WhatsAppને ટક્કર આપવા તૈયાર છે સ્વદેશી એપ Sandesh, આ હશે ફિચર્સ

|

Jul 31, 2021 | 11:57 PM

સરકાર દ્વારા લાંબા સમયથી આ એપ પર કામ ચાલી રહ્યુ હતુ અને કેટલાક લિમિટેડ યૂઝર્સ માટે તેને શરૂ કરવામાં પણ આવી હતી. સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ મામલે લોકસભામાં લેખિત જાણકારી આપી હતી.

WhatsAppને ટક્કર આપવા તૈયાર છે સ્વદેશી એપ Sandesh, આ હશે ફિચર્સ
Indigenous app Sandesh is ready to compete with WhatsApp

Follow us on

હાલમાં જ વોટ્સએપ (WhatsApp) તેની પ્રાઈવસી પોલીસી (Privacy Policy) અપડેટને લઈને ચર્ચામાં આવ્યુ હતુ. આ પોલીસીનો લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો અને સરકાર સાથે પણ આ મામલે કંપનીનું ઘર્ષણ ચાલુ હતુ. વોટ્સએપની આ પોલીસીને લઈને કેટલાક લોકોએ તો વોટ્સએપ અનઈન્સ્ટોલ કરી દીધુ હતુ. જોકે વોટ્સએપના સૌથી વધુ યૂઝર્સ ભારતમાં જ છે અને તેમને ગુમાવવાના ડરથી વોટ્સએપે પોતાની પ્રાઈવસી પોલીસીમાં છૂટછાટ આપી હતી. તેવામાં હવે ભારત સરકારે વોટ્સએપને ટક્કર આપવા માટે સ્વદેશી એપ સંદેશ (Sandesh App) લોન્ચ કરી છે.

 

 

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

સરકાર દ્વારા લાંબા સમયથી આ એપ પર કામ ચાલી રહ્યુ હતુ અને કેટલાક લિમિટેડ યૂઝર્સ માટે તેને શરૂ કરવામાં પણ આવી હતી. સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ મામલે લોકસભામાં લેખિત જાણકારી આપી હતી. આ સ્વદેશી એપને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરે તૈયાર કરી છે. આ વિભાગની જો વાત કરીએ તો તે ભારતીય આઈટી મંત્રાલય અંતર્ગત આવે છે. હાલમાં આ એપ્લિકેશનને ભારત સરકારના એમ્પ્લોય યૂઝ કરે છે અને તે સિવાય સરકારી એજન્સીઓમાં કામ કરતા લોકોને યૂઝ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

 

 

તમને જણાવી દઈએ કે આ એપ્લિકેશનનો કન્ટ્રોલ સરકારના હાથમાં હશે. સંદેશ એક (Sandesh App) ઓપન સોર્સ બેસ્ડ સિક્યોર ક્લાઉડ અનેબલ્ડ પ્લેટફોર્મ છે, જેને ભારત સરકાર હોસ્ટ કરે છે. આ એપમાં વોટ્સએપ જેવા જ કેટલાક ફિચર્સ છે જેમાં વન ટૂ વન ચેટ, ગ્રૃપ ચેટ, ફાઈલ શેયરિંગ અને ઓડિયો-વીડિયો કોલની સુવિધા હશે અને આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપ્લબ્ધ છે.

 

એપ સ્ટોર અથવા તો ગુગલ પ્લે સ્ટોર પર જઈને આ એપને ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કર્યા બાદ તેમાં ફોન નંબર નાખો. હવે ઓટીપીના માધ્યમથી તમે એપમાં સાઈન અપ કરી શકશો. વોટ્સએપની ખાસ વાત તેનું એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન છે. એટલે કે મેસેજ મોકલનાર અને રિસિવ કરનાર સિવાય કોઈ પણ આ મેસેજ નથી વાંચી શક્તુ. કંપની પોતે પણ નહીં એટલે હવે જોવાની વાત એ રહી કે સ્વદેશી એપ સંદેશમાં (Sandesh App) આ ફિચર હશે કે નહીં.

 

 

આ પણ વાંચો – સેનાને કાશ્મીરમાં મોટી સફળતા, આતંકવાદી મસૂદ અઝહરના ભત્રીજાને એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

 

આ પણ વાંચો – Monsoon Session 2021 : નવ દિવસમાં માત્ર આઠ કલાક ચાલી રાજ્યસભાની કાર્યવાહી, જાણો સંસદમાં કેટલા બિલ થયા પસાર

Next Article