Cyber Attack Alert: ખતરામાં IoT ડિવાઈસ અને રાઉટરની સિક્યોરિટી, GitHub પર અપલોડ થયો સોર્સ કોડ

|

Jan 29, 2022 | 10:41 AM

આ મેલવેર 30થી વધુ ખામીઓનો લાભ લઈ શકે છે જે Linksys, D-Link, Netgear અને ZTE જેવી કંપનીઓના ડિવાઈસમાં હાજર છે.

Cyber Attack Alert: ખતરામાં IoT ડિવાઈસ અને રાઉટરની સિક્યોરિટી, GitHub પર અપલોડ થયો સોર્સ કોડ

Follow us on

આધુનિક યુગમાં ઈન્ટરનેટ (Internet) ખુબ જ જરૂરી બની ગયું છે. આજે ઘણા એવા કામ છે જે ઈન્ટરનેટ વગર કરવા અશક્ય લાગે છે ત્યારે આપણે મોબાઈલ નેટવર્ક, પબ્લીક વાઈફાઈ તેમજ ઘરમાં લાગેલા રાઉટર (Routers) દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ Wi-Fi ના ઉપયોગને લઈ ખુબ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે સાયબર એટેકનો ખતરો ખુબ વધી ગયો છે.

જો તમે પણ Wi-Fi માટે રાઉટરનો ઉપયોગ કરી રહ્યાં છો અને તે જ રાઉટર દ્વારા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે. હેકર્સે IoT ડિવાઈસ અને રાઉટરનો સોર્સ કોડ GitHub પર અપલોડ કર્યો છે, જેનો અર્થ છે કે હેકર્સ તેનો ઉપયોગ સાયબર હુમલા માટે કરી શકે છે.

AT&T એલિયન લેબના સંશોધકોએ સૌથી પહેલા આ અંગે માહિતી આપી હતી. સંશોધકોના મતે એક નવો મેલવેર સક્રિય થયો છે જે એકદમ ખતરનાક છે અને તેને બોટેનાગો (BotenaGo) નામ આપવામાં આવ્યું છે. આ મેલવેર Go પ્રોગ્રામિંગ લેંગ્વેઝમાં લખાયેલું છે. આ મેલવેર 30થી વધુ ખામીઓનો લાભ લઈ શકે છે જે Linksys, D-Link, Netgear અને ZTE જેવી કંપનીઓના ડિવાઈસમાં હાજર છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

BotenaGo ખાસ કરીને રિમોટ એક્સેસ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેનો સોર્સ કોડ GitHub પર જાહેર કરવામાં આવ્યો છે. આ મેલવેર IP એડ્રેસ અને વૉઈસ કમાન્ડ દ્વારા પણ કામ કરી શકે છે. મોટી વાત એ છે કે 60 એન્ટીવાયરસમાંથી માત્ર ત્રણ જ આ માલવેરને શોધી શકે છે. અગાઉ 2016માં મીરાઈનો સોર્સ કોડ પણ સાર્વજનિક કરવામાં આવ્યો હતો, જે પછી મીરાઈના ઘણા પ્રકારો જેમ કે સટોરી, મૂબોટ અને મસુતા વેરિઅન્ટ સામે આવ્યા હતા, જેણે લાખો IoT ડિવાઈસને શિકાર બનાવ્યા હતા.

BotenaGo ઉપયોગ કરી શકે તેવી કેટલીક ખામીઓમાં D-Link વાયરલેસ રાઉટર્સમાં CVE-2015-2051, Netgear ઉત્પાદનોમાં CVE-2016-1555, Linksysમાં CVE-2013-3307 અને ZTE-2014-2321 માં CVE-2321નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: સરસવના વાવેતર વિસ્તારમાં ભારે વધારો, જાણો ક્યા કારણોએ ખેડૂતોને આ પાક માટે આકર્ષ્યા

આ પણ વાંચો: હેકર્સથી બચાવો તમારૂ WhatsApp એકાઉન્ટ, આ સરળ રીતથી કરો સુરક્ષિત

Next Article