AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Shroff : ટાઇગર શ્રોફ હવે ફૂટબોલના મેદાન પર પોતાની શક્તિ બતાવશે, ડૂરંડ કપ ટીમમાં મળી એન્ટ્રી!

બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ એક્ટિંગની સાથે સ્પોર્ટ્સમાં પણ ખુબ એક્ટિવ રહે છે. હવે એવી ચર્ચા છે કે, ટાઈગર ફુટબોલના મેદાનમાં રમતો જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ ટાઈગર ડુરંડ કપ ટીમમાં સામેલ થઈ શકે છે.

Tiger Shroff : ટાઇગર શ્રોફ હવે ફૂટબોલના મેદાન પર પોતાની શક્તિ બતાવશે, ડૂરંડ કપ ટીમમાં મળી એન્ટ્રી!
Image Credit source: AI
| Updated on: Jul 28, 2026 | 8:14 AM
Share

બોલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પોતાના દમપર ડાન્સ અને એક્શન માટે જાણીતો છે. પરંતુ હવે તે એક્ટિંગ સિવાય ટાઈગર ફુટબોલની ફીલ્ડમાં પોતાની તાકાત દેખાડતો જોવા મળશે. ટાઈગર ટુંક સમયમાં પ્રોફેશનલ ફુટબોલમાં પોતાનું ડેબ્યુ કરી શકે છે. રિપોર્ટ મુજબ તે ડૂરંડ કપની 135મી સીઝન માટે મુંબઈ એફસીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ટાઈગર છેલ્લા કેટલાક સમયથી ટીમની સાથે સતત પ્રેક્ટિસ કરી રહ્યો છે અને ક્લબના છેલ્લા ગ્રુપ સ્ટેજ મેચમાં મેદાન પર ઉતરી શકે છે.

તમને જણાવી દઈએ કે, ડૂરંડ કપ એશિયાની સૌથી જુની અને દુનિયાની ત્રીજા નંબરની ફુટબોલ ટૂર્નામેન્ટ માનવામાં આવે છે. જેની શરુઆત 1888માં શિમલાના સર મોર્ટિમર ડૂરંડે કરી હતી. હાલમાં આ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયન સુપર લીગ, આઈલીગ અને ભારતીય સશસ્ત્ર બળની ટીમો ભાગ લે છે.

ફુટબોલના મેદાનમાં ઉતરશે ટાઈગર

ટાઈગર શ્રોફ એક્ટિંગ પછી હવે ફુટબોલના મેદાનમાં પોતાની તાકાત દેખાડશે. આ સમાચારથી તેના ચાહકો ખુબ ઉત્સાહિત છે.RevSportzના રિપોર્ટ મુજબ ટાઈગરની ટીમની સાથે ઓફિશિયલ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં રમવાની સંપૂર્ણ શક્યતા છે. મુંબઈ એફસી 30 જુલાઈના રોજ પોતાના ગ્રુપ મેચ માટે શિલાંગ રવાના થશે. જ્યાં ટીમ પોતાની તમામ મેચ રમશે.

2024માં શરુ કર્યું હતુ મુંબઈ એફસી ક્લબ

ટાઈગર શ્રોફે વર્ષ 2024માં મુંબઈ એફસીની શરુઆત કરી હતી. આજે પણ આ ક્લબનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓછા સમયમાં કલબે શાનદાર પ્રદર્શન કરી મહારાષ્ટ્ર સ્ટેટ ક્લબ લીગનો પહેલો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ગત્ત સીઝન આઈ-લીગ 3માં ત્રીજું સ્થાન મેળવ્યું હતુ. જેના માટે ટીમે પહેલી વખત ડૂરંડ કપ માટે ક્વોલિફાય કર્યું છે.

ગ્રુપ ઈમાં આ ટીમ સાથે ટક્કર થશે

ડૂરંડ કપમાં મુંબઈ એફસીને ગ્રુપ ઈમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં તેની ટકકર શિલાંગ લાજોંગ એફસી, નોંગકસેહ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ ક્લબ અને લૈંગ્સનિંગ એફસી સાથે થશે. ટીમની તમામ ગ્રુપ સ્ટેજ મેચ શિલાંગમાં આયોજિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અભિનેતા જોન અબ્રાહમ પણ ફુટબોલ નોર્થઈસ્ટ યૂનાઈટેડ એફસી સાથે જોડાયેલો રહ્યો છે. જે ઈન્ડિયન ફુટબોલની મુખ્ય ક્લબમાં ગણવામાં આવે છે.

દાદા ગુજરાતી, નાનપણમાં ઘરે આવતા મહેમાનોને ભરતો હતો બચકાં, તો પિતાએ રાખી દીધું ટાઈગર નામ, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">