OMG: કરોડપતિ કબુતરો, જેની પાસે 20 કરોડની જમીન અને 30 લાખનું બેંક બેલેન્સ, જાણો કેમ?

OMG: કબુતરોના ભાડુઆત પણ છે તેમને ભાડું અને જમીનની આવકથી ધર્મ-કર્મ સાથે જોડાયેલું કામ પણ થાય છે. કરોડપતિ હોવાની સાથે કબુતર સૌથી મોટા દાનવીર પણ છે.

OMG: કરોડપતિ કબુતરો, જેની પાસે 20 કરોડની જમીન અને 30 લાખનું બેંક બેલેન્સ, જાણો કેમ?
OMG Millionaire Pigeon, who owns land worth Rs 20 crore and a bank balance of Rs 30 lakh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 9:46 PM

OMG: રાજસ્થાનમાં એક અનોખું નગર છે, જ્યાં કરોડપતિ કબુતરો (Millionaire pigeons) રહે છે, અહીં દુનિયાના સૌથી અમીર કબુતરો વસવાટ કરે છે. આ કબુતરોના નામે અંદાજે 366 વીઘા જમીન છે. જેની કિંમત 20 કરોડ રુપિયાથી પણ વધુ છે. કબુતરોના નામે મકાન અને દુકાનો પણ છે. મનુષ્યએ કરોડપતિ બનવું સામાન્ય વાત કહી શકાય, પરંતુ કોઈ પક્ષીઓ કરોડપતિ બને તે સામાન્ય વાત નથી. કબુતરોના નામે બેંક બેલેન્સ, મકાન, દુકાન પણ છે. તેમજ પીન નંબર પણ છે.

કબુતરોના ભાડુઆત પણ છે તેમને ભાડું અને જમીનની આવકથી ધર્મ-કર્મ સાથે જોડાયેલું કામ પણ થાય છે.આ કરોડપતિ કબુતરો (Millionaire pigeons) રાજસ્થાનના બીજા સૌથી મોટા શહેર જોધપુરથી 90 કિલોમીટર દુર અસોપ નગરમાં રહે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રજવાડાના કાળમાં આસોપના કેટલાક અમીર લોકો જેમનો કોઈ વારસદાર જ ન હતા. તેમણે પોતાની જમીન કબુતરોના નામે લખી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ કબુતરોની દેખરેખ માટે એક ટ્રસ્ટ પણ બનેલું છે, જે સમગ્ર આવકનો હિસાબ રાખે છે. ટ્રસ્ટ દર વર્ષ જમીનને ખેતી માટે ભાડે આપે છે. તેમાંથી થયેલી આવકમાંથી કબુતરો માટે ખોરાક ખરીદવામાં આવે છે.

100 વર્ષ જૂની કબુતરાન કમિટી

આપને જણાવી દઈએ કે અસોપ નગરની યુકો બેંક (UCO Bank)શાખામાં કબુતરોના નામે અંદાજે 30 લાખથી વધુ રકમ જમા છે. આ સિવાય કબુતરોના નામે નગરમાં ત્રણ પાક્કી દુકાનો પણ છે. અસોપમાં આ કબુતરો માટે કામ કરનારી 100 વર્ષ જુની કબુતરાન કમિટી પણ છે.

કબુતરોની જમીન પર કબ્જો

આરોપ એ પણ છે કે ધીમે ધીમે કેટલાક લોકો કબુતરોની જમીન પર કબ્જો કરી રહ્યા છે. ક્યારેક રસ્તાના નામ પર તો કોઈ તેમના પૂર્વજોની જમીન લઈ જમીનને જપ્ત કરી લીધી છે.

મદદગાર પણ છે આ કરોડપતિ કબુતર

કરોડપતિ હોવાની સાથે કબુતર સૌથી મોટા દાનવીર પણ છે. જણાવવામાં આવે છે કે અંદાજે 10-11 વર્ષ પહેલા દુષ્કાળના કારણે જિલ્લાના અશોક નગરના કૃષ્ણ ગૌશાળાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.ગૌશાળામાં ચારો પણ પૂર્ણ થઈ ગયો હતો. ચારો ખરીદવા માટે ગૌશાળા સમિતિની પાસે બજેટ ન હતુ. ત્યારે ગામના આ કરોડપતિ કબુતરોએ લાખો રુપિયાનું દાન આપી ગૌશાળાની મદદ કરી હતી.

સમિતિના સચિવનું કહેવુંછે કે, દેશનો આ એકમાત્ર કેસ છે કે કબુતરો કરોડોની સંપતિના માલિક છે. કબુતરોની સંપતિનો સંપુર્ણ ખ્યાલ રાખવામાં આવે છે. ગ્રામીણ ધર્મચંદ જૈનના અનુસાર કબુતરોને કરોડપતિ હોવાનું સાંભળવું અઘરું લાગે પરંતુ એ સાચું છે કે, કબુતર કરોડપતિ છે, નગરમાં વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">