ગૂગલ 20 સપ્ટેમ્બરથી બંધ કરાશે જીમેલ, જાણો તમારુ એકાઉન્ટ તો બંધ નથી થઈ રહ્યું ને ?

|

Sep 16, 2024 | 1:52 PM

આગામી 20 સપ્ટેમ્બરથી Google એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય એ લોકો માટે ચેતવણી છે જેઓ તેમના જીમેઈલ ( Gmail) નો ઓછો ઉપયોગ કરે છે. કંપની હવે એવા ખાતાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેનો સતત ઉપયોગ થાઈ રહ્યો હોય. જો તમે તમારા Gmail ને ડિલીટ થવાથી બચાવવા માંગતા હોવ તો તરત જ આ ઉપાય કરો.

ગૂગલ 20 સપ્ટેમ્બરથી બંધ કરાશે જીમેલ, જાણો તમારુ એકાઉન્ટ તો બંધ નથી થઈ રહ્યું ને ?

Follow us on

Google દ્વારા Gmail, Google Drive અને Google Photos જેવી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જો કે હવે Googleની આવી વિવિધ સેવાઓનો ઉપયોગ કરતા લોકો માટે એલાર્મની ઘંટડી વાગી ચૂકી છે. કંપની કેટલાક યુઝર્સના ગૂગલ એકાઉન્ટ બંધ કરી દે તેવી સંભાવના છે. Google દ્વારા સમયાંતરે લોકોને તેમના Google એકાઉન્ટને સક્રિય કરવા માટે સતત કહેવામાં આવે છે. જેમણે હજુ સુધી ગૂગલની સુચનાને અનુસરીને એકાઉન્ટ સક્રિય કર્યા નથી, તેમના જીમેલ એકાઉન્ટ ડીલીટ થવાની આરે છે. ગૂગલ 20 સપ્ટેમ્બરથી આવા એકાઉન્ટ્સને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

લાંબા સમય સુધી ગૂગલ એકાઉન્ટ એટલે કે જીમેલ, ડ્રાઇવ, યુટ્યુબ વગેરેમાં સાઇન ઇન ના કરવાને કારણે લોકોએ તેમના એકાઉન્ટ ગુમાવવા પડી શકે છે. તેમનો તમામ ડેટા અને સામગ્રી ગૂગલમાંથી કાઢી નાખવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20 સપ્ટેમ્બરથી ગૂગલ એવા જીમેલ એકાઉન્ટને બંધ કરી દેશે જેનો લાંબા સમયથી ઉપયોગ નથી થતો.

ગૂગલ આ એકાઉન્ટ્સ કેમ બંધ કરી રહ્યું છે?

જો તમે જીમેઈલ અથવા ગૂગલ ડ્રાઈવ જેવી કોઈ સેવા ચલાવો છો, પરંતુ આ સેવાઓનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરો છો, તો તમારું એકાઉન્ટ ડિલીટ થઈ શકે છે. આ પગલાથી, ગૂગલ તેના સર્વરમાં જગ્યા ખાલી કરવા માંગે છે અને તે એકાઉન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જેનો નિયમિત ઉપયોગ થાય છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

આ એકાઉન્ટ્સ કાઢી નાખવામાં આવશે

ગૂગલ દ્વારા એવા એકાઉન્ટ્સને કાઢી નાખશે જેનો ઉપયોગ બે વર્ષ કે તેથી વધુ સમયથી કરવામાં આવ્યો ના હોય. જો તમે છેલ્લા બે વર્ષથી તમારા જીમેલનો ઉપયોગ નથી કર્યો, તો તમારું એકાઉન્ટ ડિલીટ થવાનો ભય છે. ગૂગલ નિષ્ક્રિય નીતિ હેઠળ, ગૂગલ ને બે વર્ષ માટે નિષ્ક્રિય ગૂગલ એકાઉન્ટ્સ કાઢી નાખવાનો અધિકાર છે.

તમારું એકાઉન્ટ કેવી રીતે બંધ થતુ બચાવવું ?

જો તમે છેલ્લા બે વર્ષથી તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગ ઇન કર્યું નથી, તો તે કાઢી નાખવામાં આવી શકે છે. તમારા એકાઉન્ટને કાઢી નાખવાથી બચાવવા માટે, તમે આ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો-

Gmail નો ઉપયોગ કરો: તમારા જીમેઈલ માં લૉગ ઇન કરો અને તમારા ઇનબૉક્સમાં ઇમેઇલ મોકલો અથવા તેમાં આવેલા કોઈ પણ ઇમેઇલ્સ વાંચો.

Google Photos પર ફોટો શેર કરો: ફોટો અપલોડ કરવા અથવા શેર કરવા માટે ગૂગલ ફોટોમાં સાઇન ઇન કરો.

YouTube વીડિઓ જુઓ: તમારા જીમેઈલ એકાઉન્ટથી લૉગ ઇન કરીને YouTube પર વીડિઓ જુઓ.

ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરો: ગૂગલ ડ્રાઇવમાં લોગિન કરો અને તેમાં કોઈપણ ફાઇલ અપલોડ અથવા ડાઉનલોડ કરો.

ગૂગલ સર્ચનો ઉપયોગ કરો: તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને ગૂગલ સર્ચ એન્જિન પર કંઈક શોધો.

આ પદ્ધતિઓ અપનાવીને તમે તમારું ગૂગલ એકાઉન્ટ સક્રિય રાખી શકો છો. યાદ રાખો કે જો તમે તમારા ગૂગલ અથવા જીમેઈલ એકાઉન્ટમાં બે વર્ષ સુધી લોગિન ન કરો તો કંપની આવા એકાઉન્ટને ડિલીટ કરી શકે છે. આવા ખાતાનો ડેટા પણ ખોવાઈ જાય છે.

 

Next Article