna Along (@AlongImna) November 14, 2022
આ તસવીરોને હજારો લાઈક્સ મળી છે, તો વીડિયો પણ હજારો વખત જોવામાં આવ્યો છે, જ્યારે લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે, આ પેઇન્ટિંગ ખૂબ જ અદભુત છે તો કેટલાક મંત્રીને ક્યૂટ કહી રહ્યા છે.
એક યુઝરે કલાકારની સર્જનાત્મકતાને ‘અસાધારણ ટેલેન્ટ’ ગણાવી છે, જ્યારે અન્ય એક યુઝરે મંત્રી વિશે લખ્યું છે કે, ‘તમે માત્ર એક માણસ જ નથી, તમે એક મહાન માણસ છો’. એ જ રીતે બીજા ઘણા યુઝર્સે અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી છે અને કેટલીક કોમેન્ટ્સ ખૂબ જ ફની પણ છે.