ગાયના છાણમાંથી બનેલો CNG ગેસ પેટ્રોલ ડીઝલના વધતા ભાવનું સોલ્યુશન, મોંઘવારીમાં મળશે રાહત : ગૌ આયોગ

દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે તેના ઉપાય તરીકે ગાયના છાણમાંથી બનેલા CNG ગેસને ગૌ આયોગ દ્વારા રજુ કરવામાં આવ્યું છે.

ગાયના છાણમાંથી બનેલો CNG ગેસ પેટ્રોલ ડીઝલના વધતા ભાવનું સોલ્યુશન, મોંઘવારીમાં મળશે રાહત : ગૌ આયોગ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 23, 2021 | 2:50 PM

શું મોંઘા પેટ્રોલ અને ડીઝલનો ઉપાય ગાયના છાણમાં છુપાયેલ છે? રાષ્ટ્રીય ગાય આયોગ અનુસાર આ પ્રશ્નનો જવાબ હા છે. વધતા જતા ઇંધણના ભાવ વચ્ચે રાષ્ટ્રીય ગાય આયોગે લોકોને ગાયના છાશમાંથી બનાવેલ કુદરતી ગેસ (સી.એન.જી.) નો ઉપયોગ કરવા જણાવ્યું છે. જેથી લોકોને ‘સસ્તું અને મેડ ઇન ઇન્ડિયા ઈંધણ’ મળશે. આયોગે આ સલાહ એક દસ્તાવેજમાં આપી છે જે રાષ્ટ્રીય ગાય વિજ્ઞાન પરીક્ષામાં ભાગ લેવા જતા વિદ્યાર્થીઓ માટેની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ પરીક્ષા 25 ફેબ્રુઆરીએ યોજાનાર છે.

રાષ્ટ્રીય કામધેનુ આયોગએ ગાયના છાણના સીએનજી પમ્પ, બળદ વીર્ય બેંક અને ગાય પર્યટન જેવા સૂચનો આપ્યા છે. ગાય ઉદ્યોગસાહસિકતા’ને પ્રોત્સાહન આપવા માટે આ સૂચનો આપ્યા છે. આરકેએએ વેબસાઇટ પર જણાવ્યું હતું કે, “આરકેએના ઘણા વેબિનારમાં ગાય ઉદ્યોગસાહસિકતાના વિચારની ચર્ચા થઈ છે. નવી ટેકનોલોજીથી સદીઓ જૂની બુદ્ધિનો ઉપયોગ કરીને વિશ્વભરના ઘણા ઉદ્યમીઓ નવી સંભાવનાઓની શોધ કરી રહ્યા છે.”

દસ્તાવેજમાં જણાવાયું છે કે, “બાયોગેસ લાંબા સમયથી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. અને તેને સિલિન્ડરમાં ભરાય છે બાદમાં રસોઈ માટે વપરાય છે. ગાયના છાણમાંથી ઉર્જા ઉત્પન્ન કરીને તેનો ઉપયોગ વાહન વ્યવહાર માટે પણ થઈ શકે છે. તેના મોટા પ્રમાણમાં ઉત્પાદન બાદ કોઈ સીએનજી પમ્પ પણ ઇન્સ્ટોલ કરી શકે છે. આ પરિવહન ઉદ્યોગને સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ મેડ ઇન ઇન્ડિયા ઇંધણ પ્રદાન કરશે. ” નોંધપાત્ર વાત એ છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ પાર કરી રહી છે. દેશના ઘણા ભાગોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ માટે ગ્રાહકોએ 89.29 રૂપિયા ખર્ચ કરવો પડે છે, જ્યારે ડીઝલનો ભાવ લિટર 79.70 રૂપિયા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટર છે. અને ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ હેઠળ કાર્યરત આયોગે દાવો કર્યો છે કે ગાયનું છાણ વધારે નફો આપે છે. જેના થકી વ્યાપારની સંભાવના વધુ છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">