AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoniની સ્ટાઈલમાં દિગ્ગજ ફૂટબોલર Zlatan Ibrahimovic એ કરી સંન્યાસની જાહેરાત , જુઓ તેના 25 વર્ષના કરિયરના શાનદાર ગોલના Video

Zlatan Ibrahimovic retires : ફૂટબોલ જગતમાં હાલમાં ભારે હલચલ જોવા મળી રહી છે. મેસ્સી જેવા દિગ્ગજ ફૂટબોલર્સ એક કબલ છોડીને બીજી કલબમાં જવાની તૈયારી કરી રહ્યા છો. તો કેટલાક ફૂટબોલર્સ સંન્યાસ લઈને સૌને ચોંકાવી રહ્યા છે. હાલમાં એક ફૂટબોલરે અચાનક લીધેલા સંન્યાસને કારણે લોકોને ધોનીની યાદ આવી હતી.

MS Dhoniની સ્ટાઈલમાં દિગ્ગજ ફૂટબોલર Zlatan Ibrahimovic એ કરી સંન્યાસની જાહેરાત , જુઓ તેના 25 વર્ષના કરિયરના શાનદાર ગોલના Video
Zlatan Ibrahimovic retires
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 7:52 PM
Share

Sweden : વર્ષ 2021માં મહેન્દ્ર ધોનીએ ઈન્ટાગ્રામ પર ભાવુક વીડિયો શેયર કરીને પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. તે સમયે અચાનક લીધેલા નિર્ણયથી દરેક ક્રિકેટ ફેન્સના આશ્ચર્યમાં મુક્યા હતા. સ્વીડનના 41 વર્ષીય એક સ્ટાર ફૂટબોલર Zlatan Ibrahimovic એ પણ ધોનીની સ્ટાઈલમાં પોતાના કરિયરના અંતની જાહેરાત કરી હતી. તેણે રવિવારે સાન સિરોમાં ભાવુક ભાષણ આપીને તરત સંન્યાસની જાહેરાત કરી હતી.

ઝ્લાટન ઇબ્રાહિમોવિકનો સીરી એ ક્લબ એસી મિલાન સાથે કરાર આ સીઝન સાથે ખત્મ થઈ રહ્યો હતો. એસી મિલાન ફૂટબોલ કલબ દ્વારા પહેલાથી જ જાહેરાત કરવામાં આવી હતી કે રવિવારે મેચ બાદ આ દિગ્ગજ ખેલાડીવા સન્માનમાં એક કાર્યક્રમ રાખવામાં આવશે. ઝ્લાટન ઇબ્રાહિમોવિકે પોતાના પરિવારને પણ જાણ કર્યા વગર આ કાર્યક્રમમાં પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : Cricket Records : WTC FINALમાં ગુજ્જુ ઓલરાઉન્ડર જાડેજા મચાવશે ધમાલ, જાણો ભારતીય સ્ટાર બોલર્સના ઓવલમાં રેકોર્ડ

ફેરવેલ સ્પીચમાં શું કહ્યું ?

પોતાની ફેરવેલ સ્પીચમાં તેણે જણાવ્યું કે, મારા પરિવારને પણ મારા આ નિર્ણય વિશે જાણ નહીં હતી. હું ઈચ્છતો હતો કે સૌને એક સાથે આ વાતની જાણ થાય. હું ફૂટબોલને અલવિદા કહી રહ્યો છું, પણ તમને નહીં. આ દરમિયાન કેટલાક ફેન્સ હૂટિંગ કરતા પણ જોવા મળ્યા. જેના જવાબમાં તેણે જણાવ્યું કે, તમે હૂટિંગ કરતા રહો કારણ કે આ સમય તમારા માટે આ વર્ષની સૌથી મોટી ક્ષણ છે.

આ પણ વાંચો : Cricket Records : WTC FINALમાં કોહલી બની શકે છે કિંગ, જાણો ઓવલના મેદાન પર ભારતીય બેટ્સમેનોનો દેખાવ

Zlatan Ibrahimovicના કરિયરના શાનદાર ગોલ

  • Zlatan Ibrahimovicએ પોતાના કરિયરમાં કુલ 572 જેટલા ગોલ કર્યા છે, જેમાંથી ફૂટબોલ કલબ માટે તેણે 500થી વધુ ગોલ કર્યા છે.
  • તેણે પોતાના કરિયરમાં 11 લીગ ટાઈટલ, 5 ડોમેસ્ટિક કપ, 5 યુરોપિયન ટ્રોફી અને 3 ઈન્ટરનેશનલ ટ્રોફી મળીને કુલ 34 ટ્રોફી જીતી છે.
  • તેણે સ્વીડન ફૂટબોલ ટીમ માટે સર્વાધિક 62 ગોલ કર્યા છે.
  • 25 વર્ષના કરિયરમાં ફિફા પ્રો વર્લ્ડ ઈલેવનમાં તેના નામનો સમાવેશ 3 વાર થયો છે અને UEFA ટીમમાં તેનો સમાવેશ 4 વાર થયો છે.
  • વર્ષ 2013ના ફિફા વર્લ્ડ કપમાં તેણે 35 યાર્ડ બાઈસિકલ કિક મારીને ઈંગ્લેડ સામે ગોલ કર્યો હતો, જેને કારણે સ્વીડનને આ ફિફા વર્લ્ડ કપમાં FIFA Puskas Award મળ્યો હતો.
  • તેણે 40 વર્ષ 222 દિવસની ઉંમરે ગોલ કરનારો ચેમ્પિયન્સ લીગનો સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યો હતો.
  • તેણે ટોપ 5 યુરોપિયન લીગમાં ગોલ ફટકાર્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">