સેનાને કાશ્મીરમાં મોટી સફળતા, આતંકવાદી મસૂદ અઝહરના ભત્રીજાને એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં શનિવારે સુરક્ષા દળના જવાનોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓમાંથી એક જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો ભત્રીજો છે, જેનું નામ ઇસ્માઇલ ઉર્ફે લાંબુ છે.
જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) અવંતીપોરામાં શનિવારે સેના અને પોલીસ કર્મચારીઓને મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષા દળના જવાનોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓમાંથી એક જૈશ-એ-મોહમ્મદના (Jaish-e-Mohammed) વડા મસૂદ અઝહરનો ભત્રીજો છે, જેનું નામ ઇસ્માઇલ ઉર્ફે લાંબુ છે. તેઓ IED નિષ્ણાત હતા. તે લાથપોરા પુલવામા હુમલાના કાવતરામાં સામેલ હતો અને એનઆઈએની ચાર્જશીટમાં તેનું નામ પણ હતું. તે ઘણા આતંકવાદી હુમલાઓમાં પણ સામેલ હતો.
મોહમ્મદ ઇસ્માઇલ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય કમાન્ડર હતો. તે મસૂદ અઝહરનો ભત્રીજો હતો. ઇસ્માઇલ બહાવલપુરની કોસર કોલોનીનો રહેવાસી હતો. તે પુલવામામાં થયેલા 2020 અને 2019 ના હુમલામાં સામેલ હતો અને સુરક્ષા દળો તેના પર સતત નજર રાખી રહ્યા હતા. 2019 માં, CRPF ના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં IED નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઈન્ટેલિજન્સ એજન્સીના ડોઝિયર મુજબ અબુ સૈફુલ્લાહનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તે આતંકવાદી સંગઠનોની દેખરેખમાં મોટો થયો હતો. વર્ષ 2017 માં તેણે ભારતમાં ઘૂસણખોરી કરી અને અવંતિપોરા, પુલવામા અને અનંતનાગમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરતો હતો.
નોંધનીય છે કે, મોહમ્મદ ઇસ્માઇલે તેના નજીકના સાથી સમીર અહમદ ડાર સાથે ત્રાલના નેશનલ હાઇવે વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. સમીર અહેમદ ડાર પુલવામાના કાકપોરાનો રહેવાસી હતો. મોહમ્મદ ઇસ્માઇલ વિદેશી આતંકવાદી હતો અને દેશની સુરક્ષા માટે ખતરો હતો. તે વર્ષ 2020 માં બડગામમાં એન્કાઉન્ટર દરમિયાન ભાગી જવામાં સફળ રહ્યો હતો.
આ દરમિયાન એક જવાન ઘાયલ પણ થયો હતો. મોહમ્મદ ઇસ્માઇલ અફઘાનિસ્તાનમાં તાલિબાનને પણ મળ્યો હતો. તે કાર અને લેન્ડ માઇન્સમાં IED લગાવવામાં નિષ્ણાત હતો. પાકિસ્તાની આતંકવાદી ઇસ્માઇલ ઉર્ફે લંબુ પણ ફિદાયીન હુમલા કરવામાં એક્ટિવ હતો. તે પથ્થરમારો અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ માટે યુવાનોને ઉશ્કેરતો હતો. તો જૈશ-એ-મોહમ્મ્દ માટે નવા લોકોની ભરતી કરી રહ્યો હતો.
તે મુલ્તાનના આતંકવાદી અબ્દુલ રહેમાન ઉર્ફે ફૌજીની પણ ખૂબ નજીક હતો. લાંબુ જૈશ-એ-મોહમ્મદને વધુ મજબૂત અને પુન:સ્થાપિત કરવા માટે અવંતીપોરા અને કાકપોરા જેવા સ્થળોએ નવી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.
આ પણ વાંચો : પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને સરકારની કેવી છે તૈયારી ?
આ પણ વાંચો :J&K Encounter: સુરક્ષાબળનાં જવાનોનાં હાથે 2 આતંકીઓ ઠાર, શોપિયામાં એનેક સ્થળ પર સર્ચ ઓપરેશન