AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 મેના મહત્વના સમાચાર : બોટાદના પાંજરાપોળ ખાતે રાજ કોકોનેટ નામની દુકાનમાં LCBએ પાડ્યા દરોડા, રૂ. 16,11,350 નો જથ્થો જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2026 | 8:50 PM
Share

આજે 21 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

21 મેના મહત્વના સમાચાર : બોટાદના પાંજરાપોળ ખાતે રાજ કોકોનેટ નામની દુકાનમાં LCBએ પાડ્યા દરોડા, રૂ. 16,11,350 નો જથ્થો જપ્ત

આજે 21 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 May 2026 08:45 PM (IST)

    બોટાદના પાંજરાપોળ ખાતે રાજ કોકોનેટ નામની દુકાનમાં LCBએ પાડ્યા દરોડા, રૂ. 16,11,350 નો જથ્થો જપ્ત

    બોટાદ LCBએ તેલની દુકાનમાં કરી રેડ. શહેરના પાંજરાપોળ ખાતે રાજ કોકોનેટ નામની દુકાનમાં રેડ. રાજ પ્રોટીન ગોંડલ કંપનીના અલગ અલગ 561 તેલના ડબા શંકાસ્પદ હોવાની પ્રાથમિક માહિતીના આધારે કરી રેડ. 1611350…ની કિંમતના તેલનો સ્ટોક જપ્ત કરી દુકાન સિલ.

  • 21 May 2026 06:17 PM (IST)

    પોલીસે વર્દી સાથે ગળામાં ભાજપનો ખેસ નાખ્યો હોય તેમ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ધમકાવે છે

    કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે, આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને રાજ્યપાલ દેવવ્રત આચાર્યને મળ્યું હતું. કોંગ્રેસ ડેલિગેશને રાજ્યપાલને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ધમકી આપવામાં આવી રહી છે. જિલ્લા તાલુકા પંચાયતની સામાન્ય સભાની ચૂંટણીમાં ભાજપને મત આપવા ધમકી અપાતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. કોંગ્રેસની બહુમતી છે ત્યાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ધમકી અપાઈ રહી છે. દ્વારકામાં એલસીબીની ટીમ કોંગ્રેસના સભ્યો રોકાયા હોય ત્યાં જઈને દરવાજા જબજસ્તીથી ખોલાવીને ડરાવવા ધમકાવામાં આવે છે.  ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યોને ધમકી અપાય છે. 23 અને 25 મે ના રોજ સામાન્ય સભાની ચૂંટણીમાં ભાજપને મત આપવા દબાણ કરાય છે. કેસ કરવાની, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ડીજીપીને પણ પોલીસની વર્દી ઉપર ભાજપનો ખેસ પહેર્યો હોય તેવું વર્તન કરનારા પોલીસની ફરિયાદ કરી છે. વડોદરાના કોર્પોરેટરઆશિષ જોશી પર ખોટો કેસ કરવામાં આવ્યો છે. પોલીસને સામાન્ય સભાના હોલમાં પ્રવેશ ન અપાય તેવી માંગણી કરી.

  • 21 May 2026 06:10 PM (IST)

    દોઢ મહિના પૂર્વે મળેલ મહિલાના હાડપિંજરનો કેસ ઉકેલાયો, પ્રેમસંબંધમાં હત્યા કરનાર આરોપીને ઝડપી લેવાયો

    વડોદરા ગ્રામ્યના સાવલી તાલુકાના મુવાલ ગામમાં દોઢ મહિના પહેલા મળેલા અજાણી મહિલાના કંકાલ કેસનો આખરે ભેદ ઉકેલાયો છે. પોલીસે પ્રેમ સંબંધમાં થયેલી હત્યાનો પર્દાફાશ કરી આરોપી સાગરસિંહ મકવાણાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

  • 21 May 2026 05:46 PM (IST)

    સુરત જિલ્લામાં બોગસ ક્લિનિક અને હોસ્પિટલ મળ્યાં, બન્નેના સંચાલક સામે નોંધાઈ FIR

    સુરત જિલ્લામાંથી વધુ એક બોગસ ક્લિનિક અને હોસ્પિટલ ઝડપાઈ. ઓલપાડના અટોદરા ગામેથી ઝડપાઈ ક્લિનિક અને હોસ્પિટલ. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ માં ‘શ્રી હેલ્થ કેર ક્લિનિક’ તેમજ ‘વંશ હોસ્પિટલ’ બોગસ ક્લિનિક અને હોસ્પિટલ મળી આવી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ બંને સંચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આરોગ્ય વિભાગની આ કડક કાર્યવાહીથી પંથકના બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

