ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડ 2 પોઇન્ટથી પણ કામ કરી શકે છે, તો પછી ત્રીજા મોટા છિદ્રની કેમ છે જરૂર ? જાણો અહી…
Tech Knowledge: આપણે બધાએ આપણા ઘરોમાં હાજર ઇલેક્ટ્રિક સોકેટમાં 3 અથવા 5 છિદ્રો જોયા છે. હવે તમને થશે કે માત્ર બે છિદ્ર દ્વારા પણ ફોન ચાર્જ થાય છે, અથવા અલગ અલગ ઉરકરણો વપરાશ કરી શકાય છે તો, મોટુ છિદ્ર શા માટે હોય છે. તેની જરૂરીયાત શું ?
Tech Knowledge : નાના અને મોટા તમામ ઘરોમાં ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડ હોય છે. પંખો, લાઈટ, કુલર, એસી, ફોન ચાર્જ જેવી વસ્તુઓ તેમના વગર ઉપયોગ થઈ શકતી નથી. સ્વીચ બોર્ડમાં સોકેટ્સ અને બટનો હોય છે. તમે જોયું જ હશે કે સોકેટમાં 3 કે 5 હોલ હોય છે. તળિયે 2-2 છિદ્રો અને ટોચ પર એક મોટું છિદ્ર છે. તળિયાના 2 હોલમાંથી એકમાં કરંટ વહે છે અને બીજુ ન્યુટ્રલ રહે છે. હવે તમને થશે કે માત્ર બે છિદ્ર દ્વારા પણ ફોન ચાર્જ થાય છે, અથવા અલગ અલગ ઉપકરણો વપરાશ કરી શકાય છે તો, મોટુ છિદ્ર શા માટે હોય છે. તેની જરૂરીયાત શું ?
તમે તમારા ચાર્જર અથવા આ બંનેમાં કોઈપણ વાયરને જોડીને વીજળીની જરૂરિયાત પૂરી કરી શકો છો. આ માટે, ત્રીજા (ટોચના મોટા) છિદ્રની જરૂર નથી. જો એમ હોય, તો પછી ઉપર આપેલ ત્રીજું મોટું છિદ્ર કેમ કરવામાં આવ્યું છે ? તેની શું જરૂર છે?
આ પણ વાંચો :રંગની પસંદગીથી જાણી શકાય છે માણસનો સ્વભાવ, જાણો તમારા ગમતા કલર વિશે
પ્લગમાં 3 અથવા 2 પિન અલગ અલગ કેમ હોય છે
સોકેટની સાથે, આપણે બધાએ પ્લગમાં 3 અથવા 2 પિન વાળા પ્લગ પણ જોયા હશે. ઉદાહરણ તરીકે, ફોન ચાર્જ કરવા માટે 2 પિન ચાર્જરનો ઉપયોગ થાય છે. જો AC ચલાવવું હોય તો 3 પીન પ્લગનો ઉપયોગ થાય છે. એ જ રીતે ટીવી માટે 2 પિન પ્લગ અને ફ્રિજ માટે 3 પિન પ્લગ વપરાય છે. સામાન્ય રીતે 3 પિન પ્લગનો ઉપયોગ મોટા ઉપકરણો માટે થાય છે અને 2 પિન પ્લગનો ઉપયોગ નાની વસ્તુઓ માટે થાય છે. પરંતુ, જો તમે એસી અથવા ફ્રિજ જેવા મોટા ઉપકરણોના પ્લગને દૂર કરો છો, તો અંદરથી ફક્ત 2 વાયર જ બહાર આવશે અને તેમને સોકેટની નીચે 2 પોઈન્ટમાં મૂકીને તેનો ઉપયોગ કરી શકાય છે.
અહીં એ પણ જોવાની વાત એ છે કે જો માત્ર 2 થી જ કામ થઈ શકે છે, તો પછી ત્રીજો ઉપરનો મોટો હોલ બનાવવાની શું જરૂર છે? જણાવી દઇએ કે પ્લગની પિનનું કનેક્શન સીધુ સોકેટ સાથે હોય છે. સોકેટમાં હાજર મોટા છીદ્રમાં ન તો કરંટ આવે છે ન તો ન્યુટ્રલ, આ હોલ અર્થિંગ(Earthing) માટે વાપરવામાં આવે છે.
થ્રી પીનમાં એક મોટી પીન અને બે નાની પીન કેમ હોય છે?
હવે સવાલ એ થાય કે થ્રી પીનમાં એક મોટી પીન અને બે નાની પીન કેમ હોય છે? એવું એટલા માટે કે જ્યારે પ્લગઇન કરવામાં આવે ત્યારે પહેલા મોટી પીન પ્લગઇન થશે, જેને કારણે અર્થિગ એટેચ થશે, બાદમાં કરંટ અને ન્યુટ્રલ જેને કારણે સ્વીચ બોર્ડની અંદરનો એકસ્ટ્રા પાવર નુકસાન નહીં કરે.
અન્ય 2 પિન કરતાં લાંબો છે, કારણ કે જ્યારે તમે પ્લગ દાખલ કરો છો, ત્યારે અર્થ પિન અન્ય 2 (લાઇવ અને ન્યુટ્રલ) પહેલાં પાવર સપ્લાયના સંપર્કમાં આવશે, જેથી કોઈપણ અનિચ્છનીય પ્રવાહ
સલામતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ
સેફ્ટીની વાત કરીએ તો જો અર્થિગ વાળી પીનથી કોઇ વ્યક્તિને વીજ કરંટ લાગે પણ છે તો તે એટલો સ્ટ્રોંગ નહીં હોય, અને મોટા ભાગે તો તેમા કરંટ લાગતો જ નથી. આ રીતે પ્લગની ત્રીજી પીન તમને સુરક્ષા પણ આપશે.
શા માટે પિન જાડી બનાવવામાં આવે છે?
હવે પ્રશ્ન એ છે કે શા માટે પીનને લાંબી અને જાડી બનાવવામાં આવે છે. આ બનાવટનું કારણ એ છે કે પહેલા સોકેટના પહેલા છીદ્રમાં એ પીન પહેલા જશે, જેથી અર્થિગ પહેલા શરૂ થશે અને બાદમાં કરંટ, આ જ કારણે જેમાં ઝટકો આવવાની શક્યતા ઓછી થઇ જાય છે.