સાવધાન! WhatsApp પર ચાલી રહ્યુ છે ખત્તરનાક સ્કેમ, આ ભૂલથી લીક થઈ જશે તમારી પર્સનલ અને બેંક ડિટેલ્સ

સાવધાન! WhatsApp પર ચાલી રહ્યુ છે ખત્તરનાક સ્કેમ, આ ભૂલથી લીક થઈ જશે તમારી પર્સનલ અને બેંક ડિટેલ્સ
WhatsApp Scam (Symbolic Image)

WhatsApp એક લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન હોવાને કારણે, તે સ્કેમર્સના નજરમાં રહે છે. હવે વોટ્સએપ પર એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે. છેતરપિંડી કરનારાઓ આ સ્કેમથી તમારી વ્યક્તિગત અને નાણાકીય વિગતો મેળવે છે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Dec 30, 2021 | 7:56 AM

WhatsApp એક લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન હોવાને કારણે, તે સ્કેમર્સના નજરમાં રહે છે. હવે વોટ્સએપ પર એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે. છેતરપિંડી (Fraud) કરનારાઓ આ સ્કેમથી તમારી વ્યક્તિગત અને નાણાકીય વિગતો મેળવે છે. આ સ્કેમ સાથે, બેંક અને કાર્ડની વિગતો પણ સોશિયલ એન્જિનિયરિંગ પદ્ધતિ દ્વારા સ્કેમર્સ સુધી પહોંચે છે.

આ ફિશિંગ લિંક્સ Windows PC ઉપરાંત Android અને iOS ને અસર કરે છે. જોકે, આ કૌભાંડની જાણ સૌપ્રથમ કોણે કરી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ સ્કેમને Rediroff.ru કહેવામાં આવે છે. તે ક્રિસમસ અને નવા વર્ષમાં વધુને વધુ વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવી રહ્યું છે. આ સ્કેમમાં યુઝર્સને મોંઘી ગિફ્ટની લાલચ આપવામાં આવે છે. આમાં, છેતરપિંડી કરનારાઓ પહેલા યુઝર્સને વોટ્સએપ પર એક લિંક મોકલે છે.

WhatsApp Scam Fraud Link Screenshot

જ્યારે યુઝર્સ લિંક ખોલે છે, ત્યારે વેબપેજ પર એવો દાવો કરવામાં આવે છે કે તેમની પાસે સર્વેક્ષણમાં ભાગ લઈને ગિફ્ટ જીતવાની તક છે. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી, વપરાશકર્તાને અન્ય વેબપેજ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. અહીં યુઝર પાસેથી નામ, સરનામું, જન્મ તારીખ, બેંકની વિગતો જેવી અંગત માહિતી પૂછવામાં આવે છે.

આ માહિતીનો ઉપયોગ કરીને, સાયબર અપરાધી (Cyber criminal)ઓ યુઝર્સના બેંક એકાઉન્ટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરે છે અથવા આ માહિતીને ડાર્ક વેબ પર વેચે છે. પછી તેનો ઉપયોગ તમને સ્પામ અને મૈલેશિયસ મેઇલ મોકલવા માટે થાય છે.

આ લિંક્સ પર ક્લિક કરવાથી તમારા ડિવાઈસ પર એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ શકે છે જે તમારા ઉપકરણને ઍક્સેસ કરી શકે છે અને તમારું બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે. આ કારણોસર, જો તમને URL માં Rediroff.ru જોવા મળે તે એવા મેસેજ અથવા મેઈલને બ્લોક કરી દો. તેના પર ભૂલથી પણ ક્લિક ના કરો, તેમજ ફોન પર કોઈપણ થર્ડ પાર્ટી એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળો.

આ પણ વાંચો: Omicron variant: ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે રોગપ્રતિકારક શક્તિ બની રહી હોવાનો રિસર્ચમા ખુલાસો !

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 30 ડિસેમ્બર: પ્રેમ સંબંધમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી, આજે કોઈ મહત્વના નિર્ણય ન લેવા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati