HIV ગ્રસ્ત વ્યક્તિએ મેળવી રોગમાંથી મુક્તિ, વિશ્વમાં 10 વર્ષ પછી ‘સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ’થી નોંધાયો આ બીજો કિસ્સો
જીવલેણ બીમારી અને એક વર્ષમાં આશરે 10 લાખ લોકોનો જીવ લેનાર એઈડ્સના બિમાર લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. લંડનના એક વ્યક્તિના સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પછી તે HIVના સંક્રમણથી મુક્ત થયો હોવાની માહિતી સામે આવી છે. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પછી એઈડ્સના વાઈરસથી મુક્તિ મેળવવાનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે શંસોધન […]
જીવલેણ બીમારી અને એક વર્ષમાં આશરે 10 લાખ લોકોનો જીવ લેનાર એઈડ્સના બિમાર લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. લંડનના એક વ્યક્તિના સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પછી તે HIVના સંક્રમણથી મુક્ત થયો હોવાની માહિતી સામે આવી છે.
સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પછી એઈડ્સના વાઈરસથી મુક્તિ મેળવવાનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે શંસોધન કરનારી ભારતીય મૂળની વૈજ્ઞાનિકોની ટીમનુ રીસર્ચ નેચર જર્નલમાં પ્રકાશિત થયો હતો. આ પહેલા બર્લિનના એક દર્દી આ વાયરસથી મુક્તિ મેળવી છે. મેગેઝિન ‘નેચર’માં છપાયેલી માહિતીની મુજબ, સંશોધકોએ કહ્યું કે,એચઆઈવીથી બીમાર વ્યક્તિના મુક્તિ મેળવવાનો કિસ્સો 10 વર્ષ પહેલા સામે આવ્યો હતો. એના પછી હવે લંડનમાં આ મામલો સામે આવ્યો છે. જેમા ટ્રાન્સપ્લાન્ટના આશરે 19 મહીના પછી દર્દી વાઈરસથી મુક્ત થયો છે, અને હવે વાઈરસના કોઈ સંકેત મળી રહ્યાં નથી.
HIV ગ્રસ્ત વ્યક્તિની માહિતી જાહેર ન કરવામાં આવી નથી. પરંતુ 2003માં વ્યક્તિ HIV અને 2012માં હોજકિન લિમ્ફોમાથી પિડિત હોવાનું સામે આવ્યું હતુ. જેનુ ભાગ્યે જ મળતા આનુવંશિક પરિવર્તન ધરવાતા લોકોના સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા જે HIVને અટકાવવામાં સક્ષમ હોય છે. યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર રવીન્દ્ર ગુપ્તાએ જણાવ્યું કે, નવા દર્દીનો એન્ટિરેટ્રો વાયરલ ઉપચાર બંધ કર્યા બાદ આશરે 18 મહીના સુધી સુધારણાની તપાસ કરવામાં આવી. પ્રોફેસર ગુપ્તાએ વધુમાં કહ્યું કે, અત્યારે HIVનો એકમાત્ર ઉપચાર વાયરસને દબાવવા માટે દવા એક જ છે, જે લોકોને આજીવન લેવાની જરૂર છે.
પ્રોફેસરના કહેવા પ્રમાણે, વાયરસને અટકાવવાની રીત શોધવી એ વિશ્વની પ્રાથમિકતા છે, પરંતુ મુશ્કેલ છે, કારણ કે, વાયરસ દર્દીના સફેદ રક્ત કોશિકાઓમાં સમાઈ જાય છે. પરંતુ રીસર્ચ ટીમનું કહેવુ માનીએ તો, વૈજ્ઞાનિક એક દિવસે HIV એઈડ્સને સમાપ્ત કરવામાં સક્ષમ હશે, તેનો અર્થ એવો નથી કે એઈડ્સનો ઈલાજ મળી ગયો. રવીન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, એક જ સારવારનો ઉપયોગ કરી બીજા દર્દીને પણ છુટકારો મળ્યો છે. અમે સાબિત કર્યું કે બર્લિનના દર્દીને રાહત અપાવવી સારવારની રીત હતી. જેના આધારે બે લોકોને એચઆઈવીથી મુક્ત કરવામાં આવ્યાં છે. વધુમાં તેમનું કહેવું હતું કે, પોતાની શોધને ચાલુ રાખી, એ વાતને સમજવાની જરૂર છે કે, શુ એચઆઈવી ગ્રસ્ત લોકોમાં રિસેપ્ટરને બહાર કરી શકાય છે. જે ઉપચારની સાથે શક્ય થઈ શકે છે. પરંતુ સ્ટેમ સેલ ટ્રાન્સ્પાલન્ટથી એઈડ્સના વાયરસથી મુક્તિ મેળવવાનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે વૈજ્ઞાનિકોને સારવાર શોધવામાં મોટી મદદ મળી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]