Tech Tips: ક્યાંક તમારો કોલ તો નથી થઈ રહ્યોને Record? જાણો આ સરળ રીતથી

|

Oct 16, 2022 | 10:54 PM

કેટલીક થર્ડ પાર્ટી એપ્સ ઈન્સ્ટોલ કર્યા પછી તમે લોકેશન અને વૉઈસની પરવાનગી આપ્યા વિના તેનો ઉપયોગ કરી શકતા નથી. શું તમે પણ કોલ રેકોર્ડ કરી રહ્યાં છો? ક્યાંક બીજું કોઈ તો કોલ રેકોર્ડિંગ નથી સાંભળી રહ્યુંને. તે જાણવા માટે આ ટિપ્સ અનુસરો.

Tech Tips: ક્યાંક તમારો કોલ તો નથી થઈ રહ્યોને Record? જાણો આ સરળ રીતથી
Symbolic Image
Image Credit source: Google

Follow us on

ઘણા દેશોમાં કોલ રેકોર્ડિંગ (Call Recording) ગેરકાયદેસર છે. જો કે, હજુ પણ એવા ઘણા સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જેમાંથી કોઈને જાણ્યા વગર કોલ રેકોર્ડિંગ કરી શકાય છે. નવા સ્માર્ટફોન (Smartphone) કોલ રેકોર્ડિંગ ફીચર્સ સાથે આવે છે, પરંતુ તે પરવાનગી વગર રેકોર્ડ કરી શકતા નથી. જેમ તમે કૉલ રેકોર્ડિંગ શરૂ કરો છો, તમે જેની સાથે વાત કરી રહ્યા છો તેને માહિતી મળે છે કે તમે કૉલ રેકોર્ડ કરી રહ્યાં છો.

કેટલીક થર્ડ પાર્ટી એપ્સ ઈન્સ્ટોલ કર્યા પછી તમે લોકેશન અને વૉઈસની પરવાનગી આપ્યા વિના તેનો ઉપયોગ કરી શકતા નથી. શું તમે પણ કોલ રેકોર્ડ કરી રહ્યાં છો? ક્યાંક બીજું કોઈ તો કોલ રેકોર્ડિંગ નથી સાંભળી રહ્યુંને. તે જાણવા માટે આ ટિપ્સ અનુસરો.

આ પદ્ધતિઓ વડે તમારો કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે કે કેમ તે શોધો

  •  તમારો કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં તે જાણવા માટે કૉલ રિસિવ કરતી વખતે સાવચેત રહો.
  •  કોલ રિસીવ કર્યા બાદ જો બીપનો અવાજ સંભળાય તો સમજી લો કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે.
  •  જો કોઈ વ્યક્તિ વાત કરતી વખતે સ્પીકર પર કોલ મૂકે છે તો આવી સ્થિતિમાં વ્યક્તિ કોલ રેકોર્ડ કરી શકે છે.
  •  જો તમને ફોન પર વાત કરતી વખતે કોઈ બિનજરૂરી અવાજ સંભળાય છે, જે કોઈ વ્યક્તિનો અવાજ નથી પણ મશીનનો છે તો તમારો કોલ રેકોર્ડિંગ થઈ શકે છે.
  •  જો સ્માર્ટફોન વારંવાર ગરમ થાય છે અથવા તેનો ઉપયોગ કર્યા વિના પણ સ્ક્રીન ચાલુ થઈ જાય છે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.

કોઈ બીજું તો નથી સાંભળી રહ્યુંને તમારું રેકોર્ડિંગ, આ રીતે તપાસો

  •  એપનો ઉપયોગ કરતી વખતે જો સ્માર્ટફોનની ટોચ પર માઈક વારંવાર દેખાય છે, તો તમે સમજી શકશો કે તમારું રેકોર્ડિંગ થઈ રહ્યું છે.
  •  ઉપયોગ કરતાં વધુ ડેટા ખર્ચવામાં આવે તો તેને અવગણશો નહીં. કારણ કે કેટલીક થર્ડ પાર્ટી એપ ડેટાનો ઉપયોગ કરીને તમારું રેકોર્ડિંગ અન્ય કોઈને મોકલે છે.
  •  નોટિફિકેશન બંધ કર્યા પછી પણ જો તમને પોપ-અપ દેખાય છે, તો આવી સ્થિતિમાં તમારું રેકોર્ડિંગ પણ થઈ શકે છે.
  •  કોઈપણ સમયે બિનજરૂરી રીતે આગળના કેમેરાના અચાનક ચાલુ થવાને અવગણશો નહીં.
  •  થોડા સમય પછી સ્માર્ટફોનને સાયલન્ટ મોડ પર મૂક્યા પછી, જો તે જાતે જ નોર્મલ મોડમાં આવે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.

આ રીતે કરો બચાવ

જો તમે જાણો છો કે તમારું રેકોર્ડિંગ થઈ રહ્યું છે તો સૌથી પહેલા સ્માર્ટફોનમાંથી થર્ડ પાર્ટી એપ્સ અનઇન્સ્ટોલ કરો. ફોનનો બેકઅપ લીધા પછી તેને ફેક્ટરી ડેટા પર રીસેટ કરો. તમારા સ્માર્ટફોનમાં ક્યારેય થર્ડ પાર્ટી એપ્સ ઇન્સ્ટોલ કરશો નહીં. એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, પરવાનગી આપતી વખતે ટર્મ અને શરતને ધ્યાનથી વાંચો. સ્માર્ટફોનમાં જે જરૂરી છે તેને જ મંજૂરી આપો. જો ફોન સ્વીચ ઓફ કરવામાં વધુ સમય લાગે તો તેને ક્યારેય અવગણશો નહીં.

આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
Next Article