  • 21 May 2026 05:16 PM (IST)

    હત્યાનો આરોપી 2014થી હતો ફરાર, નામ બદલીને 20 ફિલ્મમાં કર્યું કામ, આખરે ઝડપાયો 

    ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 12 વર્ષ થી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપીની કરી ધરપકડ. 2014 માં 30 દિવસ ની પેરોલ રજા મળી હતી. કેદી હેમંત મોદી પેરોલ લઈ થઈ ગયો હતો ફરાર. છેલ્લા 12 વર્ષથી નામ બદલી એક્ટિંગનું કામ કરી રહ્યા હતો. હિન્દી, ગુજરાતી મૂવી અને વેબ સિરીઝમાં કામ કરી રહ્યો હતો. સપોર્ટિંગ એક્ટર અને અલગ અલગ નાટકોમાં કામ કરી રહ્યો હતો. 2005 માં હત્યા કરી હતી. 20 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું. ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

  • 21 May 2026 02:39 PM (IST)

    અમદાવાદઃ અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે ત્રાહિમામ

    અમદાવાદમાં અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભર બપોરે બહાર નીકળતા નાગરિકોને રાહત આપવા માટે આશ્રમ રોડ વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા છાશ વિતરણનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. ભીષણ ગરમીમાં લોકોને થોડી રાહત મળે તેવા હેતુથી આ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

  • 21 May 2026 02:00 PM (IST)

    સુરેન્દ્રનગરઃ કંડકટરની ભરતી માટે ફર્સ્ટ એઈડના સર્ટી માટે લાગી લાઈનો

    સુરેન્દ્રનગરમાં કંડક્ટરની ભરતી માટે જરૂરી ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ મેળવવા ઉમેદવારોની લાંબી લાઈનો લાગી રહી છે. સર્ટિફિકેટ ફરજિયાત હોવાને કારણે વહેલી સવારથી જ ઉમેદવારો સેન્ટરો પર પહોંચી રહ્યા છે. અરજદારોનો દાવો છે કે અપુરતા સ્ટાફ અને વ્યવસ્થાના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 21 May 2026 01:40 PM (IST)

    વડોદરા: કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસ સામે પોલીસ ફરિયાદ

    વડોદરામાં કોંગ્રેસના નેતા Swaezal Vyas સામે ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. ફરિયાદ બાદ સ્વેજલ વ્યાસે ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરી દબાણ સર્જવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે તેમને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે સ્વેજલ વ્યાસે ખાલી દારૂની બોટલ જમા કરાવનારને રૂ.100 આપવાની જાહેરાત કરી હતી, જેને લઈને વિવાદ સર્જાયો હતો. સ્વેજલ વ્યાસના કહેવા મુજબ દારૂબંધીની પોલ ખુલી જવાના ડરથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો કે જે કાર્યક્રમ થયો જ નથી તેની ફરિયાદ કેવી રીતે નોંધાઈ શકે.

  • 21 May 2026 01:30 PM (IST)

    સુરત: ગરમીના સતત ઉંચકાતા પારાથી લોકો ત્રાહિમામ

    સુરતમાં સતત વધી રહેલા તાપમાનને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકરી ગરમીની સૌથી વધુ અસર નાના બાળકો અને વૃદ્ધો પર જોવા મળી રહી છે. વેકેશન હોવા છતાં વાલીઓ બપોરના સમયે બાળકોને બહાર રમવા મોકલી રહ્યા નથી અને બાળકો ઘરમાં જ વિવિધ ગેમ રમી સમય પસાર કરી રહ્યા છે. કેટલીક સોસાયટીઓમાં તમામ બાળકો એક જ ઘરમાં ભેગા થઈને રમતા જોવા મળી રહ્યા છે. ગરમીથી બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે વાલીઓ દ્વારા તેમને જ્યુસ, લીંબુ પાણી અને ઠંડા પીણાં આપવામાં આવી રહ્યા છે.

