AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDOની મોટી સિદ્ધી : 5000 કિમી રેંજની મારક ક્ષમતાવાળી Agni-5 મિસાઈલનું સફળ પરિક્ષણ, જાણો મિસાઈલની વિશેષતાઓ

Agni-5 : બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું બુધવારે સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી છોડવામાં આવી હતી.

DRDOની મોટી સિદ્ધી : 5000 કિમી રેંજની મારક ક્ષમતાવાળી Agni-5 મિસાઈલનું સફળ પરિક્ષણ, જાણો મિસાઈલની વિશેષતાઓ
Surface to surface ballistic missile agni 5 successfully launched from apj abdul kalam island odisha
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 10:34 PM
Share

ભારતીય સેનાએ બુધવારે બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5 (Agni-5)નું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી છોડવામાં આવી હતી. આ મિસાઈલની રેન્જ 5000 કિમી જણાવવામાં આવી રહી છે. અગ્નિ-5 મિસાઈલથી પરમાણુ હુમલો કરી શકાય છે. આ સાથે તે 5000 કિમીના અંતરમાં ટાર્ગેટને નષ્ટ કરી શકે છે.

અગ્નિ-5 મિસાઈલ સંપૂર્ણપણે ભારત નિર્મિત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM)છે. જે 5000 કિલોમીટર દૂર સુધી માર મારી શકે છે અને દુશ્મનના ઠેકાણાને નષ્ટ કરી શકે છે.

મોબાઈલ લોન્ચરથી પણ લોન્ચ કરી શકાય છે નિષ્ણાતોના મતે અગ્નિ-5 વિકસાવવા માટેનો આધાર અગ્નિ-3 છે. જેમાં પ્રથમ અને બીજા તબક્કાની મોટર એક સમાન છે. પરંતુ અગ્નિ-5માં ત્રીજા સ્ટેજની મોટર બદલાઈ ગઈ છે. જેણે તેને અન્ય મિસાઈલોથી અલગ બનાવી દીધી છે. તેને મોબાઈલ લોન્ચરથી પણ લોન્ચ કરી શકાય છે, જે તરત જ હુમલો કરવાનું શક્ય બનાવે છે. તેની લંબાઈ 17.5 મીટર, 2 મીટરનો પરિઘ, 50000 કિગ્રા લોન્ચ વજન અને 1550 કિગ્રા પેલોડ સાથેના આ ‘બ્રહ્માસ્ત્ર’ને એન્ટી-બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમથી પણ અટકાવવી મુશ્કેલ છે.

DRDOએ અગ્નિ શ્રેણીની મિસાઈલને 2008માં વિકસાવવાનું શરૂ કર્યું હતું. તેનું સોલિડ ફ્યુઅલ ટેસ્ટ 2012માં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2013, 2015, 2016 અને 2018 માં કરવામાં આવેલા દરેક પરિક્ષણમાં તેની નવી તાકાત ઉભરતી રહી. હવે અગ્નિ-5 પણ લોન્ચ કરવામાં આવી છે. અગ્નિ-5ને વર્ષ 2020માં જ લોન્ચ કરવાની યોજના હતી, પરંતુ કોરોના વાયરસને કારણે તેના લોન્ચિંગ પર અસર થઈ હતી. દેશવ્યાપી લોકડાઉનના કારણે લાંબા સમયથી મિસાઈલનું કામ અટકી ગયું હતું.

ભારતે ઓડિશાના દરિયાકાંઠે ઓગસ્ટમાં DRDOની સ્વદેશી ટેક્નોલોજી ક્રુઝ મિસાઇલ (ITCM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. જુલાઈમાં ભારતે તેની સ્વદેશી રીતે વિકસિત નવી પેઢીના આકાશ મિસાઈલ (Akash-NG)નું પરીક્ષણ કર્યું હતું. તેને ઓડિશાના બાલાસોરમાં લોન્ચ કરવામાં આવી હતી, જે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સંરક્ષણ પ્રણાલી છે. તે 60 કિમીના અંતરે ટાર્ગેટ પર પ્રહાર કરવા માટે જાણીતી છે.

આ પણ વાંચો : જળ, જમીન અને પર્યાવરણની રક્ષા સાથે રાસાયણિક ખેતીનો મજબૂત વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપશે

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">