AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેસેન્જરના સ્વાસ્થ્ય સાથે ચેડાં, વંદે ભારત એક્સપ્રેસમાં ફૂડ વેન્ડરની લાપરવાહી જોઈ તમે પણ ચોંકી જશો, જુઓ વાયરલ VIDEO!

પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારતમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે. પટના-ટાટા નગર વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને આપવામાં આવેલા ભોજનમાં સફેદ કીડા રગતા જોવા મળ્યા હતા.

પેસેન્જરના સ્વાસ્થ્ય સાથે ચેડાં, વંદે ભારત એક્સપ્રેસમાં ફૂડ વેન્ડરની લાપરવાહી જોઈ તમે પણ ચોંકી જશો, જુઓ વાયરલ VIDEO!
| Updated on: Mar 25, 2026 | 8:38 PM
Share

પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારતમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે. વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે લોકો હજારો રૂપિયા ખર્ચે છે, પરંતુ બદલામાં શું મળી રહ્યું છે? વાયરલ થયેલા વીડિયોમાં રેલવેની ભયાનક વાસ્તવિકતા સામે આવી છે.

રેલવેની શરમનાક લાપરવાહી: મોંઘી ટિકિટ છતાં મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં!

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મુસાફર દહીં બતાવીને ફરિયાદ કરી રહ્યો છે કે તેમાં કીડા છે. પેન્ટ્રી મેનેજરની સાથે આવેલો સ્ટાફ હસતા હસતા કહે છે કે “આ તો કેસર છે.” જ્યારે મુસાફરે બીજી થાળી બતાવી જેમાં સફેદ કીડા સ્પષ્ટપણે હલનચલન કરી રહ્યા હતા, ત્યારે સ્ટાફ પાસે કોઈ જવાબ નહોતો. રોષે ભરાયેલા મુસાફરે પૂછ્યું કે, “જો આ ખાવાથી મારું મૃત્યુ થશે તો શું રેલવે જવાબદારી લેશે?”

શું કોન્ટ્રાક્ટરોને હવે રેલવેનો ડર નથી?

આ ઘટના પાછળ રેલવે બોર્ડનો એક નવો નિર્ણય જવાબદાર હોવાનું મનાય છે. અગાઉ, ખરાબ ભોજન પીરસનાર કોન્ટ્રાક્ટરો પર ભારે દંડ ફટકારવામાં આવતો હતો. પરંતુ હવે રેલવે બોર્ડે સૂચના આપી છે કે કોન્ટ્રાક્ટરો પર દંડ ઓછો કરવો જોઈએ અને તેમને ‘ટ્રેનિંગ’ આપવી જોઈએ. જ્યાં સુધી ફૂડ પોઈઝનિંગ જેવી મોટી ઘટના ન બને ત્યાં સુધી દંડ ન ફટકારવાની આ નરમ નીતિને કારણે જ કદાચ પેન્ટ્રી સ્ટાફ હવે બેફામ બન્યો છે.

રેલવેમાં ખરાબ ભોજનની ફરિયાદ કરવાના 4 સૌથી ઝડપી રસ્તા

RailMadad’ એપ (સૌથી અસરકારક)

  • એપ ડાઉનલોડ કરી ‘Train Complaint’ સેક્શનમાં જાઓ.
  • ત્યાં ‘Catering & Vending’ વિકલ્પ પસંદ કરો.
  • તમારા ભોજનનો ફોટો અપલોડ કરો અને PNR નંબર સાથે વિગત લખો.
  • તમને તુરંત જ એક ફરિયાદ નંબર (Reference Number) મળશે અને તેનું સ્ટેટસ ટ્રેક કરી શકશો.

139 (Rail Madad Helpline)

  • કસ્ટમર કેર એજન્ટ સાથે વાત કરીને કેટરિંગની ફરિયાદ નોંધાવો.

Twitter (X) – સોશિયલ મીડિયા પાવર

  • @RailMinIndia, @IRCTCofficial અને @RailwaySeva ને ટેગ કરીને ટ્વીટ કરો.
  • ટ્વીટમાં તમારો PNR નંબર, ટ્રેન નંબર અને સીટ નંબર જરૂર લખો. ઘણીવાર આગામી સ્ટેશન પર જ અધિકારીઓ તપાસ માટે આવી પહોંચે છે.

ઈ-કેટરિંગ વેબસાઈટ (IRCTC)

  • જો તમે ઓનલાઈન ભોજન મંગાવ્યું હોય, તો તમે IRCTC ની ઈ-કેટરિંગ વેબસાઈટ અથવા એપ દ્વારા પણ રિફંડ અને ફરિયાદની માંગ કરી શકો છો.

સોશિયલ મીડિયા પર આક્રોશ

ટ્વિટર અને ફેસબુક પર યુઝર્સ પૂછી રહ્યા છે કે જો પ્રીમિયમ ટ્રેનનો આ હાલ હોય તો સામાન્ય ટ્રેનોમાં શું થતું હશે? રેલવેના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે, પરંતુ મુસાફરોમાં વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે.

રેલવેની આ ‘કેસર કે કીડા’ વાળી દલીલ મુસાફરોના જીવ સાથે રમત સમાન છે. જ્યાં સુધી કડક દંડ અને બ્લેકલિસ્ટિંગ જેવી કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી મુસાફરોને આવું જ ‘પૌષ્ટિક’ ભોજન મળતું રહેશે.

શું તમે પણ ઘરે કૂતરો પાળવાનું વિચારી રહ્યા છો? જાણી લો 2026 ના ‘મોસ્ટ પોપ્યુલર’ ડોગ બ્રીડ્સ

Follow Us
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video
રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">