  • 21 May 2026 01:20 PM (IST)

    વડોદરાઃ આજવા રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક

    વડોદરાના આજવા રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શ્રી હરિ ટાઉનશીપમાં જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારી પર દુકાન બહાર CCTV કેમેરા લગાવવાની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. બાપોદ પોલીસ મથક પાસે જ પથ્થરમારો થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપ છે કે હોસ્પિટલ સુધી રેકી કરીને અન્ય એક વ્યક્તિ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ એકતાનગર પાસે રોકીને બેગ લૂંટવાનો પ્રયાસ પણ લુખ્ખાઓએ કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વેપારીએ પોલીસ પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  • 21 May 2026 01:05 PM (IST)

    મહારાષ્ટ્રઃ ઉલ્હાસનગરમાં ઇમારત પત્તાની જેમ ધરાશાયી

    મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ ઇમારતનું પુનર્નિર્માણ કામ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક આખી ઇમારત તૂટી પડી હતી. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઇમારત ક્ષણોમાં ધરાશાયી થતી જોવા મળે છે. ચર્ચા છે કે ઇમારત તોડવાની કામગીરી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. ઘટના સમયે ઇમારત તોડવાની પ્રક્રિયા ચાલુ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ કે નહીં તે અંગેની સ્પષ્ટ માહિતી હજુ સામે આવી નથી, પરંતુ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.

  • 21 May 2026 12:44 PM (IST)

    રાજ્યમાં આજથી પ્રિ મોન્સૂન એક્ટિવીટી વધવાની આગાહી

    ગુજરાતમાં આજથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન વરસાદની શરૂઆત થઈ શકે છે. ખાસ કરીને 22થી 24 મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા છાંટા પડી શકે છે. સાથે જ આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વધુ રહેશે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાનમાં અચાનક પલટા સાથે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

  • 21 May 2026 12:00 PM (IST)

    ગીર સોમનાથઃ કુખ્યાત જાવેદ વાંદરી પર ફાયરિંગ CCTV આવ્યા સામે

    ગીર સોમનાથ જિલ્લામાં કુખ્યાત જાવેદ વાંદરી પર ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. તુરક સમાજના પ્રમુખ જાવેદ વાંદરી પર ગઈકાલે સોમનાથ ટોકીઝ પાસે બપોરના સમયે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાની ઝલક જોવા મળે છે. આ હુમલામાં જાવેદ વાંદરીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના અંગત અદાવતમાં થયેલી ફાયરિંગની હોઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

  • 21 May 2026 11:45 AM (IST)

    સુરત: અડાજણમાં બિલ્ડરના ઘરે ચોરીનો ઉકેલાયો ભેદ

    સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરના ઘરે થયેલી ₹48 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ ચોરીને અંજામ આપનાર કુખ્યાત આરોપીને પોલીસે સકંજામાં લીધો છે. ઘટના બાદ આરોપી મુંબઈ તરફ ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરીની રકમ તેણે રાંદેર વિસ્તારમાં એક ખંડેર જેવા મકાનમાં છુપાવી રાખી હતી. પોલીસે 100થી વધુ CCTV ફૂટેજ ચેક કરીને આરોપીની ઓળખ કરી અને તેને દબોચી લીધો હતો. આરોપી પાસેથી ચોરીના ₹48 લાખ ઉપરાંત સોના-ચાંદીના ઘરેણાં પણ મળી આવ્યા છે. હાલ પોલીસે આરોપી દ્વારા અન્ય ક્યાં-ક્યાં ચોરી કરવામાં આવી છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

  • 21 May 2026 11:35 AM (IST)

    અમદાવાદ: 12 વર્ષથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો

    અમદાવાદમાં 12 વર્ષથી ફરાર હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વર્ષ 2014માં 30 દિવસના પેરોલ પર છૂટ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને ત્યારથી નામ બદલીને છુપાઈને જીવન જીવી રહ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આરોપી છેલ્લા 12 વર્ષથી અભિનય ક્ષેત્રમાં સક્રિય હતો અને હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મો, નાટકો અને વેબ સિરીઝમાં કામ કરતો હતો.આરોપી હેમંત મોદી વર્ષ 2005ના હત્યા કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો. બાદમાં પેરોલ પર બહાર આવ્યા પછી તે ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તે પોતાની ઓળખ છુપાવીને અલગ નામથી કામ કરતો હતો. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ શરૂ કરી છે.

