AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંક્લેશ્વરથી વંદે ભારતમાં જીવતું હૃદય અમદાવાદ પહોંચ્યું, દર્દીને મળશે નવું જીવન, જુઓ Video

વંદે ભારત ટ્રેનથી ફરીવાર જરૂરિયાતમંદને નવું જીવન મળશે. અંક્લેશ્વરથી ટ્રેનમાં જીવતું હ્રદય અમદાવાદ લાવવામાં આવ્યું,અંકલેશ્વરમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ રોકવામાં આવી હતી. ત્રણ દિવસમાં બીજી વખત હૃદયને યુ.એન.મહેતા હોસ્પિટલ લવાયું છે.

Breaking News : અંક્લેશ્વરથી વંદે ભારતમાં જીવતું હૃદય અમદાવાદ પહોંચ્યું, દર્દીને મળશે નવું જીવન, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2026 | 2:07 PM
Share

વંદે ભારત ટ્રેનની મદદ થી ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ રોકવામાં આવી હતી. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ટીમ દ્વારા અંકલેશ્વરથી ટ્રેનમાં હૃદય અમદાવાદ લાવવામાં આવી રહ્યું છે. ડોનર હૃદયનું રિટ્રીવલ અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી કરાયું છે. ત્રણ દિવસ માં બીજી વખત હૃદયને યુ.એન.મહેતા. હોસ્પિટલ લાવવા વંદેભારત એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

3 દિવસમાં બીજી વખત વંદે ભારત બની જીવનદાતા

હોસ્પિટલ થી ગ્રીન કોરિડોર દ્વારા રેલવે સ્ટેશન સુધી હૃદય ગણતરીની મિનીટોમાં પહોંચાડાયુ હતુ. હવે અંગદાન માં મળેલા હ્રદયને ટ્રેન દ્વારા લાવીને યુ.એન.મહેતામાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. અંગદાનથી ટ્રાન્સપ્લાન્ટ સુધીનો સમય અતિ મહત્વનો હોય છે. ગણતરીના કલાકોમાં ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરવું આવશ્યક હોવાથી ઝડપી અને સમયબદ્ધ પરિવહન જીવન બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

જીવતું હ્રદય પહોંચાડાયું

મહત્વનું છે કે અગાઉ ત્રણ દિવસ પહેલા સુરતથી અમદાવાદ જીવતું હ્રદય પહોંચાડાયું હતું. અંગદાનમાં મળેલા હ્રદયને વંદે ભારત ટ્રેન દ્વારા લાવીને યુ.એન.મહેતામાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ત્યારે ફરીવાર યુએન મહેતા હોસ્પિટલ દ્વારા વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરીને ઝડપથી હ્રદય પહોંચાડવામાં આવ્યું.મહત્વનું છે કે, અંગદાનથી ટ્રાન્સપ્લાન્ટ સુધીનો સમય અતિ મહત્વનો હોય છે ત્યારે વંદેભારતની ઝડપી ગતિ અને સમયબદ્ધ પરિવહન દ્વારા હ્રદય મોકલવામાં આવતા ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે.

વંદેભારત ની તેજ ગતિની મદદથી ગુજરાતમાં ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે. યુ એન મહેતાનું 78 મુ ટ્રાન્સપ્લાન્ટ સફળ થશે.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
g clip-path="url(#clip0_868_265)">