Monsoon Session 2021 : નવ દિવસમાં માત્ર આઠ કલાક ચાલી રાજ્યસભાની કાર્યવાહી, જાણો સંસદમાં કેટલા બિલ થયા પસાર

સોમવારથી શરૂ થતા ચોમાસુ સત્રના (Monsoon Session) ત્રીજા સપ્તાહમાં સરકાર વટહુકમને લગતા બિલ રજુ કરે તેવી શક્યાતા છે. અત્યાર સુધીમાં છેલ્લા બે સપ્તાહમાં વટહુકમને (Ordinance) લગતા છ બિલમાંથી માત્ર એક જ બિલને જ બંને ગૃહોની મંજૂરી મળી છે.

Monsoon Session 2021 : નવ દિવસમાં માત્ર આઠ કલાક ચાલી રાજ્યસભાની કાર્યવાહી, જાણો સંસદમાં કેટલા બિલ થયા પસાર
Parliament (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 3:59 PM

Monsoon Session : રાજ્યસભામાં ચોમાસું સત્રના નવ દિવસોમાં અત્યાર સુધી માત્ર 8 કલાક જ સંસદની કાર્યવાહી ચાલી છે. જેણે સંસદના (Parliament) અગાઉના સત્રોનો રેકોર્ડ બનાવ્યો છે. પેગાસસ જાસૂસી (Pegasus Spyware) પર વિપક્ષ દ્વારા થયેલા હંગામાને કારણે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. તમામ પ્રયાસો છતાં, શુક્રવારે ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

ચોમાસા સત્ર દરમિયાન માત્ર ત્રણ બિલ થયા પસાર 

ચોમાસુ સત્રને નવ દિવસ પૂર્ણ થયા છે. ત્યારે સરકારના પ્રયત્નો અને ગૃહના અધ્યક્ષના તમામ પ્રયત્નો છતા છેલ્લા બે દિવસથી હંગામા વચ્ચે જ પ્રશ્નકાળ (Question Hour) અને શૂન્ય કાળ (Zero Hour) પૂર્ણ થયો હતો. કોરોના સંક્રમણને લઈને રાજ્યસભામાં માત્ર ટૂંકા ગાળાની ચર્ચા કરવામાં આવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ સિવાય શિપિંગ મેરીટાઇમ આસિસ્ટન્સ બિલ ( Shipping Maritime Assistance Bill) 2021, કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ) સુધારા બિલ 2021 અને ફેક્ટરિંગ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ (Factoring Regulation Amendment Bill) 2021 પસાર કરવામાં આવ્યા છે.

આપને જણાવવું રહ્યું કે, સોમવારથી શરૂ થતા ચોમાસુ સત્રના (Monsoon Session) ત્રીજા સપ્તાહમાં સરકાર વટહુકમને લગતા બિલ રજુ કરે તેવી શક્યાતા છે. અત્યાર સુધીમાં છેલ્લા બે સપ્તાહમાં વટહુકમને (Ordinance) લગતા છ બિલમાંથી માત્ર એક જ બિલને બંને ગૃહોની મંજૂરી મળી છે. જેને લઈને સરકારની ચિંતા વધી છે.

સરકારે વટહુકમ બિલને રાજ્યસભામાં (Rajyasabha) પસાર કરાવવા માટે રણનીતિ તૈયાર કરવાનું શરૂ કર્યું છે. જો વિપક્ષનું જૂનું વલણ અકબંધ રહેશે તો આ ખરડાઓ વચ્ચે જ હંગામો થવાના એંધાણ છે. જો કે,અત્યાર સુધીમાં સરકાર બંને ગૃહોમાં આવશ્યક સેવાઓ સંબધિત સંરક્ષણ બિલ પસાર કરવામાં સફળ રહી છે. સરકારે હવે રાજ્યસભામાં પાંચ અને લોકસભામાં (Loksabha) ચાર વટહુકમ બિલ પસાર કરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: Assam-Mizoram Border Dispute : મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી સામે FIR નોંધાવી,1 ઓગસ્ટના રોજ હાજર થવા આદેશ

આ પણ વાંચો: મહિલાઓની થઈ રહી છે ખુલ્લેઆમ હરાજી, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આઈટી પ્રધાન વૈષ્ણવને પત્ર લખી કડક કાર્યવાહીની કરી માંગ

g clip-path="url(#clip0_868_265)">