  • 21 May 2026 11:25 AM (IST)

    ભરૂચ: ગૌ હત્યા અટકાવવામાં પોલીસને મળી સફળતા

    Bharuchમાં ગૌ હત્યા અટકાવવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નાના ખાટકીવાડ વિસ્તારમાં દરોડા દરમિયાન પોલીસે ચાર ખાટકીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન કતલ માટે બાંધી રાખવામાં આવેલા 7 ગાય અને વાછરડાને બચાવવામાં આવ્યા હતા. દરોડામાં પોલીસે આશરે 450 કિલો ગૌમાંસ પણ જપ્ત કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત કુહાડી અને છરા સહિતનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

  • 21 May 2026 11:10 AM (IST)

    સુરત: વકીલોની સામાન્ય સભામાં હોબાળો

    સુરતમાં વકીલોની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. એજન્ડા મંજૂર થયા વગર જ સભાને બરખાસ્ત કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે વર્ષથી વકીલો સામાન્ય સભાની રાહ જોઈ રહ્યા હતા, જ્યારે હવે દસ વર્ષ બાદ લો લાઇબ્રેરીમાં સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. સભા દરમિયાન વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને લઈને ચર્ચા થઈ હતી, જેમાં મહિલાઓ માટે અલગ કમિટી બનાવવાની માંગ પણ ઉઠી હતી. જોકે નવી કોર્ટ બિલ્ડિંગ માટે કમિટી રચવાના મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નહોતો. સ્થિતિ તંગ બનતા કોર્ટ પરિસરમાં જ બે પક્ષો સામસામે આવી ગયા હતા અને વાતાવરણ ગરમાઈ ગયું હતું.

  • 21 May 2026 10:57 AM (IST)

    અમેરિકન નેવીએ ઈરાની તેલ ટેન્કર પર કરી ચઢાઈ

    મિડલ ઈસ્ટ વિસ્તારમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં ઓમાનની ખાડીમાં ઈરાની ધ્વજવાળા એક તેલ ટેન્કર પર અમેરિકન નેવી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. United States Navyની આ કાર્યવાહીનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જહાજને રોકવામાં આવતું જોવા મળે છે. આ ઘટના Gulf of Omanમાં બની હતી, જ્યાં ઈરાનના તેલ ટેન્કરને તેની પોર્ટ તરફ આગળ વધતા અટકાવવામાં આવ્યું હતું. માહિતી મુજબ, ઈરાની જહાજ અમેરિકાની નાકાબંધીનો ભંગ કરી રહ્યું હતું તેવા આરોપો લગાવવામાં આવ્યા હતા. તપાસ બાદ જહાજને માર્ગ બદલવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં Iran સાથેનો તણાવ વધુ ઘેરો બન્યો છે. બીજી તરફ United States Central Command (CENTCOM) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી 91 કોમર્શિયલ જહાજોના માર્ગ બદલાવવામાં આવ્યા છે.

  • 21 May 2026 09:41 AM (IST)

    પિતાની નજર સામે જ બાળકને ખેંચી ગયો મગર

    ગિર ગઢડા જિલ્લાના કોડીનાર તાલુકાના હરમડીયા ગામે દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે, જ્યાં 12 વર્ષના બાળકનું મગરના હુમલામાં મોત થયું છે. માહિતી મુજબ બાળક સાંગાવાડી નદીમાં હાથપગ ધોઈ રહ્યો હતો ત્યારે અચાનક મગરે તેના પર હુમલો કર્યો અને પિતાની નજર સામે જ બાળકને પાણીમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને વન વિભાગની ટીમોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ અંદાજે પાંચ કલાક પછી મગરે બાળકના મૃતદેહને જડબામાંથી મુક્ત કર્યો હતો. બાદમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

  • 21 May 2026 09:27 AM (IST)

    વન નેશન, વન ઇલેક્શનને લઈ ગુજરાતમાં બેઠકનો ધમધમાટ

    ‘વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દે Gujaratમાં યોજાયેલી જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની બેઠકનો આજે અંતિમ દિવસ છે. દિવસભર વિવિધ બેઠકો અને ચર્ચાઓનો ધમધમાટ જોવા મળશે. સવારે સાડા નવ વાગ્યે કમિટીના સભ્યો રાજ્યપાલની મુલાકાત લેશે, જ્યારે 11 વાગ્યા બાદ સંઘ પ્રદેશોના અધિકારીઓ સાથે બેઠક યોજાશે. ત્યારબાદ દિવ, દમણ અને દાદરા નગર હવેલીના પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે. બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન સિનિયર એડવોકેટ્સ અને બાર કાઉન્સિલના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ત્યારપછી રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો અને મીડિયા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે. આખરે બપોરે 2 વાગ્યે JPCના ચેરમેન ત્રણ દિવસીય બેઠકના નિષ્કર્ષ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.

