વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ Video
વડોદરાના અકોટા વિસ્તારમાં ભારે વરસાદ બાદ મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ભય વ્યાપ્યો. ભૂવામાં ખાબકેલા શ્વાનનું ફાયરબ્રિગેડે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ભારે વરસાદ બાદ સર્જાયેલા એક મોટા ભૂવાએ સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો છે. વોર્ડ નંબર 12 ઓફિસ નજીક રસ્તો ધસી પડતા મસમોટો ભૂવો પડ્યો હતો. આ ઘટના દરમિયાન એક નિર્દોષ શ્વાન અચાનક ભૂવામાં ખાબકી ગયું હતું, જેને જોઈને આસપાસના લોકોમાં ચિંતા વ્યાપી હતી.
ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને શ્વાનને સલામત રીતે ભૂવામાંથી બહાર કાઢ્યું હતું. આ સફળ રેસ્ક્યુથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
પ્રાથમિક તપાસ અને સ્થાનિકોના મતે, ગટર અથવા પાણીની લાઈન તૂટી જવાના કારણે રસ્તા નીચેની જમીનનું ધોવાણ થયું હોવાથી આ ભૂવો પડ્યો હોવાનું મનાઈ રહ્યું છે. અકોટા વિસ્તારમાં અવારનવાર આવા ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને કારણે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રહેવાસીઓનું કહેવું છે કે વારંવારની ફરિયાદો છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. આ ઘટનાએ શહેરના માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમની ગુણવત્તા પર ફરીથી સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકો તાત્કાલિક સમારકામ અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.
રેડ એલર્ટ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’ સફળ, નર્મદામાં 72 કલાકમાં 101 સગર્ભાઓને હોસ્પિટલમાં ખસેડાઈ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

