ટ્વિટર સહિત ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પણ ડાઉન, યુઝર્સને લોગીન અને પોસ્ટ કરવામાં પડી સમસ્યા
આજે ગુરુવારે સવારથી જ ટ્વિટ ડેક કામ નથી કરી રહ્યું છે. યુઝર્સને ટ્વિટર પર લોગીન કરવામાં સમસ્યા થઈ રહી છે. કંપનીએ જણાવ્યું છે કે યુઝર્સને થઈ રહેલી આ સમસ્યા માટે તેમને ખેદ છે. તેઓ તેને ફરી પહેલા જેવું કરવા માટે કામ કરી રહ્યાં છે.
પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મસને લઈને હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મસના સર્વર ડાઉન થયા છે. ટ્વિટરે હાલમાં જાહેરાત કરી છે કે દુનિયામાં ઘણા યુઝર્સને ટ્વિટર લોગીન કરવામાં સમસ્યા થઈ રહી છે. આજે ગુરુવારે સવારથી જ ટ્વિટ ડેક કામ નથી કરી રહ્યું છે. યુઝર્સને ટ્વિટર પર લોગીન કરવામાં સમસ્યા થઈ રહી છે. કંપનીએ જણાવ્યું છે કે યુઝર્સને થઈ રહેલી આ સમસ્યા માટે તેમને ખેદ છે. તેઓ તેને ફરી પહેલા જેવું કરવા માટે કામ કરી રહ્યાં છે.
ટ્વિટરના માલિક એલન મસ્કે બુધવારે સામે આવેલી આ સમસ્યાનું સમાધાન લાવવા માટે ફીચરના વિકાસને રોકવા માટે કહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહેરબાની કરીને સિસ્ટમ સ્થિરતા અને મજબૂતીને વધારવા માટે નવી સુવિધાને રોકી દો.એલન મસ્કે ટ્વિટરના કર્મચારીઓને ઈમેલ પણ કર્યો છે. જોકે ભારતમાં ટ્વિટર ડાઉન થવાની અસર ઓછી જોવા મળી છે.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પણ ડાઉન
આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ Downdetector.com અનુસાર, અમેરિકામાં બુધવારથી ફેસબુક અને ઈસ્ટાગ્રામ પર હજારો યુઝર્સ સર્વર ડાઉનની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. 12 હજારથી વધારે ફેસબુક યુઝર્સે આ સમસ્યાની સૂચના આપી છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ માટે 7 હજાર ફરિયાદો આવી છે. યુઝર્સેને પોસ્ટ કરવામાં અને લોગીન કરવામાં સમસ્યા થઈ રહી છે.
ડાઉન પાછળ આ કારણ
એક રિપોર્ટ અનુસાર, યુઝર્સે ગઈકાલે બુધવાર બપોરથી જ સાઈટ ડાઉન હોવાની ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું. ટ્વિટ કરવાનો પ્રયાસ કરી રહેલા યુઝર્સને સાઇટ પર દૈનિક પોસ્ટિંગ મર્યાદા પાર કરવા અંગેનો સંદેશ મળ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેટ ક્રેશ ટ્રેકિંગ સાઈટ ડાઉનડિટેક્ટરે શોધી કાઢ્યું છે કે યુકેમાં રાત્રે 9.47 પછી માઇક્રોબ્લોગિંગ સાઈટ સાથે સમસ્યાઓની જાણ કરનારા યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે.
હેશટેગ ‘ટ્વિટર ડાઉન’ ટૂંક સમયમાં જ ટ્રેન્ડ થવા લાગ્યું હતું અને ઘણા યુઝર્સએ પરિસ્થિતિ પર મીમ્સ પણ શેયર કર્યા હતા. જ્યારે કેટલાક યુઝર્સ તેમના એકાઉન્ટમાંથી લોગ આઉટ થયા હતા, ત્યારે અન્ય સુવિધાઓ જેમ કે ડાયરેક્ટ મેસેજ, રીટ્વીટ અને ટ્વિટર મોબાઇલ પણ વિશ્વભરના યુઝર્સ માટે કામ કરી રહ્યા ન હતા. ઘણા લોકોએ જણાવ્યું કે ટ્વિટર ‘ઓવર કેપેસિટી’ હતું કારણ કે એકાઉન્ટને અનુસરવાનો પ્રયાસ કરી રહેલા લોકોને પણ ‘દૈનિક મર્યાદા’ વિશે સમાન મેસેજ મળ્યો હતો.