કેવી છે એ મહિલા રોબોટ, જેને ગગનયાન દ્વારા અંતરિક્ષમાં મોકલશે ISRO

|

Aug 25, 2023 | 9:58 PM

ચંદ્રયાન-3ની સફળતા બાદ દુનિયાની નજર હવે ઈસરોના ગગનયાન પર છે. ISRO આવતા વર્ષે મહિલા રોબોટ વ્યોમિત્રને ચંદ્ર પર મોકલશે. જાણો આ રોબોટ કેટલો ખાસ છે અને તે કેવી રીતે મનુષ્ય માટે અવકાશમાં જવાનો રસ્તો સાફ કરશે.

કેવી છે એ મહિલા રોબોટ, જેને ગગનયાન દ્વારા અંતરિક્ષમાં મોકલશે ISRO

Follow us on

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોએ હવે આગામી મિશનની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ઈસરોના આગામી મિશનને લઈને મોટી જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે ભારત આવતા વર્ષે મહિલા રોબોટ વ્યોમિત્રને અવકાશમાં મોકલશે. આ મિશનની સફળતા બાદ ઈસરો અવકાશયાત્રીઓને મોકલી શકશે.

વાસ્તવમાં, ISRO મનુષ્યને અવકાશમાં મોકલવાનું પરીક્ષણ કરવા માટે ગગનયાન મિશનને લઈ તૈયાયરી શરૂ કરી રહ્યું છે. તેને આગામી દોઢ મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે.

આ મિશનમાં માનવરહિત વિમાનને રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. તેના દ્વારા ISRO તેની સિસ્ટમ અને તૈયારીઓનું પરીક્ષણ કરશે. આવતા વર્ષે આ મિશનના બીજા તબક્કામાં વ્યોમ મિત્ર રોબોટ મોકલવામાં આવશે. તેની મદદથી માણસો માટે જવાનો રસ્તો સાફ થઈ જશે. જાણો આ રોબોટ કેટલો ખાસ છે અને તે કેવી રીતે મનુષ્ય માટે અવકાશમાં જવાનો રસ્તો સાફ કરશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પેસ હ્યુમનૉઇડ રોબોટનું મેળવ્યું બિરુદ

ISRO એ 24 જાન્યુઆરી 2020 ના રોજ મિશન ગગનયાન માટે આ રોબોટ રજૂ કર્યો હતો. તે માત્ર એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે તેને માનવ મોકલતા પહેલા અવકાશમાં મોકલી શકાય. તેના દ્વારા અંતરિક્ષમાં મનુષ્યો પર શું અસર થશે તે સમજાશે. તેની કામ કરવાની રીતની પ્રશંસા કરવામાં આવી હતી અને તેને વિશ્વના શ્રેષ્ઠ સ્પેસ એક્સપ્લોરર હ્યુમનૉઇડ રોબોટનું બિરુદ આપવામાં આવ્યું છે. બેંગ્લોરમાં રાખવામાં આવેલ છે.

મહિલા રોબોટ અવકાશમાં કેવી રીતે કામ કરશે?

વાસ્તવમાં મહિલા રોબોટ વ્યોમિત્ર મનુષ્યો એટલે કે અવકાશયાત્રીઓની જેમ કામ કરશે. તે ગગનયાનના ક્રૂ મોડ્યુલને વાંચશે અને જરૂરી સૂચનાઓને સમજશે. આ સાથે તે ગ્રાઉન્ડ સ્ટેશનમાં હાજર વૈજ્ઞાનિકો અને મિશન ટીમ સાથે વાત કરશે. આ માનવરહિત મિશનના પરિણામો જ મનુષ્ય માટે અવકાશમાં જવાનો માર્ગ ખોલશે. ગગનયાનના ત્રીજા તબક્કાના પ્રક્ષેપણમાં ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે.

7 નહીં 3 દિવસ પૃથ્વીની આસપાસ ફરશે

ઈસરોની યોજના હતી કે ગગનયાન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓ 7 દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે, પરંતુ બાદમાં આ યોજના બદલાઈ ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે 7 દિવસને બદલે, અવકાશયાત્રીઓ 1 કે 3 દિવસમાં પૃથ્વીની પરિક્રમા કરશે. આ મિશનમાં ગગનયાનનું ક્રૂ મૉડલ પૃથ્વીથી 400 કિલોમીટરની ઊંચાઈએ લોઅર અર્થ ઓર્બિટમાં ફરશે.

આ મિશન ખૂબ જ ખાસ છે કારણ કે તેમાં ભૂલ માટે કોઈ અવકાસ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મિશનમાં ભારતીય વાયુસેનાના સક્ષમ પાયલટોને મોકલવાની તૈયારી છે. આ જ કારણ છે કે આની તૈયારીઓમાં દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : સસ્તી દવાથી ઈલાજની આશા ઉપર પાણી ફરી વળશે? ફરજીયાત Generic medicines લખવાના આદેશ પર સરકારની પીછેહઠ

ઈસરોના ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે દુનિયાની નજર ગગનયાન મિશન પર ટકેલી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના તાજેતરના સંબોધનમાં આનો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે દુનિયાની સાથે ભારતીયોની નજર હવે ઈસરોના ગગનયાન મિશન પર કેન્દ્રિત થઈ ગઈ છે.

નોલેજના તમામ સમાચા વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:58 pm, Fri, 25 August 23

Next Article