જાણો બ્રહ્માંડનો પ્રથમ રંગીન ફોટો કેપ્ચર કરનાર જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ શું છે અને ક્યારે કરાયું હતુ લોન્ચ
એવું કહેવામાં આવી રહ્યું છે કે જેમ્સ વેબ ટેલિસ્કોપ બ્રહ્માંડ(Universe)ને જોવાનો લોકોનો દૃષ્ટિકોણ બદલી નાખશે. ત્યારે ચાલો જાણીએ આ ટેલિસ્કોપ છે શું અને ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો.
અવકાશની ઊંડાઈના રહસ્યને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે યુએસ સ્પેસ એજન્સી નાસા (NASA)દ્વારા 2021માં લોન્ચ કરવામાં આવેલા સૌથી મોટા અને સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ(Telescope)માં બ્રહ્માંડની પ્રથમ રંગીન તસવીર લેવામાં આવી છે. આ ટેલિસ્કોપનું નામ છે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ(James Webb Space Telescope). સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને નાસાના પ્રશાસક બિલ નેલ્સનની હાજરીમાં વ્હાઇટ હાઉસમાં આ ખૂબ જ સુંદર તસવીર જાહેર કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેમ્સ વેબ ટેલિસ્કોપ બ્રહ્માંડ(Universe)ને જોવાનો લોકોનો દૃષ્ટિકોણ બદલી નાખશે. ત્યારે ચાલો જાણીએ આ ટેલિસ્કોપ છે શું અને ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો.
મનુષ્ય દ્વારા અત્યાર સુધીની શ્રેષ્ઠ તકનીકી આંખો
આ ટેલિસ્કોપ આગામી 10 વર્ષ સુધી કામ કરતું રહેશે. જો કે, આ ટેલિસ્કોપમાં એટલું બળતણ છે કે તે 20 વર્ષ સુધી પણ કામ કરી શકે છે. આ ટેલિસ્કોપ બ્રહ્માંડના દૂરના ઊંડાણમાં હાજર આકાશગંગા, લઘુગ્રહો, બ્લેક હોલ, ગ્રહો, એલિયન ગ્રહો, સૌરમંડળ વગેરેની શોધ કરશે. આ આંખો માણસ દ્વારા બનાવેલી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક આંખો છે.
ત્રણ એજન્સીઓએ મળીને બનાવ્યો ટેલિસ્કોપ
તે નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. નાસાના નવા ટેલિસ્કોપમાં ગોલ્ડન મિરર છે, જેની પહોળાઈ લગભગ 21.32 ફૂટ છે. આ અરીસો બેરિલિયમના બનેલા 18 ષટ્કોણ ટુકડાઓને જોડીને બનાવવામાં આવે છે. દરેક ટુકડા પર 48.2 ગ્રામ સોનાનો સ્તર ચઢાવવામાં આવે છે, જેથી તે રિફ્લેક્ટર તરીકે કામ કરે.
ટેલિસ્કોપ 24 એપ્રિલે કરાયો લોન્ચ
આ ટેલિસ્કોપ જૂના હબલથી તદ્દન અલગ છે. હબલથી વિપરીત, જ્યારે કોઈ ખામી સર્જાય છે, ત્યારે તેને પૃથ્વી પરથી જ રીપેર કરી શકાય છે. 24 એપ્રિલ, 1990 ના રોજ નાસાએ શક્તિશાળી હબલ ટેલિસ્કોપને અવકાશમાં લોન્ચ કર્યા હતો. લગભગ એક મહિના સુધી ત્યાં રહ્યા પછી, હબલે 20 મે, 1990 ના રોજ પ્રથમ વખત તેની આંખો ખોલી અને અવકાશમાંથી આકાશના એક ભાગનું ચિત્ર મોકલ્યું હતું.
2021 માં કરાયો હતો લોન્ચ
આપને જણાવી દઈએ કે સ્પેસ સેક્ટરમાં વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ જેમ્સ વેબ ટેલિસ્કોપ યુએસ સ્પેસ એજન્સી નાસા દ્વારા 25 ડિસેમ્બર, 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે અવકાશની ઊંડાઈના રહસ્યોને ઉજાગર કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે નાસામાં વેબના ડેપ્યુટી સિનિયર પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ જોનાથન ગાર્ડનરે કહ્યું છે કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ પણ બિગ બેંગ પછીના તરતના સમયને જોઈ શકે છે. તે આવું દૂરના બ્રહ્માંડમાં હાજર આકાશગંગાઓને જોઈને કરી શકે છે.