Movie Rating Fraud: ફિલ્મ રેટિંગના નામે લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને શું ધ્યાન રાખવું

|

Oct 01, 2023 | 1:21 PM

સ્કીમ મૂજબ નવી આવેલી ફિલ્મને રેટિંગ આપે છે તો તેના માટે રૂપિયા મળશે. ફિલ્મને રેટિંગ આપવા માટે 100 રૂપિયાથી લઈને 300 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ વધારે રૂપિયા કમાવવા માટે નાણાનું રોકાણ કરવું પડે છે. ગૃપમાં જોડાયેલા લોકો તેને મળેલા રૂપિયાના મેસેજનો સ્ક્રીનશોટ બતાવે છે.

Movie Rating Fraud: ફિલ્મ રેટિંગના નામે લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને શું ધ્યાન રાખવું
Movie Rating Fraud

Follow us on

જો તમે વર્ક ફ્રોમ હોમ (Work From Home) અથવા પાર્ટ ટાઈમ ઘેર બેઠા જોબ શોધી રહ્યા છો તો ધ્યાન રાખજો. છેતરપિંડી (Cyber Crime) કરનારા જુદી-જુદી રીતો દ્વારા લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. લોકોના ફોનમાં અલગ-અલગ સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા ફિલ્મ રિલીઝ થયા બાદ તેને રેટિંગ (Movie Rating Fraud) આપવાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને તેનાથી બચવા માટે શું ધ્યાન રાખવું.

જુદી-જુદી ફિલ્મોના રેટિંગ આપવા માટે કહેવામાં આવે છે

સ્કેમર્સ લોકોને ઘર બેઠા જ પોતાના અનુકુળ સમયમાં કામ કરવાની લાલચ આપે છે. તેમાં જુદી-જુદી ફિલ્મોના રેટિંગ આપવા માટે કહેવામાં આવે છે. કોઈમાં 5 પોઈન્ટમાંથી 5 તો કોઈમાં 10 માંથી 10 પોઈન્ટ આપવાના હોય છે. આ રીતે જુદા-જુદા ટાસ્ક આપવામાં આવે છે. સ્કેમર્સ લોકોને મેસેજ દ્વારા ટેલિગ્રામ એપના ગૃપમાં જોડાવા માટે કહે છે. ત્યારબાદ તેમાં જોડાયેલા લોકોમાંથી ઠગની ગેંગમાં સામેલ વ્યક્તિ એક સ્કીમ વિશે જણાવે છે.

રૂપિયા કમાવવા માટે નાણાનું રોકાણ કરવું પડે છે

સ્કીમ મૂજબ નવી આવેલી ફિલ્મને રેટિંગ આપે છે તો તેના માટે રૂપિયા મળશે. ફિલ્મને રેટિંગ આપવા માટે 100 રૂપિયાથી લઈને 300 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ વધારે રૂપિયા કમાવવા માટે નાણાનું રોકાણ કરવું પડે છે. ગૃપમાં જોડાયેલા લોકો તેને મળેલા રૂપિયાના મેસેજનો સ્ક્રીનશોટ બતાવે છે અને રોકાણ કરવાનું કહે છે.

ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video
Makai rotlo : મકાઈના રોટલામાં ક્યા વિટામિન જોવા મળે છે?
પપૈયાની છાલમાંથી બનાવો છોડ માટે ખાતર, આ રહી સંપૂર્ણ પ્રક્રિયા

રૂપિયા જમા કરવા પડશે

શરૂઆતમાં લોકોના ખાતામાં નાની રકમ જમા થાય છે, પરંતુ જ્યારે રકમ વધવા જમા થવા લાગે છે, ત્યારે રૂપિયા આવવાનું બંધ થઈ જાય છે. ત્યારબાદ સાયબર ઠગ કહે છે કે જો તે નાણા ઉપાડવા હોય તો રૂપિયા જમા કરવા પડશે. આ રીતે લાલચ આપીને ઠગ દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે.

આ પણ વાંચો : Gaming App Fraud: જો તમે પણ ઓનલાઈન ગેમ રમો છો તો રહો સાવધાન, લોકોને રૂપિયાની લાલચ આપીને થઈ રહી છે છેતરપિંડી

ફ્રોડથી બચવા માટે શું ધ્યાન રાખવું

ફોન્માં મેસેજ દ્વારા આવેલી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના અજાણ્યા ગ્રુપમાં જોડાવું નહીં. નાણાનું રોકાણ કરીને રૂપિયા કમાવવાની લાલચ આપે તો સાવચેતી રાખવી. તમારી બેંકની વિગતો, પાસવર્ડ કે પીન નંબર કોઈની સાથે શેર કરવી નહીં. જો તમારી સાથે ફ્રોડ થાય તો હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરી શકો અને તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article