AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Rooftop Vs Solar Panels: સોલાર સિસ્ટમ લગાવતાં પહેલા સમજો ટાઇલ્સ અને પેનલ્સનો તફાવત

ઘર માટે સોલાર સિસ્ટમ પસંદ કરતી વખતે Solar Rooftop અને Solar Panels બંને લોકપ્રિય વિકલ્પ છે. પરંતુ બંનેની ડિઝાઇન, ખર્ચ, ઇન્સ્ટોલેશન અને કાર્યક્ષમતામાં મોટો તફાવત છે. અહીં જાણો કયો વિકલ્પ તમારા માટે વધુ યોગ્ય રહેશે.

Solar Rooftop Vs Solar Panels: સોલાર સિસ્ટમ લગાવતાં પહેલા સમજો ટાઇલ્સ અને પેનલ્સનો તફાવત
Solar Rooftop Vs Solar Panels Differences, Advantages And Disadvantages ExplainedImage Credit source: AI Generated
| Updated on: May 21, 2026 | 8:15 AM
Share

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સોલાર એનર્જીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. વધતા વીજળીના બિલ અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિને કારણે હવે ગામડાંથી લઈને શહેરો સુધી ઘરો અને ઓફિસોમાં સોલાર સિસ્ટમ લગાવવાની ટ્રેન્ડ વધી રહી છે. આજના સમયમાં સોલાર સિસ્ટમ માટે બજારમાં મુખ્યત્વે બે વિકલ્પ ઉપલબ્ધ છે- સોલર પનેલ્સ અને સોલાર રુફટોપ ટાઇલ્સ. બંને સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે, પરંતુ તેમની ડિઝાઇન, ખર્ચ અને ઉપયોગમાં મોટો તફાવત જોવા મળે છે.

શું છે સોલાર રુફટોપ ટાઇલ્સ?

સોલાર રુફટોપ ટાઇલ્સને સામાન્ય ભાષામાં સોલાર ટાઇલ્સ પણ કહેવામાં આવે છે. આ ખાસ પ્રકારની ટાઇલ્સ હોય છે જેમાં ફોટોવોલ્ટિક સેલ્સ લગાવવામાં આવ્યા હોય છે. આ ટાઇલ્સ સીધી છતના ભાગરૂપે ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન કરે છે.

આ ટેક્નોલોજીનું સૌથી મોટું આકર્ષણ એ છે કે તે ઘરની ડિઝાઇન સાથે સરળતાથી મિક્સ થઈ જાય છે. સામાન્ય સોલાર પેનલ્સની જેમ અલગથી સ્ટ્રક્ચર બનાવવાની જરૂર પડતી નથી. જેના કારણે ઘરની સુંદરતા જળવાઈ રહે છે અને આધુનિક લુક પણ મળે છે.

સોલાર રુફટોપ ટાઇલ્સના ફાયદા

  • ઘરની ડિઝાઇનમાં સરળતાથી ફિટ થઈ જાય છે.
  • અલગથી વધુ જગ્યા લેતી નથી.
  • લાંબા સમય સુધી ટકાઉ રહે છે.
  • ઘરની સુંદરતા અને પ્રીમિયમ લુક વધે છે.

સોલાર રુફટોપ ટાઇલ્સના નુકસાન

  • તેની શરૂઆતની કિંમત સામાન્ય સોલાર પેનલ કરતાં વધુ હોય છે.
  • જૂના મકાનોમાં ઇન્સ્ટોલેશન કરવું મુશ્કેલ બની શકે છે.
  • ઇન્સ્ટોલેશન પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે છે.
  • વીજળી ઉત્પન્ન કરવાની કાર્યક્ષમતા પેનલ્સની સરખામણીમાં ઓછી હોય છે.

સોલર પનેલ્સ શું છે?

સોલર પનેલ્સ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સોલાર ટેક્નોલોજી છે. તેમાં ઘણા નાના સોલાર સેલ્સ જોડાયેલા હોય છે, જે સૂર્યપ્રકાશને વીજળીમાં પરિવર્તિત કરે છે. આ પેનલ્સને છત પર અથવા ખાસ સ્ટેન્ડ પર માઉન્ટ કરવામાં આવે છે.

બજારમાં વિવિધ કદ અને ક્ષમતા ધરાવતા સોલાર પેનલ્સ સરળતાથી ઉપલબ્ધ છે. ઘરોથી લઈને મોટા બિઝનેસ પ્રોજેક્ટ્સ સુધી તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

સોલર પનેલ્સના ફાયદા

  • આ ટેક્નોલોજી વર્ષોથી ઉપયોગમાં હોવાથી વિશ્વસનીય માનવામાં આવે છે.
  • ઊંચી કાર્યક્ષમતા હોવાથી વધુ વીજળી ઉત્પન્ન કરે છે.
  • ઇન્સ્ટોલેશનનો ખર્ચ ઓછો હોય છે.
  • ઇન્સ્ટોલ કરવામાં ઓછો સમય લાગે છે.
  • બજારમાં વિવિધ બજેટમાં સરળતાથી ઉપલબ્ધ છે.

સોલર પનેલ્સના નુકસાન

  • છત પર સ્પષ્ટ દેખાતા હોવાથી બિલ્ડિંગના દેખાવ પર અસર પડી શકે છે.
  • પેનલ્સ માટે વધારાનું માઉન્ટિંગ સ્ટ્રક્ચર બનાવવું પડે છે.
  • નિયમિત સફાઈ અને મેન્ટેનન્સ જરૂરી બને છે.

કયો વિકલ્પ વધુ સારો?

જો તમે આધુનિક ડિઝાઇન અને સુંદર દેખાવ ઇચ્છતા હોવ તો સોલાર રુફટોપ ટાઇલ્સ સારો વિકલ્પ બની શકે છે. પરંતુ જો તમારો મુખ્ય હેતુ વધુ વીજળી ઉત્પાદન અને ઓછા ખર્ચમાં સોલાર સિસ્ટમ લગાવવાનો હોય તો સોલર પનેલ્સ વધુ યોગ્ય માનવામાં આવે છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે ભવિષ્યમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ વધુ વધશે અને સોલાર ટેક્નોલોજી સામાન્ય લોકો માટે વધુ સરળ અને સસ્તી બનશે. તેથી ઘર કે ઓફિસ માટે સોલાર સિસ્ટમ પસંદ કરતા પહેલા પોતાની જરૂરિયાત અને બજેટને ધ્યાનમાં રાખવું જરૂરી છે.

21 મેના મહત્વના સમાચાર : PM મોદી એક્શનમાં, સાંજે કેબિનેટ પ્રધાનો સાથે યોજશે મહત્વપૂર્ણ બેઠક

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">