AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gmail Blue Tick: જીમેઈલ પર પણ હવે દેખાવા લાગ્યું બ્લુ ટિક, અસલી-નકલી મેઈલની આ રીતે થશે જાણ

Gmail Blue Tick: હવે જીમેઈલ (Gmail) પર પણ બ્લુ ટિક દેખાવાનું શરૂ થઈ ગયું છે. તેથી હવે તમે તેના અસલી અને નકલી ઈમેલની સરળતાથી ઓળખાણ કરી શકશો.

Gmail Blue Tick: જીમેઈલ પર પણ હવે દેખાવા લાગ્યું બ્લુ ટિક, અસલી-નકલી મેઈલની આ રીતે થશે જાણ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 4:11 PM
Share

મે ની શરૂઆતમાં, Google એ વધી રહેલા સ્કેમના કેસોને ઘટાડવા માટે Gmail પર વેરિફાઈડ સેન્ડર્સના નામની બાજુમાં બ્લૂચેકમાર્ક મૂકવાની જાહેરાત કરી હતી. આ સુવિધાને 3 મે, 2023થી Google Workspaceના તમામ વપરાશકર્તાઓ, જૂના G Suite Basic અને Business ગ્રાહકો અને વ્યક્તિગત Google એકાઉન્ટ ધરાવતા વપરાશકર્તાઓ માટે શરૂ થઈ છે. આ સુવિધા ભારતમાં કેટલાક Google એકાઉન્ટ યુઝર્સ માટે શરૂ થઈ ગઈ છે.

બ્લૂ ચેકમાર્ક ઈમેલને ઓફિશિયલ અથવા વેરિફાઈડ એકાઉન્ટ તરીકેની ઓળખ આપે છે. આ ચેક માર્કથી તમે સેન્ડર્સની ઓથેન્ટિસિટીની ઓળખ કરી શકો છો.

આ પણ વાંચો : Twitter 2.0 બનાવવા માગે છે CEO લિન્ડા યાકારિનો, જોડાતા પહેલા કહી આ વાત

જીમેઈલ બ્લુ ટીક માર્ક વેરિફાઈડ એકાઉન્ટને ઓળખશે

આના દ્વારા તમે જાણી શકશો કે મેઇલ મોકલનારની પ્રોફાઇલ પર જે ફોટો છે આ એ જ વ્યક્તિ છે કે નહીં. આ સિવાય આ પ્રોફાઈલ વેરિફાઈડ છે કે નહી. બ્રાંડ મેસેજ ઈન્ડિકેટર્સ ફોર આઈડેન્ટિટી (BIMI), વેરિફાઈડ માર્ક ક્લેરિફિકેશન (VMC), અને ડોમેન-આધારિત મેસેજ ઓથેન્ટિકેશન, રિપોર્ટિંગ અને કોન્ફરન્સ (DMARC) જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને Gmail મેસેજને ચકાસી શકાય છે.

આ પણ વાંચો : ખોવાયેલો ફોન શોધવામાં સરકાર કરશે મદદ, નંબર પણ કરી શકાશે બ્લોક, 17 મેના રોજ શરૂ થશે નવું પોર્ટલ

સેન્ડર્સની ઓથેન્ટિસિટી વિશે જાણવા માટેના ટૂલ્સ

BIMI એ એક ઓપન સ્ટાન્ડર્ડ છે જે ઈમેલ મોકલવા વાળાને ઈમેલમાં તેમના બ્રાન્ડ લોગોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. BIMI વર્ષ 2021 માં Gmail માં રજૂ કરવામાં આવ્યું હતું. VMC વેરીફાય કરે છે. DMARC એ એક સ્ટાન્ડર્ડ છે જેનો ઉપયોગ ઇમેઇલ સિક્યોરિટી સિસ્ટમ દ્વારા રિયલ મેસેજને સ્પામ મેસજમાં ફિલ્ટર કરવા અને અલગ કરવા માટે થાય છે. એકવાર કોઈ વ્યક્તિ આ તમામ ટેસ્ટ ક્લિયર કરી દે, ત્યારે Gmail તેમને તેમની ઓથેન્ટિસિટી કનફોર્મ કરવા માટે Gmailમાં તેમના નામની બાજુમાં બ્લુ ટિક લગાવવાની અનુમતિ આપે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">