Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીઆર પાટીલે 26 બેઠકો પર 5 લાખની લીડનો બતાવ્યો મંત્ર, કહ્યું-આ રીતે કરાશે કમાલ! જાણો

સાબરકાંઠા લોકસભા બેઠકને લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મોડાસમાં બૂથ સંમેલન યોજ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને બૂથ સમિતિના સભ્યો સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સીઆર પાટીલે ચૂંટણી કામગીરીને લઈ જૂસ્સ્સો ભરવા પ્રયાસ કરવા સાથે કેટલાકને ટકોર કરી હતી.

સીઆર પાટીલે 26 બેઠકો પર 5 લાખની લીડનો બતાવ્યો મંત્ર, કહ્યું-આ રીતે કરાશે કમાલ! જાણો
આ રીતે મેળવી શકાય 5 લાખ લીડ-પાટીલ
Follow Us:
| Updated on: Apr 28, 2024 | 6:21 PM

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ રવિવારે બૂથ પ્રમુખ સંમેલનને સંબોધવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પહોંચ્યા હતા. જ્યાં બૂથ સંમેલનમાં બૂથ સમિતિઓ અને પાર્ટીના હોદ્દેદારોને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કેટલાક આગેવાનો અને ધારાસભ્યોને ટકોર કરી હતી. તો કેટલાકને ચૂંટણી ટાણે યોગ્ય રીતે કામગીરી કરવા માટે ટકોર કરી હતી.

મોડાસા શહેરમાં આવેલ સ્વામીનારાયણ મંદિરના હોલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સંમેલનમાં સીઆર પાટીલે સૌથી પહેલા તો તમામ છવ્વીસ ઉમેદવારોની પાંચ લાખની લીડ મેળવવા માટેની વાત કરી હતી. એટલું જ નહીં તેઓએ કેવી રીતે પાંચ લાખની લીડ મેળવી શકાય એ વાતને પણ સમજાવી હતી. સીઆર પાટીલે ક્હ્યુ હતુ કે, આપડી પાસે પેજ સમિતિ છે. આ પેજ સમિતિના પ્રમુખ પણ છે અને તેના થકી આ લીડના લક્ષ્યને પહોંચવું આસાન છે.

શું Power Bank ખરેખર ફોનને નુકસાન પહોંચાડે છે?
Lizard Falling: ગરોળીનું શરીર પર પડવું શુભ કે અશુભ? જાણો અહીં
Plant In Pot : ચટાકેદાર વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફુદીનો ઘરે કૂંડામાં ઉગાડો
આજનું રાશિફળ તારીખ : 27-03-2025
IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો

આ રીતે મેળવી શકાય 5 લાખ લીડ-પાટીલ

સીઆર પાટીલે મોડાસામાં બૂથ સમિતિને સંબોધતા કહ્યુ હતુ કે, આપડી પાસે પેજ પ્રમુખ સહિતની સમિતિ છે. આ એક સમિતિ પાસે એક પેજમાં માત્ર 30 મતદારોના નામ છે. આ નામને આધારે તેઓએ આંકડાકીય ગણિત સમજાવ્યું હતુ. તેઓએ કહ્યુ હતુ કે, 70 ટકા મતદાન થાય તો, 21 મત એક પેજમાંથી સરેરાશના ધોરણે મળે. જેમાંથી પાંચ મત સમિતિના પોતાના મળે. જ્યારે અન્ય દશ મત તેમના પરિવાર અને ભાજપના હોદ્દેદાર કે કાર્યકર કે અન્ય પદાધિકારી તે વિસ્તારમાં રહેતા હોય અને તે યાદીમાં સમાવેશ હોય તો એમના નામ હોય. આમ 15 મત કમળને મળે. એટલે સરેરાશ મુજબ 6 મત અન્ય ઉમેદવારને મળે અને 15 મત કમળના નિશાનને મળે. કેટલાક બૂથમાં તો એનાથી પણ વધારે મળે.

આમ એક પેજમાં 9 મતની લીડ મળે છે. આમ 30 પેજના એક બૂથ પર તમને 270ની લીડ મળે છે એમ કહ્યુ હતું. જો એક વિધાનસભા વિસ્તારમાં 300 બૂથ માનવામાં આવે તો 81000 મતની લીડ મળે. આમ 7 કે 8 વિધાનસભા ક્ષેત્ર ધરાવતી લોકસભા બેઠક પર તમને 5 લાખ 67 હજાર જેટલી લીડ મળી શકે. આમ સીઆર પાટીલે બૂથ સંમેલનમાં તેમના કાર્યકરોને પાંચ લાખની લીડ મેળવવા માટેના ગણિતને સમજાવીને જીતનો જ નહીં લીડ મેળવવાનો ગુરુમંત્ર આપ્યો હતો. સાથે જ કહ્યુ કે, તમે ભજન મંડળીમાં નથી, રાજકારણમાં છો. તમારામાં જુસ્સો હોવો જોઈએ.

કામનો જૂસ્સો વધારવા કરી ટકોર

ભાજપના પ્રદેશ અધ્યક્ષે મોડાસા ખાતે સંબોધન વેળા ભાજપના કેટલાક આગેવાનોને ટકોર કરી હતી. એક બાદ એક પૂર્વ અને વર્તમાન ધારાસભ્યના નામ લઈને તેમના વિસ્તારમાં લીડ મેળવવા માટે ટકોર કરી હતી. ટકોર દરમિયાન એવા નેતાઓને ઉદાહરણ તરીકે ટકોર્યા હતા કે, જેમના વિસ્તારમાં લીડને લઈ સવાલો થઈ રહ્યા છે. આમ સીઆર પાટીલ સાબરકાંઠા લોકસભા બેઠક વિસ્તારમાં આવતી તમામ વિધાનસભા બેઠકનો બારીકાઈથી અભ્યાસ કરીને તેમના નેતાઓના કાર્યની સંપૂર્ણ વિગતો રાખતા હોવાનો પણ સંકેત આપ્યો હતો.

તો વળી પીએમ મોદીની 1 મે 2024 ના રોજ થનાર ચૂંટણી પ્રચાર સભાને લઈ તમામ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને આયોજન માટે જવાબદારીઓ સોંપી હતી. જેમાં ધારાસભ્ય અને સાંસદને એક એકને ઉભા કરીને આયોજન અંગે જવાબદારીની નોંધ લેવડાવી હતી. તેમના વિસ્તારમાંથી આવનારા લોકોના વ્યવસ્થા માટે પણ તેમને પૂછી લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">