ભારતની પહેલી એર ટેક્સી: દેશભરમાં આ સેવા શરુ કરવાનું વરુણ સુહાગનું સ્વપ્ન

કહેવાય છે કે ઈરાદા મજબૂત હોય તો આસમાનની ઊંચાઈ પણ નાની લાગે. આ વાતને દેશમાં એર ટેક્સી શરુ કરનાર કેપ્ટન વરૂણ સુહાગે સાબિત કરી બતાવી છે.

ભારતની પહેલી એર ટેક્સી: દેશભરમાં આ સેવા શરુ કરવાનું વરુણ સુહાગનું સ્વપ્ન
દેશભરમાં આ સેવા શરુ કરવાનું સ્વપ્ન
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 18, 2021 | 3:33 PM

કહેવાય છે કે ઈરાદા મજબૂત હોય તો આસમાનની ઊંચાઈ પણ નાની લાગે. આ વાતને દેશમાં એર ટેક્સી શરુ કરનાર કેપ્ટન વરૂણ સુહાગે સાબિત કરી બતાવી છે. આ સ્વપ્ન તેણે દસ વર્ષ પહેલા જોયું હતું. અને રાત દિવસ એક કરીને આખરે આ સ્વપ્ન પૂરું કર્યું. ઘણા નિષ્ણાતો સાથે વાત કરી, ઘણી વિમાન કંપનીઓ સાથે ચર્ચા કરી. લોકોએ કહ્યું કે આ શરૂ કરવું સરળ છે પરંતુ આ સેવાને ચાલુ રાખવી મુશ્કેલ છે. તેમ છતાં વરુણનો જુસ્સો ઓછો ના થયો. અને તાજેતરમાં ગત શુક્રવારે ચંડીગઢથી હિસાર સુધીની એર ટેક્સી સેવા શરૂ કરી દીધી.

18 જાન્યુઆરીએ હિસારથી દહેરાદૂન અને 23 જાન્યુઆરીએ ધર્મશાળાથી હિસાર જવા માટેની એર ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. વરૂણનું સ્વપ્ન છે કે જલ્દીથી જ આ સેવા સમગ્ર દેશમાં પૂરી પાડે. અને આના માટે તેનો આ દિશામાં પ્રયાસ યથાવત છે.

વરુણ ઝજ્જર જીલ્લાના બિસાહન ગામના મૂળ વતની અત્યારે ગુરુગ્રામના સેક્ટર 45 માં રહે છે. તેઓ મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે. ત્યારબાદ તેમેણે અમેરિકાના ફ્લોરિડામાં પાઇલટ બનવાની તાલીમ લીધી હતી. ફ્લોરિડામાં તેઓ કેટલાક કામ માટે એર ટેક્સી દ્વારા જતા હતો. તે જ સમયે તેમને ભારતમાં એર ટેક્સી શરુ કરવાનું સ્વપ્ન જોયું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
India's first air taxi

તેમણે ઇટાલિયન કંપની પાસેથી બે એર ટેક્સીઓ ખરીદી

પાયલોટ તરીકે કર્યું કામ

2007 થી 2010 સુધી કિંગફિશરમાં પાઇલટ તરીકે પણ કામ કર્યું. નોકરી બાદ તેમને આ પ્રોજેક્ટ વિષે વિચાર્યું. કિંગફિશરની નોકરી છોડીને દસ વર્ષ સુધી તેમને એક ટેક્સી વિષે સંશોધન કર્યું. રીસર્ચ માટે જે દેશમાં એર ટેક્સી શરુ છે અને જે કંપની એર ટેક્સી બનાવે છે એમના વિષે જાણકારી ભેગી કરી. જ્યારે તેમને ખાતરી થઈ ગઈ, ત્યારે તેમણે ઇટાલિયન કંપની પાસેથી બે એર ટેક્સીઓ ખરીદી. ટૂંક સમયમાં જ વધુ બે એર ટેક્સી ખરીદશે. આ માટેની વાતચીત પણ થઇ ચુકી છે.

સામાન્ય માણસને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાનું સ્વપ્ન કેપ્ટન વરૂણ સુહાગે પોતાની આંખોથી સામાન્ય માણસનું સપનું જોયું છે. ફ્લોરિડામાં તેમની તાલીમ દરમિયાન જ તેમને દેશના સામાન્ય વ્યક્તિ માટે કંઈક કરવાનું સ્વપ્ન જોયું હતું. તેઓએ વિચાર્યું કે સામાન્ય માણસ ક્યારેય વિમાનમાં ઉડી શકતો નથી. એટલે જો વધુ બેઠકોવાળી ટેક્સી ખરીદવામાં આવે તો ઓછી સવારીમાં આ સેવા જાળવવી મુશ્કેલ રહે. તેને ધ્યાનમાં રાખીને, તેમણે ચાર સીટરની એર ટેક્સી ખરીદવાનું નક્કી કર્યું. આ માટે તેમણે એવિએશન કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની એક કંપની બનાવી. કેપ્ટન વરૂણ સુહાગ કહે છે કે તેમનું સ્વપ્ન દેશભરમાં એર ટેક્સી સેવા શરુ કરવાનું છે. આ સેવાની સૌથી મોટી વિશેષતા એ છે કે 10-15 મિનિટ પહેલા જ એરપોર્ટ પર પહોંચી શકાય છે. સરકારની ઉડાન યોજના હેઠળ આ સેવા આવતી હોવાને કારણે ખૂબ સસ્તી છે.

આ પણ વાંચો: તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યારે અને કયા કામમાં થયો? જાણો 5 જ મિનીટમાં

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">