AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૂગલ તમારી દરેક મૂવમેન્ટ પર નજર રાખે છે ? જાણો CAPTCHA પાછળનું એ રહસ્ય જે 99% લોકો નથી જાણતા !

તમે જ્યારે પણ કોઈ ફોર્મ ભરો છો કે લોગઈન કરો છો ત્યારે 'CAPTCHA' તમારી સામે આવે છે. આ માત્ર ટાઈમપાસ નથી, પરંતુ તમારી સુરક્ષા માટેની એક ડિજિટલ દીવાલ છે. જો આ ફીચર ન હોત, તો હેકર્સ અને બોટ્સ ઈન્ટરનેટને સેકન્ડોમાં બરબાદ કરી શકત. જાણો કેવી રીતે આ નાનકડો ટેસ્ટ આપણને મોટા સાયબર હુમલાઓથી બચાવે છે.

ગૂગલ તમારી દરેક મૂવમેન્ટ પર નજર રાખે છે ? જાણો CAPTCHA પાછળનું એ રહસ્ય જે 99% લોકો નથી જાણતા !
Image Credit source: AI
| Updated on: Feb 23, 2026 | 3:07 PM
Share

આજના ડિજિટલ યુગમાં આપણે દિવસભર અનેક વેબસાઈટ અને એપ્સનો ઉપયોગ કરીએ છીએ. તમે જોયું હશે કે જ્યારે પણ આપણે કોઈ સરકારી ફોર્મ ભરીએ, ટિકિટ બુક કરીએ અથવા નવા એકાઉન્ટમાં લોગઈન કરીએ, ત્યારે આપણી સામે ટેઢા-મેઢા અક્ષરો કે ફોટા ઓળખવાનો એક પડકાર આવે છે, જેને આપણે (કેપ્ચા) CAPTCHA કહીએ છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ શા માટે જરૂરી છે?

શું છે CAPTCHA નું પૂરું નામ?

CAPTCHA એટલે Completely Automated Public Turing test to tell Computers and Humans Apart. સરળ શબ્દોમાં કહીએ તો, આ એક એવો ટેસ્ટ છે જે વેબસાઈટને એ સમજવામાં મદદ કરે છે કે સામે બેઠેલી વ્યક્તિ કોઈ ‘માણસ’ છે કે ‘બોટ’ (ઓટોમેટિક સોફ્ટવેર).

કેમ જરૂરી છે આ ડિજિટલ સુરક્ષા?

ઈન્ટરનેટ પર દર સેકન્ડે લાખો ઓટોમેટેડ બોટ્સ સક્રિય હોય છે. જો CAPTCHA ન હોય, તો આ બોટ્સ નીચે મુજબની મુશ્કેલીઓ ઊભી કરી શકે છે:

  • ફેક એકાઉન્ટ્સ: બોટ્સ સેકન્ડોમાં હજારો ફેક આઈડી બનાવી શકે છે.
  • સ્પામ કોમેન્ટ્સ: વેબસાઈટ પર ખોટી જાહેરાતો અને લિંક્સનો મારો ચલાવી શકે છે.
  • સર્વર ડાઉન: એકસાથે લાખો હિટ્સ આપીને વેબસાઈટને ક્રેશ કરી શકે છે.
  • ડેટા ચોરી: તમારા પાસવર્ડ્સ ગેસ કરીને એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરી શકે છે.

નવી પેઢીના સ્માર્ટ ‘reCAPTCHA’

પહેલા માત્ર અક્ષરો લખવાના આવતા હતા, પરંતુ હવે ટેકનોલોજી બદલાઈ છે. હવે માત્ર ‘I am not a robot’ પર ક્લિક કરવાથી પણ કામ થઈ જાય છે. ગૂગલનું નવું સિસ્ટમ તમારા માઉસની મૂવમેન્ટ અને ક્લિક કરવાની સ્ટાઈલ પરથી સમજી જાય છે કે તમે માણસ છો. ઘણીવાર ટ્રાફિક સિગ્નલ કે બસના ફોટા પસંદ કરવાનું કહેવામાં આવે છે, જે મશીન માટે સમજવું મુશ્કેલ હોય છે.

શું તે હેરાનગતિ છે?

ચોક્કસ, વારંવાર CAPTCHA ભરવો કંટાળાજનક હોઈ શકે છે. પરંતુ યાદ રાખો, આ નાનકડી પ્રક્રિયા વગર ઈન્ટરનેટ સાયબર ગુનેગારોનો અડ્ડો બની જશે. તે તમારી બેંકિંગ વિગતો, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.

T20 World Cup : 41 માંથી 12 વખત… ઓફ-સ્પિનરના ‘જાદુ’માં ફસાઈ ટીમ ઈન્ડિયા! 5 મેચમાં જ ખુલી ગયું આખું રહસ્ય, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">