  • 21 May 2026 08:50 AM (IST)

    વાવ-થરાદઃ ભાજપના કોર્પોરેટરનો ભાઈ સુરેશ ત્રિવેદી ડ્રગ્સ સાથે ઝડપાયો

    વાવ-થરાદ વિસ્તારમાં ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી સામે આવી છે. SOGએ વાહન ચેકિંગ દરમિયાન અંદાજે 2 લાખ રૂપિયાનું 66.75 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં થરાદ ભાજપના કોર્પોરેટરના ભાઈ સુરેશ ત્રિવેદીનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે ડ્રગ્સ મંગાવનાર થરાદના બાબુ પઢિયાર તેમજ રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા રાણારામ ચૌધરીની પણ ધરપકડ કરી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે ડ્રગ્સ અને કાર સહિત કુલ 7.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાજપના કોર્પોરેટરના ભાઈની ડ્રગ્સ કેસમાં ધરપકડ થતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

  • 21 May 2026 08:49 AM (IST)

    ઇજિપ્તનું અસવાન શહેર બન્યું વિશ્વનું સૌથી ગરમ શહેર

    વિશ્વના અનેક દેશોમાં હાલ અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને અનેક શહેરો અગનભઠ્ઠી સમાન બન્યા છે. Aswan વિશ્વનું સૌથી ગરમ શહેર બન્યું છે, જ્યાં રેકોર્ડબ્રેક 49.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વિશ્વના સૌથી ગરમ 10 શહેરોમાં ઇજિપ્તના 3 શહેરોનો સમાવેશ થયો છે. સાથે જ ભારતના પણ 3 શહેરો આ યાદીમાં સામેલ થયા છે, જે વધતી ગરમીની ગંભીર સ્થિતિ દર્શાવે છે. બીજી તરફ Arafat વિશ્વનું બીજું સૌથી ગરમ સ્થળ બન્યું છે, જ્યાં 48.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધતી ગરમીને કારણે અનેક દેશોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે અને આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધી રહી છે.

  • 21 May 2026 08:20 AM (IST)

    પશ્ચિમ બંગાળ: ફાલતા મતવિસ્તારમાં આજે ફરીથી મતદાન

    પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલતા મતવિસ્તારમાં આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે.

  • 21 May 2026 07:54 AM (IST)

    અમદાવાદઃ નિકોલમાં જ્વેલર્સમાં સેલ્સ ગર્લએ કરેલી ચોરીનો કેસ

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્વેલર્સમાં સેલ્સ ગર્લ દ્વારા કરાયેલી ચોરીના કેસમાં પોલીસે ફરાર પ્રેમી મયુર માળીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સેલ્સ ગર્લે પ્રેમી સાથે નવું જીવન શરૂ કરવાની ઈચ્છાથી દાગીનાની ચોરી કરી હતી. ચોરી બાદ બંને દિલ્હી પહોંચી હોટલમાં રોકાયા હતા અને ત્યાં દારૂની મહેફિલ પણ માણી હતી. દરમિયાન પ્રેમીને જાણ થઈ કે પ્રેમિકાના અન્ય યુવક સાથે પણ સંબંધો હતા, જેના કારણે બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો. આરોપ છે કે ત્યારબાદ પ્રેમી દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. બીજી તરફ સેલ્સ ગર્લે પ્રેમી પર દાગીનાની દાનત બગડ્યાનો આક્ષેપ કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ દાગીના ઉદયપુરમાં છુપાવ્યા હોવાનો ખુલાસો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા કોર્ટમાં કાર્યવાહી હાથ ધરી છે.

  • 21 May 2026 07:30 AM (IST)

    PM મોદી કેબિનેટ પ્રધાનો સાથે યોજશે મહત્વપૂર્ણ બેઠક

    વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી Narendra Modi તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. આજે સાંજે 4 વાગ્યે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે, જેમાં PM મોદી કેબિનેટ પ્રધાનો સાથે દેશની હાલની આર્થિક સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરશે. બેઠકમાં વિકાસકાર્યો, મોંઘવારી, રોકાણ અને આગામી નીતિઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.

Published On - May 21,2026 7:29 AM

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">