AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ, આ છે મોટું કારણ

Jasprit Bumrah ruled out of Sri Lanka Test Series: શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે સીરિઝમાંથી બહાર થયો.

Breaking News : શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ, આ છે મોટું કારણ
Image Credit source: AI
| Updated on: Aug 02, 2026 | 2:06 PM
Share

Jasprit Bumrah ruled out: ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાંથી બહાર થયો છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, તેને ઘૂંટણની સમસ્યા છે. જેના કારણે શ્રીલંકા જવું મુશ્કેલ છે. આ પહેલા શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન થયું તો બુમરાહની પસંદગી કરવામાં આવી હતી.

શ્રીલંકા પ્રવાસમાંથી બહાર

ભારતીય ટીમ 4 ઓગસ્ટના રોજ શ્રીલંકા જવા રવાના થશે. આ પહેલા સમાચાર સામે આવ્યા છે. તે કોઈ મોટા ઝટકાથી ઓછા નથી. આવું એટલા માટે કારણ કે, શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ ડબલ્યુટીસીમાં પોતાનું સ્થાન મજબુત કરવાના ઈરાદા સાથે ટીમ ઈન્ડિયા માટે ખુબ જરુરી છે.

બુમરાહને ઘૂંટણની સમસ્યા

બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સની શરુઆતની તપાસમાં બુમરાહને ડાબા ઘૂંટણમાં સમસ્યા હોવાનું બહાર આવ્યું હતું, ત્યારબાદ મેડિકલ ટીમે બુમરાહને શ્રીલંકા મોકલવાને બદલે તેને ફુલ ટાઈમ રિકવરીની સલાહ આપી હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સુત્રોના જણાવ્યા મુજબ બુમરાહ માટે તેની કુલ રિકવરી જ પહેલો લક્ષ્ય છે. સુત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે હજુ અનેક સીરિઝ રમવાની છે. આગળ એશિયન ગેમ્સ છે. ન્યુઝીલેન્ડનો પ્રવાસ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી છે. જ્યાં ટીમ ઈન્ડિયાને બુમરાહની જરુર પડશે.

બુમરાહનું સ્થાન કોણ લેશે?

જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાંથી બહાર થયા બાદ હવે મોટો સવાલ એ છે કે, ટીમમાં તેનું સ્થાન કોણ લેશે. રિપોર્ટ મુજબ આકિબ નબીનું નામ આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. જે ટીમની સાથે ટ્રેનિંગ પણ કરી રહ્યા છે.આકિબ નબીએ જમ્મુ કાશ્મીર માટે ઘરેલું ક્રિકેટમાં તો સારું પ્રદર્શન કર્યું છે. હાલમાં ઈન્ડિયા એની સાથે શ્રીલંકા પ્રાસ પર રમાયેલી 2 રેડ બોલ મેચમાં તેમણે 6 વિકેટ લીધી હતી.

બુમરાહ કેવી રીતે ઈજાગ્રસ્ત થયો ?

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી વનડે સીરિઝમાં ઈજાગ્રસ્ત થયો હતો. શરુતઆની 2 મેચ રમ્યા પછી તેને ઘૂંટણમાં દુખાવો થયો હતો. ત્યારે બાદ તે ત્રીજી અને નિર્ણાયક મેચમાંથી બહાર થયો હતો. આ પહેલા અફઘાનિસતાન વિરુદ્ધ વનડે અને એકમાત્ર ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં પણ તેની હાજરી ન હતી.

શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ, આવો છે ક્રિકેટરનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">