કુદરતનો અદ્ભૂત નજારો ! ભારે વરસાદ બાદ એકાએક સર્જાયા થંડરસ્ટ્રોમના દ્રશ્યો, જુઓ Viral Video

|

Aug 06, 2023 | 12:18 PM

વીજળીનો અદભૂત નજારો કેમેરામા કેદ થયો છે અને જેને જોઈને તમે ચોંકી જશો, કારણ કે તે એક એનિમેટેડ 3D શો જેવો લાગી રહ્યો છે, અને આ વીડિયો ખુબ જ સુંદર છે

કુદરતનો અદ્ભૂત નજારો ! ભારે વરસાદ બાદ એકાએક સર્જાયા થંડરસ્ટ્રોમના દ્રશ્યો, જુઓ Viral Video
Amazing view of nature

Follow us on

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આ દિવસોમાં સતત વરસાદ સાથે જોડાયેલા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે તેને જ લગતો એક વીડિયો હાલમાં જ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે,

જેમાં વીજળીનો અદભૂત નજારો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે અને જેને જોઈને તમારી આંખો પર વિશ્વાસ નહી થાય અને તમે ચોંકી જશો, કારણ કે તે એક એનિમેટેડ 3D શો જેવો લાગે છે, અને આ વીડિયો એટલો સુંદર છે અને વીડિયોમાં સર્જાયેલા નયનરમ્ય દ્રશ્ય ખરેખર અદભૂત છે.

Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત

આ પણ વાંચો:Viral Video: હવે માર્કેટમાં આવ્યુ ‘લપ્પુ સા સચિન’નું નવું ગીત, સોશિયલ મીડિયા પર જબરદસ્ત થઈ રહ્યું છે વાયરલ

વીજળીના આવા દ્રશ્યો તમે નહી જોયા હોય

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે તે વિસ્તારમાં વાવાઝોડા દ્રશ્યો સર્જાયા છે. 9 સેકન્ડનો આ વીડિયો ટ્વિટર પર માસિમો નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાત્રિનો નજારો છે અને એક પહાડ દેખાઈ રહ્યો છે. થોડીવારમાં આ પર્વતની ટોચ પરથી એક પ્રકાશ દેખાય છે. વાસ્તવમાં, આ પ્રકાશ બીજું કંઈ નથી પરંતુ વીજળીનો ઝબકારો છે. આ પર્વતની બરાબર ઉપર એક વાદળ છે અને વાદળોમાંથી જ વીજળીનો જબરદસ્ત ચમકારો થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈને આ લાઈટનિંગ લાઈટિંગ શો જેવી લાગે છે, જે ક્યારેક ઝાડ જેવો આકાર બનાવી રહી છે તો ક્યારેક લાઈટની જેમ ચમકી રહી છે. આ વિડિયો જોઈને તમારી આંખો ચોક્કસ ચમકી ગઈ હશે.

વીજળીના ચમકારાના અદ્ભુત દ્રશ્યનો વાયરલ

વીજળીનો આ વીડિયો ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને 54 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, હજારો લોકોએ આ વીડિયોને રીટ્વીટ પણ કર્યો. કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ કુદરતનો અનોખો નજારો છે તો કેટલાક લોકોએ આ વીડિયોને અદ્ભુત પણ ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે, પહાડી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે અને વાદળ ફાટવા અને વીજળી પડવા જેવી ઘટનાઓ સામાન્ય છે, પરંતુ આ વીજળી જે રીતે ચમકી રહી છે તે ખરેખર આશ્ચર્યજનક છે અને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article