Technology News: ટોચના 100 વૈશ્વિક ટેક ચેન્જમેકર્સમાં KOOના સહ-સ્થાપક અપ્રમેય રાધાકૃષ્ણને સ્થાન મળ્યું
માઇક્રો-બ્લોગિંગમાં ભાષા-આધારિત લોકોને પડતી તકલીફ જોઈ અને તેનો ઉકેલ શોધી કાઢ્યો જે વપરાશકર્તાઓને પોતાની વાત પોતાની જ સ્થાનિક ભાષામાં રજુ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે .
KOOના સહ-સ્થાપક અપ્રમેય રાધાકૃષ્ણને આંતરરાષ્ટ્રીય બિન-નફાકારક રેસ્ટ ઓફ વર્લ્ડ ((RoW) દ્વારા લાખો લોકોના જીવનને અસર કરતા વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વૈશ્વિક ટેક લીડર્સ અને ઇનોવેટર્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું. સ્થાનિક ભાષાઓમાં સ્વ-અભિવ્યક્તિને મજબૂત રીતે રજુ કરવી એ KOO એપનો ઉદ્દેશ્ય છે અને આ કોર વેલ્યુને લાખો લોકોના જીવન પર સકારાત્મક અસર કરનારી અને વાસ્તવિક-વૈશ્વિકની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એક નવીન અને વિક્ષેપકારક ઉકેલ તરીકે ઓળખવામાં આવી છે.
RoW દ્વારા KOOના સહ-સ્થાપક અને CEO અપ્રમેય રાધાકૃષ્ણનો વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેઓ અનેક પડકારોને મજબૂતાઈ રીતે પાર કરીને તેવા સમુદાય માટે ઉત્પાદનો બનાવી રહ્યાં છે જેમને તેઓ ખુબજ ઊંડાણપૂર્વક સમજે છે. ભારત દેશમાં માત્ર 10 ટકા લોકો અંગ્રેજી ભાષા બોલે છે. KOO એપનું નિર્માણ ઈન્ટરનેટ વપરાશકર્તાઓને તેમની પોતાની સ્થાનિક ભાષાઓમાં પોતાની જાતને અભિવ્યક્ત કરવા અને તેમના સ્થાનિક સમુદાયોને શોધવા તેમજ તેમની સાથે વાતચીત કરવા માટે કરવામાં આવ્યું છે.
KOO ના સહ-સ્થાપક અને CEO અપ્રમેય રાધાકૃષ્ણ, RoW100:
ગ્લોબલ ટેકના ચેન્જમેકર્સમાં ‘કલ્ચર એન્ડ સોશિયલ મીડિયા’ કેટેગરીમાં સ્થાન પામનાર ભારતના એકમાત્ર ઉદ્યોગસાહસિક છે જે પશ્ચિમની બહારના ગતિશીલ ઉદ્યોગસાહસિકો, રોકાણકારોને પોતાની પ્રતિભા દર્શાવવામાં તેમજ રજુ કરવામાં મદદ કરે છે, તેમનું આ ઉત્કૃષ્ટ યોગદાનથી વિશ્વભરના સમુદાયોમાં પરિવર્તન આવી રહ્યું છે.
KOOના સહ-સ્થાપક અને CEO અપ્રમેય રાધાકૃષ્ણે જણાવ્યું હતું કે, અમે RoW100 : ગ્લોબલ ટેકના ચેન્જમેકર્સમાં સ્થાન મેળવવાથી ખુબજ ખુશ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ, જેમાં દુનિયાભરના પ્રસિદ્ધ ઉદ્યોગસાહસિકો અને દૂરદર્શી લોકો છે જેઓ અનેકે પડકારનો સામનો કરીને ઉકેલો શોધે છે જેના દ્વારા લાખો લોકોના જીવન પર સકારાત્મક અસર છોડે છે. રેસ્ટ ઓફ વર્લ્ડ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા આ સ્થાન પ્રાપ્ત થવું એ ખરેખર અમારા માટે ખુબજ સન્માનની વાત છે.
અમે માઇક્રો-બ્લોગિંગમાં ભાષા-આધારિત લોકોને પડતી તકલીફ જોઈ અને તેનો ઉકેલ શોધી કાઢ્યો જે વપરાશકર્તાઓને પોતાની વાત પોતાની જ સ્થાનિક ભાષામાં રજુ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે . વિશ્વના 80% લોકો અંગ્રેજી સિવાય અન્ય ભાષા બોલે છે. અમારા દ્વારા લાવવામાં આવેલો આ ઉકેલ વૈશ્વિક સ્તરે માપી શકાય તેવું અને વિશ્વભરના બજારો માટે સુસંગત છે. અમે સ્વતંત્ર ઈન્ટરનેટ પર ભાષાના વિભાજનને દૂર કરવા, સમગ્ર ભાષાકીય સંસ્કૃતિના લોકોને જોડવા અને ભારતમાં બનેલા અમારા ઉત્પાદનને બાકીના વિશ્વમાં લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
KOO વિશે Koo App માર્ચ 2020 માં ભારતીયોને પોતાની સ્થાનિક ભાષામાં ONLINE પોતાની વાતને અભિવ્યક્ત કરવામાં સક્ષમ બનાવવા માટે બહુભાષી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. KOO ભાષા-આધારિત માઇક્રો-બ્લોગિંગના સંશોધક છે. હાલમાં Koo App 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે – ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, કન્નડ, તમિલ, તેલુગુ, બંગાળી, આસામી, અને અંગ્રેજી. Koo App ભારતીયોને તેમના પોતાના વિચારો મુક્તપણે તેમની પસંદગીની ભાષામાં રજુ કરવાની શક્તિ આપીને સ્વતંત્ર બનાવે છે.