Technology: તમારો સ્માર્ટફોન છે કિટાણુઓ અને વાયરસનું ઘર ! બિમારીઓથી બચવા ફોનને કરતા રહો સાફ
સેનિટાઈઝર અથવા જંતુનાશકનો સીધો ઉપકરણની સ્ક્રીન પર છંટકાવ કરશો નહીં, તે સ્ક્રીનને નુકસાન પહોંચાડી શકે છે. સાફ કરવા માટે, સૌપ્રથમ સ્વચ્છ અને નરમ કપડા પર જંતુનાશક છંટકાવ કરો અને પછી તમારા ફોનને તે કપડાથી સાફ કરો.
હાલના સમયમાં લોકો સ્માર્ટફોનને ત્યારે જ બાજુએ મુકે છે જ્યારે તેઓ સુઇ જાય છે. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણો સ્માર્ટફોન અને ઘણી જગ્યાએ આપણું લેપટોપ પણ આપણી સાથે લઇ જઇએ છીએ. આવી સ્થિતિમાં આ ઉપકરણોના ડિસ્પ્લે પર જંતુઓ હોય તે નક્કી છે. અમે તમારા માટે આજે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ જેને અનુસરીને તમે તમારા ફોનને સાફ રાખી શકો છો અને બીમારીઓથી પણ સુરક્ષિત રહી શકો છો.
આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણો સ્માર્ટફોન આપણી સાથે જાય છે. આવી સ્થિતિમાં આપણે આપણા સ્માર્ટફોનને કોઈપણ જગ્યાએ અડીને હાથ ધોયા વિના જ હાથમાં લઇ લઇએ છીએ અને તેને ગમે ત્યાં પણ રાખી દઇએ છીએ. જેના કારણે ઘણા કિટાણુઓ અને વાયરસ આપણા સ્માર્ટફોનમાં પોતાનું ઘર બનાવી લે છે અને પછી વાયરસ ધરાવતી સ્ક્રીનને ટચ કરીને, આપણે કોવિડ 19 જેવી ભયંકર બીમારીઓને આમંત્રણ આપીએ છીએ.
જો તમે બહારથી ઘરે પાછા આવ્યા છો, તો તમારા હાથ અને મોં ધોવાની સાથે તમારા સ્માર્ટફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોને સેનિટાઈઝ અથવા જંતુમુક્ત કરવાનું ભૂલશો નહીં. તમને યાદ હશે કે કોવિડ માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે જો તમે બહારથી આવો છો, તો તમારે તમારો સામાન, ખાસ કરીને તમારા સ્માર્ટફોનને પણ સાફ કરવો પડશે.
ફોનને સ્વચ્છ રાખવા માટે, તેને સેનિટાઇઝ કરતી વખતે ફિંગરપ્રિન્ટ્સ અને ગંદકી સાફ કરો. અને તે પછી જ જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરો. સૌપ્રથમ સ્ક્રીનને શુષ્ક અને સ્વચ્છ કપડાથી સાફ કરો અને પછી તેને ભીના કપડાથી સાફ કરો.
સફાઈ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે સેનિટાઈઝર અથવા જંતુનાશકનો સીધો ઉપકરણની સ્ક્રીન પર છંટકાવ કરશો નહીં, તે સ્ક્રીનને નુકસાન પહોંચાડી શકે છે. સાફ કરવા માટે, સૌપ્રથમ સ્વચ્છ અને નરમ કપડા પર જંતુનાશક છંટકાવ કરો અને પછી તમારા ફોનને તે કપડાથી સાફ કરો. ઉપરાંત, એ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જે 70% આલ્કોહોલ આધારિત હોય.
પ્રયાસ કરો કે જ્યારે પણ તમે તમારા સ્માર્ટફોન, લેપટોપ અથવા અન્ય કોઈપણ ઉપકરણને સાફ કરો છો, તો આ પ્રક્રિયા દરમિયાન ઉપકરણને સ્વિચ ઓફ કરી દો. ખાસ ધ્યાન રાખો કે જ્યારે ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે તેને બિલકુલ સાફ ન કરો, અન્યથા ઉપકરણમાં ભેજ આવવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે.
જો તમે સમયાંતરે તમારા સ્માર્ટફોનને સાફ કરો છો, તો તેની સાથે ફોનના કવરને પણ સાફ કરવાનો પ્રયાસ કરો. આ જરૂરી છે.
આ પણ વાંચો –
Diwali 2021: PM મોદીએ ગુજરાતીમાં કર્યું ‘નૂતન વર્ષાભિનંદન’, જો બાઈડેન સહિત વિશ્વના પ્રમુખ નેતાઓએ આપી દિવાળી શુભેચ્છા
આ પણ વાંચો –