Tech Tips: Google Mapsમાં આવ્યું જબરદસ્ત ફિચર, પૈસા બચાવવામાં થશે મદદરૂપ, ટોલ વિશે આપશે આ જાણકારી

|

Apr 07, 2022 | 1:09 PM

Google Maps: સ્થાનિક ટોલ ઓથોરિટી પાસેથી ટોલ (Toll) સંબંધિત માહિતી મેળવવામાં આવશે. એટલે કે, જો તમે ટ્રિપ પર જવા માંગો છો, તો તમે Google Maps દ્વારા પહેલાથી જ ટોલ સંબંધિત માહિતી મેળવી શકો છો.

Tech Tips: Google Mapsમાં આવ્યું જબરદસ્ત ફિચર, પૈસા બચાવવામાં થશે મદદરૂપ, ટોલ વિશે આપશે આ જાણકારી
Google Maps (File Photo)

Follow us on

ગૂગલ (Google)યુઝર્સની ટ્રિપને વધુ સારી બનાવવા પર કામ કરી રહ્યું છે. ગૂગલ મેપ્સ (Google Maps)માં એક નવું ફીચર આપવામાં આવી રહ્યું છે. ગુગલ મેપ્સના આ ફીચર પરથી ટોલ-પ્રાઈસ (Toll Prices)વિશે માહિતી આપવામાં આવશે. આની મદદથી યુઝર્સ કોઈપણ ટ્રિપ પર જતા પહેલા ટોલ ટેક્સ (Toll Tax)ની ગણતરી કરી શકે છે. કંપનીનું કહેવું છે કે આનાથી યુઝર્સને ટ્રિપ પ્લાનિંગમાં ઘણી મદદ મળશે. સ્થાનિક ટોલ ઓથોરિટી પાસેથી ટોલ સંબંધિત માહિતી મેળવવામાં આવશે. એટલે કે, જો તમે ટ્રિપ પર જવા માંગો છો, તો તમે Google Maps દ્વારા પહેલાથી જ ટોલ સંબંધિત માહિતી મેળવી શકો છો.

ગૂગલ મેપ્સ તમને ટોલ વગરના રસ્તાઓ વિશે પણ માહિતી આપશે. આની મદદથી તમે ટોલ ન ચૂકવીને અથવા ઓછો ટોલ ટેક્સ ચૂકવીને પણ પૈસા બચાવી શકો છો. ગૂગલ મેપ્સ યુઝર્સને ચોક્કસ સમયએ કિંમત વિશે પણ જાણ કરશે. ટોલ કિંમતના આધારે, તમે નક્કી કરી શકો છો કે તમારે તે રૂટ પર જવું છે કે નહીં. ટોલ કિંમત સાથેના રૂટની સાથે ગૂગલ મેપ્સ ટોલ ફ્રી રૂટ પણ બતાવશે. આ માટે, તમારે ગૂગલ મેપ્સના ઉપરના જમણા ખૂણામાં હાજર ત્રણ-બિંદુ પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી તમારે રૂટ વિકલ્પ પસંદ કરવો પડશે. જો તમે ટોલ રૂટમાંથી પસાર થવા માંગતા નથી, તો તમે ટોલ ટાળવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. ગૂગલે કહ્યું છે કે તે આ મહિને એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે ટોલ પ્રાઈસ જાહેર કરશે. તે ભારત, યુએસએ, જાપાન અને ઇન્ડોનેશિયામાં લગભગ 2000 ટોલ રોડ માટે આ વિકલ્પ જાહેર કરશે. આ ફીચર આગામી સમયમાં અન્ય દેશોમાં પણ બહાર પાડવામાં આવશે. આ સિવાય ગૂગલે iOS યુઝર્સ માટે પિન ટ્રિપ વિજેટ પણ બહાર પાડ્યું છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આ પણ વાંચો: Tech News : ખુશખબર, BSNLના 1.12 લાખ ટાવર દેશભરમાં સ્થાપિત થશે, મળશે ઉત્તમ 4G કનેક્ટિવિટી

આ પણ વાંચો: Instagram Updates : આવી રહ્યા છે 7 નવા ફીચર્સ, યૂઝર્સનો બદલાશે ઇન-એપ એક્સપીરિયન્સ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article