IPL 2024 : મિશેલ સ્ટાર્કની વાત છોડો, આ 60 લાખના ખેલાડીએ નાખ્યો ચોંકાવનારો બોલ, બેટ્સમેન થયો બોલ્ડ
કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરોએ દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર બોલિંગ કરી. KKRના બોલિંગ આક્રમણ સામે દિલ્હીનો કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. જો કે, KKRના ફાસ્ટ બોલર વૈભવ અરોરાએ દિલ્હી સામે અદ્ભુત બોલ ફેંક્યો જેની ખૂબ જ ચર્ચા છે. ખાસ વાત એ છે કે 24.75 કરોડના મિશેલ સ્ટાર્ક કરતા 60 લાખના વૈભવ અરોરાએ વધુ ધારદાર બોલિંગ કરી બધાને પ્રભાવિત કર્યા છે.
KKRના એ જ બોલરો જેઓ છેલ્લી મેચમાં ખરાબ રીતે પરાજિત થયા હતા તે જ બોલરોએ દિલ્હીના બેટિંગ યુનિટ પર આતંક મચાવ્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં KKRના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્ટાર્ક, વૈભવ અરોરા, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી સામે દિલ્હીના ટોપ 5 બેટ્સમેનો નિષ્ફળ સાબિત થયા હતા. દિલ્હી સામે KKRના તમામ બોલરોનું પ્રદર્શન સારું હતું પરંતુ વૈભવ અરોરાએ ખરેખર કમાલ કરી હતી. આ જમણા હાથના સ્વિંગ બોલરે મેચમાં એવો બોલ ફેંક્યો જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
શે હોપ વૈભવનો આ બોલ સમજી જ ન શક્યો
આ જમણા હાથના બોલરે પાવરપ્લેમાં દિલ્હીને 2 ઝટકા આપ્યા હતા. તેણે પૃથ્વી શોની વિકેટ લીધી અને તેની બીજી વિકેટ શે હોપના રૂપમાં આવી. જે બોલ પર અરોરાએ શે હોપને આઉટ કર્યો તે ખરેખર અદ્ભુત હતો. ચોથી ઓવરમાં વૈભવ અરોરા આક્રમણ પર આવ્યો અને શે હોપે તેના બાઉન્સર પર અદ્ભુત સિક્સર ફટકારી. જોકે, શે હોપને ખબર નહોતી કે આ સિક્સર પછી તેની સાથે શું થવાનું છે. બીજા જ બોલ પર વૈભવ અરોરાએ શે હોપને બોલ્ડ કર્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે શે હોપને વૈભવ અરોરાનો આ બોલ સમજી જ ન શક્યો.
Vaibhav cleans him up with an absolute #KKRvDC #TATAIPL #IPLonJioCinema #IPLinBangla pic.twitter.com/AxFqHVxYJh
— JioCinema (@JioCinema) April 29, 2024
વૈભવ અરોરાએ સ્વિંગથી પ્રભાવિત કર્યા
વૈભવ અરોરાએ પહેલા પૃથ્વી શોને આઉટ કર્યો હતો. આ ખેલાડીએ મિચેલ સ્ટાર્કના સતત ત્રણ બોલ પર ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તે અરોરાની સામે કોઈ કમાલ ન કરી શક્યો. તમને જણાવી દઈએ કે વૈભવ અરોરાએ આ સિઝનમાં પોતાના સ્વિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. તે બોલને બંને દિશામાં સ્વિંગ કરવામાં માહિર છે અને તેની ઝડપ પણ 140 કિમી પ્રતિ કલાક છે. KKR પાસે મિચેલ સ્ટાર્ક જેવો મોટો બોલર હોવા છતાં વૈભવ અરોરાએ પોતાના બોલથી એક અલગ જ સ્થાન બનાવ્યું છે.
આ પણ વાંચો : ‘ટ્રોફી જીતવાની કોઈ ગેરંટી નથી…’ ગેરી કર્સ્ટને પાકિસ્તાનના કોચ બનતા જ કહી મોટી વાત